Surat Ganja News: કરિયાણાની દુકાન અને પાનનાં ગલ્લાની આડમાં ગાંજાનો વેપાર, મહિલા અને પુરુષની ધરપકડ
Surat Ganja News: કરિયાણાની દુકાન અને પાનનાં ગલ્લાની આડમાં ગાંજાનો વેપાર, મહિલા અને પુરુષની ધરપકડ
સુરતમાંથી ગાંજાનો વેપાર કરતાં બેની ધરપકડ
Surat Crime News: લસકાના ડાયમંડ નગર ખાતેથી શહેર SOG દ્વારા કિશોર જસાણી અને અહલ્યા શાહુની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ દ્વારા ઓડિશાથી કાલિયા ઉર્ફે રામ નામના શખ્સ પાસેથી ગાંજાનો મોટો જથ્થો મંગાવતા હતા.
સુરતમાં કરિયાણા દુકાન અને પાનના ગલ્લાની આડમાં ગાંજાનો વેપાર થતો હોવાની ઘટના સામે આવી છે. શહેર એસઓજી દ્વારા આ મામલે એક મહિલા સહિત બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. સુરતમાં સેન્ટ્રલ બસ સ્ટેશન નજીકથી 4.86 લાખની કિંમતનો ગાંજા સાથે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં મોટો ઘટસ્ફોટ થયો છે. ગાંજાનો જથ્થો મંગાવનાર કરિયાણાનાં વેપારી સહિત મેસ અને પાનનો ગલ્લો ચલાવતી મહિલાની ધરપકડ કરવામાં આવી છે.
લસકાના ડાયમંડ નગર ખાતેથી શહેર SOG દ્વારા કિશોર જસાણી અને અહલ્યા શાહુની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ દ્વારા ઓડિશાથી કાલિયા ઉર્ફે રામ નામના શખ્સ પાસેથી ગાંજાનો મોટો જથ્થો મંગાવતા હતા. કાલિયા ઉર્ફે રામ નામનો શખ્સ મહિલાઓનો ઉપયોગ કરી ઓડિશાથી ગાંજાની હેરાફેરી કરતો હતો
ત્યારબાદ ગાંજાનો મોટો જથ્થો કરિયાણા વેપારી કિશોર જસાણી સહિત મેસ સંચાલક અને પાનનો ગલ્લો ચલાવતી અહલ્યા શાહુને પોહચાડતો હતો. લસકાના ડાયમંડ નગર ખાતે આવેલ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મોટી સંખ્યામાં ઓડિશાવાસીઓ કામ કરતા હોય ,તેવા લોકોને ગાંજાનું વેચાણ કરાતું હતું
પોલીસને આ અંગે કંઇ જાણ ન થાય તે માટે ગાંજો કરિયાણા અને મેસ સહિત પાનનાં ગલ્લા પરથી ગાંજાનું વેચાણ કરવામાં આવતું હતું સુરતમાં ગાંજા,ડ્રગ્સ સહિત અફીન જેવા માદક પદાર્થોનું બંધ બારણે વેચાણ થઇ રહ્યું છે. શહેર એસઓજીએ હાથ ધારેલા ઓપરેશન દરમિયાન આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. તેમજ આ તપાસમાં અન્ય માથાઓના નામો ખુલવાની પણ શકયતા છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર