સુરત : યુવકે એકલતાનો ગેરલાભ ઉઠાવીને મિત્રની પત્ની સાથે કરી અશોભનીય હરકત, ફરિયાદ દાખલ


Updated: July 11, 2020, 2:29 PM IST
સુરત : યુવકે એકલતાનો ગેરલાભ ઉઠાવીને મિત્રની પત્ની સાથે કરી અશોભનીય હરકત, ફરિયાદ દાખલ
પ્રતિકાત્મક તસવીર

મિત્ર ઘરે હાજર ન હતો ત્યારે ડોક્યુમેન્ટ્સ આપવાના બહાને ઘરે આવ્યો, મિત્રની પત્નીને બેડ પર પછાડીને બળજબરી કરવાનો પ્રયાસ કર્યો.

  • Share this:
સુરત : શહેરના અમરોલી (Surat Amroli Area) વિસ્તારમાં રહેતા એન્જિનિયર યુવાન (Engineer Youth) નોકરી પર જતા તેની પત્નીની એકલતાનો ગેરલાભ ઉઠાવીને તેનો મિત્ર તેના ઘરે આવ્યો હતો. જે બાદમાં મિત્રની પત્નીને બેડ પર પટકી દઈને અશ્લીલ હરકતો કરીને જીવથી મારી નાખવાની ધમકી આપવનાર યુવક વિરુદ્ધ અમરોલી પોલીસ સ્ટેશન (Police Station)માં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે સુરતના અમરોલી-કોસાડ રોડ વિસ્તારમાં રહેતો એન્જિનિયર યુવાન ગત રોજ સવારના 9 વાગ્યાના અરસામાં રાબેતા મુજબ નોકરીએ જવા નીકળી ગયો હતો. ત્યાર બાદ તેનો મિત્ર જીતુ ભાણા જીંજાળા ગાડીના ડોક્યુમેન્ટ્સ આપવાના બહાને તેના ઘરે આવ્યો હતો. આ સમયે મિત્રની પત્ની ઘરે એકલી હતી.

આ પણ વાંચો : દેશના અર્થતંત્રમાં સુધારાની શરૂઆતના સંકેત જોવા મળી રહી છે : RBI ગવર્નર

જીતુએ મહિલાને તેના પતિએ ડોક્યુમેન્ટ્સ મોકલાવ્યા હોવાનું જણાવ્યું હતું. જે બાદમાં પરિણીતાએ પતિના મિત્ર જીતુને ઘરમાં આવકાર આપી પાણી આપ્યું હતું. ત્યાર બાદ પરિણીતા  ડોક્યુમેન્ટ્સ મૂકવા બેડરૂમમાં ગઇ હતી. આ સમયે પરિણીતાની એકલતાનો ગેરલાભ લઇને જીતુ પણ બેડરૂમમાં ઘૂસી ગયો હતો અને પરિણીતાને બેડ પર પછાડી દઈને બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો : પતિએ પત્નીની હત્યા માટે બનાવ્યો ખતરનાક પ્લાન, સાંભળીને પણ કંપારી છૂટી જાય

આ સમયે પરિણીતાએ જીતુને બે લાત મારી દીધી હતી અને ભાગીને પડોશી મહિલાને ઘરે ચાલી ગઇ હતી. ત્યાર બાદ જીતુ ચાલ્યો ગયો હતો. આ મામલે પરિણીતાએ સમગ્ર હક્કીત તેના પતિને કહી હતી. જે બાદમાં મહિલાનો પતિ ઘરે દોડી આવ્યો હતો અને જીતુને તેના ઘરે બોલાવ્યો હતો. અહીં જીતુની હરકત અંગે પરિણીતાના પતિએ તેને ઠપકો આપતા બંને વચ્ચે મારામારી થઈ હતી. જે બાદમાં જીતુ ત્યાંથી ચાલ્યો ગયો હતો.નીચે વીડિયોમાં જુઓ : મંત્રી કાનાણી ફરી વિવાદમાં આવ્યા


જે બાદમાં મોટા વરાછા ખાતે એન્જિનિયર યુવાનને જીતુ ફરીથી મળ્યો હતો. અહીં જીતુએ યુવાનને ધમકી આપી હતી કે, "તું તારા દિવસો ગણીને રાખજે. હું તને જાનથી મારી નાંખીશ." આ મામલે ગતરોજ રોજ પરિણીતાએ પતિના મિત્ર વિરુદ્ધ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે વધારે તપાસ આદરી છે.
Published by: Vinod Zankhaliya
First published: July 11, 2020, 2:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading