સુરત : પ્રેમ લગ્ન કરનારી દીકરીનો સંસાર દુઃખમય હોવાથી માતાનો આપઘાતનો પ્રયાસ, આઘાતમાં દીકરીએ ફાંસો ખાઈ લીધો


Updated: July 1, 2020, 10:20 AM IST
સુરત : પ્રેમ લગ્ન કરનારી દીકરીનો સંસાર દુઃખમય હોવાથી માતાનો આપઘાતનો પ્રયાસ, આઘાતમાં દીકરીએ ફાંસો ખાઈ લીધો
પ્રતિકાત્મક તસવીર

ભાગીને પ્રેમ લગ્ન કરી લેનારી દીકરી સાસરિયામાં દુઃખી હોવાનું જાણીને માતાએ આઘાતમાં આવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

  • Share this:
સુરત : ચાર મહિના પહેલા પ્રેમલગ્ન (Love Marriage )કરનારી યુવતીના સંસારમાં ત્રાસ હોવાને લઈને તેમજ દીકરી તકલીફમાં હોવાને લઈને તેની માતાએ આપઘાત (Attempt to Suicide)નો પ્રયાસ કર્યો હતો. સાસરિયા (In Laws)નાં લોકો ત્રાસ આપી રહ્યા હોવા ઉપરાંત માતાએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની માહિતી મળ્યા બાદ દીકરીએ બે દિવસ પહેલા આપઘાત કરી લીધો હતો. આ મામલે પોલીસે આપઘાત કરી લેનાર યુવતીના સાસરિયા વિરુદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે.

પ્રેમ આંધળો હોય છે અને પ્રેમમાં લીધેલ પગલું ક્યારેક પરિવારને ભારે પડતું હોય છે. આવું જ કંઈક સુરતના નાનપુરા નાવડી ઓવરાની સામે યજ્ઞ પુરૂષ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રહેતા એક પરિવાર સાથે થયું હતું. અહીં રહેતા ધીરજ કાળીદાસ બાબરીયાની પુત્રી ધારાએ ગત ફેબ્રુઆરી મહિનામાં પરિવારની મરજી વિરૂદ્ધ ઘર નજીક રહેતા પાર્થ યોગેશ વૈદ્ય સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા.

દીકરીએ પ્રેમ લગ્ન કરતા પરિવારે સંબંધ કાપી નાખ્યો હતો

દીકરીએ પ્રેમ લગ્ન કરી લીધા બાદ ધારા સાથે તેના પરિવારે સંબંધ કાપી નાખ્યો હતો. જોકે, સમયાંતરે તેના પિતા સાથે ફોન પર વાતચીત કરતી ધારાએ તેના પિતાને કહ્યું હતું કે, તેનો પતિ પાર્થ કંઇ કામ ધંધો કરતો નથી અને વારંવાર ઝઘડા કરે છે. દીકરીએ પિતા પાસે થોડા પૈસાની માંગણી કરી હતી. પુત્રીનું લગ્નજીવન સુખમય બને તેમજ પથરીના દુઃખાવા માટે સોનોગ્રાફી કરાવવા માટે પિતાએ તેની દીકરીને પૈસા આપ્યા હતા. 10 દિવસ પહેલા ધારાએ તેના માતા-પિતાને ફોન કરી નાવડી ઓવારે મળવા બોલાવ્યા હતા.

આ પણ વાંચો : રાજકોટ જિલ્લામાં વીજળી પડવાના બે અલગ અલગ દ્રશ્યો કેમેરામાં કેદ 

માતા-પિતા સમક્ષ દીકરી પડી પડી 

અહીં ધારા માતાપિતાને જોઈને રડી પડી હતી તેમજ તેનો પતિ પાર્થ કોઈ નોકરી ન કરતો હોવાનો જણાવ્યું હતું. આ ઉપરાંત પાર્થ તેની સાથે ઝઘડા કરતો હોવાનું તેમજ તેના સાસુ અને સસરા પણ તેનો સાથ આપતા હોવાનું કહ્યું હતું. આ ઉપરાંત સાસુ અને સસરા જાતિ વિષયક અપશબ્દો બોલીને પૈસા માટે દબાણ કરતા હોવાનું જણાવ્યું હતું. જોકે, માતાપિતાએ કેમ પણ કરીને દીકરીને સમજાવીને સાસરે મોકલી હતી. જોકે, પતિ અને સાસારિયાના લોકોએ ઝઘડા કરવાનું ચાલુ રાખતા ધારા તેના પિતાના ઘરે પરત આવી ગઈ હતી.

વીડિયો જુઓ : ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો

 

આ પણ વાંચો :  સુરત : સરકારી હૉસ્પિટલમાં કામ કરતા ડૉક્ટર પતિએ દહેજ માટે તબીબ પત્નીને માર માર્યાની ફરિયાદ

દીકરીનું દુઃખ જોઈને માતાનો આપઘાતનો પ્રયાસ

પુત્રીના લગ્નજીવનમાં ભંગાણ પડતા તણાવમાં આવી ગયેલી તેની માતા મંજુલાએ આપધાતનો પ્રયાસ કર્યો હતો. જે બાદમાં આઘાત લાગતા અને સાસરિયાના લોકોના ત્રાસથી કંટાળી બે દિવસ પહેલા ધારાએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ મામલે ફરિયાદ થતાં પોલીસે ધારાના પતિ પાર્થ, સસરા યોગેશ અને સાસુ અરૂણાબેન વિરૂદ્ધ આપઘાત કરવા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
First published: July 1, 2020, 9:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading