સુરત : લગ્નના 15 દિવસે પત્ની આઠ અઠવાડિયાની પ્રેગ્નેન્ટ હોવાનું ખુલ્યું, પૂછપરછમાં દુષ્કર્મ થયાનો ખુલાસો


Updated: June 30, 2020, 11:20 AM IST
સુરત : લગ્નના 15 દિવસે પત્ની આઠ અઠવાડિયાની પ્રેગ્નેન્ટ હોવાનું ખુલ્યું, પૂછપરછમાં દુષ્કર્મ થયાનો ખુલાસો
પ્રતિકાત્મક તસવીર

'આ અમારો બનેવી છે,ખુશ રાખ અને કોઈને કહેતી નહીં,' યુવતી તેની કાકાના ઘરે આવી હતી ત્યારે પરિચિત યુવકે દુષ્કર્મ આચર્યું હતું.

  • Share this:
સુરત : શહેરના સચિન (Surat Sachin Area) વિસ્તારમાં 15 દિવસ પહેલા લગ્ન કરી આવેલી યુવતીને પેટમાં દુઃખાવો થતા હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. અહીં યુવતી ગર્ભવતી (Pregnant) હોવાનું બહાર આવ્યુ હતું. યુવતીએ પરિચિત યુવક દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાથી તેના પતિએ પોલીસમાં અરજી આપી છે. લગ્નને 15 દિવસ થયા હતા ત્યારે પેટમાં આઠ અઠવાડિયાનો ગર્ભ કેવી રીતે રહે તે મામલે પતિએ પત્નીને પૂછતા સમગ્ર હકીકત બહાર આવી હતી. આ મામલે પોલીસે ફરિયાદ ન લેતા મહિલાનો પતિ કમિશનર કચેરી (Surat Police Commissioner) ખાતે અરજી આપવા આવી પહોંચ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે સુરતના સચિન વિસ્તારમાં 15 દિવસ પહેલા લગ્ન કરી પોતાના સાસરે આવેલી યુવતીએ સચિન પોલીસ મથકમાં અરજી આપી છે. 14 જૂનના રોજ લગ્ન કરી સાસરે આવેલી યુવતીને અચાનક પેટમાં દુઃખાવો ઉપડ્યો હતો. જે બાદમાં પતિ તેને સારવાર માટે હૉસ્પિટલ ખાતે લઇ ગયો હતો. અહીં સારવાર બાદ યુવતી ગર્ભવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.

આ પણ વાંચો : સુરતમાં કોરોનાની વધી રહેલા કેસ, હીરાબજાર મહિધરપુરા વિસ્તારને ક્લસ્ટર વિસ્તાર જાહેર કરાયો

યુવતીના પેટમાં આઠ અઠવાડિયાનો ગર્ભ હોવાનું સામે આવતા યુવતીએ સમગ્ર બાબતે પતિને ખુલાસો કર્યો હતો. યુવતીએ પતિને જણાવ્યું હતું કે, તેના કાકી ગર્ભવતી બનતા આઠ મહિના પહેલા તેની દેખરેખ માટે તે સુરત આવી હતી. ગત ફેબ્રુઆરી મહિનામાં કાકા-કાકીની ગેરહાજરીમાં તે એકલી હતી ત્યારે  પરિચિત યુવક ઘરે આવ્યો હતો. ત્યારબાદ પાણી પીવાના બહાને ઘરમાં ઘૂસી માર મારી બળજબરીથી દુષ્કર્મ કર્યું હતું. જો કોઈને કહ્યું તો જાનથી મારી નાખીશ એવી ધમકી પણ આપી હતી.

વીડિયો જુઓ : અમદાવાદના પોશ વિસ્તારમાં દેહવેપારનો ધંધો
દરમિયાન કાકા-કાકી ઘરે આવ્યા હતા. યુવતીએ તેને આ બાબતે જણાવતા કાકીએ કહ્યું હતું કે, આ અમારો બનેવી છે. ખુશ રાખ અને કોઈને કહેતી નહીં. ત્યારબાદ ઘણીવાર ગળા પર ચપ્પુ મૂકી આ યુવક દુષ્કર્મ આચરતો હતો. આ બાબતે યુવકની પૂછપરછ કરવા જતાં મહિલાના પતિને આરોપીએ માર માર્યો હતો. જે બાદમાં હૉસ્પિટલમાં દાખલ પતિએ પોલીસને તમામ હકીકત કહ્યા બાદ પણ કોઈ કાર્યવાહી ન કરાતા આ ચર્ચાનો વિષય બન્યો છે. જ્યારે  સચિન પોલીસ સ્ટેશનમાં 5 દિવસથી ફરિયાદ માટે ધક્કા ખાતી પરિણીતા આખરે કંટાળીને પોલીસ કમિશનરને અરજી કરવા પહોંચી હતી.
First published: June 30, 2020, 11:15 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading