સુરત : એક તરફ રાજ્યમાં (Gujarat Marriage season) લગ્નની મોસમ જામી રહી છે ત્યારે બીજી તરફ કાળઝાળ ગરમી (Summer in Gujarat) તેનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહી છે. ત્યારે આવી કાતિલ ગરમીમાં કોઇ વરધોડો કઇ રીતે કાઢે તે મોટો પ્રશ્ન થઇ ગયો છે. પરંતુ કાળઝાળ ગરમીમાં સુરતના રસ્તા પર નીકળેલા એક વરઘોડાએ ભારે આકર્ષણ ઉભું કર્યું હતું. વાયરલ થઈ રહેલા વીડિયો પ્રમાણે, વરઘોડામાં જાનૈયાઓ સાથે મંડપ પણ ચાલી રહ્યો છે. જેને કારણે જાનૈયાઓને નાચવામાં ગરમી બાધા ન બને.જોકે, હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં (viral video in social media) ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.
કાળઝાળ ગરમીમાં આવો જોરદાર આઇડિયાના વીડિયોને લોકો ઘણો જ પસંદ કરી રહ્યા છે. આ વરધોડામાં જાનૈયાઓ ખૂબ જ મોજ મસ્તીથી નાચતા પણ જોવા મળ્યા હતા. કારણ કે, તેમના માથા ઉપર મંડપનો છાયંડો હતો. તેના કારણે ગરમી તેમને લાગતી ન હતી. ગરમીથી બચવા માટેનો અનોખો પ્રયોગ જાણે સુરતના વરરાજાએ કર્યો હોય તેઓ આ વીડિયોમાં દેખાય છે.
આપણે સામાન્ય રીતે મંડપ એક જ જગ્યાએ બાંધેલો જોયો હોય છે. પરંતુ કાળઝાળ ગરમીએ સુરતીલાલાઓને નવો વિચાર કરવા પર મજબૂર કરી દીધા હોય તેમ આ ચાલતા મંડપનો આવિશ્કાર થયો લાગે છે. આ વીડિયો વાયરલ થયા બાદ આ પ્રકારના વરધોડા સાથે ચાલતા મંડપની માંગ ભારે વધશે તેમા કોઇ બેમત નથી.
હાલ હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી 5 દિવસ કાળઝાળ ગરમી યથાવત રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છ ઉત્તર ગુજરાત સહિત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હિટવેવની અસર થશે. તો બીજી બાજુ લગ્નની સિઝન પણ ચાલી રહી છે. ત્યારે આવા યુનિક વિચારોને કારણે લોકોને ગરમી ઓછી લાગે છે.
વરઘોડાની સાથે સતત મંડપ ચાલતો જોઈને આસપાસના રાહદારીઓ પણ જોતા રહી ગયા હતા. આ નવતર પ્રયોગને બધા આવકારવા હોય તેવું પણ દેખાઇ રહ્યુ હતુ. ત્યારે સુરતમાં આ ગરમી લગન વરઘોડો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર