સુરત મનપાનું રૂ.5638 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ,EWS હેઠળ 5017 આવાસો બનાવાશે

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 25, 2017, 8:28 PM IST
સુરત મનપાનું રૂ.5638 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ,EWS હેઠળ 5017 આવાસો બનાવાશે
સુરતઃસુરત મહાનગરપાલિકાનું સને 2017-18નું બજેટ મ્યુનિસિપલ કમિશ્નર થેન્નારાસને રજુ કર્યુ હતું. 5638 કરોડના કદનું બજેટ સુરતને સ્માર્ટ સીટી બનાવાની દિશામાં આગળ વધારવા માટે તેમજ નવા કોઇપણ પ્રકારના કરવેરા વગરનું બજેટ રજુ કરવામાં આવ્યુ છે. તેની સાથે સાથે શહેરીજનોની સુખાકારી અને ખાસ કરીને જીવનધોરણની ગુણવત્તામાં સુધારો કરવા માટે બજેટમાં પ્રયાસ કરવામાં આવ્યા હોવાનું દેખાય આવે છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: January 25, 2017, 8:28 PM ISTસુરતઃસુરત મહાનગરપાલિકાનું સને 2017-18નું બજેટ મ્યુનિસિપલ કમિશ્નર થેન્નારાસને રજુ કર્યુ હતું. 5638 કરોડના કદનું બજેટ સુરતને સ્માર્ટ સીટી બનાવાની દિશામાં આગળ વધારવા માટે તેમજ નવા કોઇપણ પ્રકારના કરવેરા વગરનું બજેટ રજુ કરવામાં આવ્યુ છે. તેની સાથે સાથે શહેરીજનોની સુખાકારી અને ખાસ કરીને જીવનધોરણની ગુણવત્તામાં સુધારો કરવા માટે બજેટમાં પ્રયાસ કરવામાં આવ્યા હોવાનું દેખાય આવે છે.

sur bajet1


સુરત મહાનગરપાલિકાના કમિશ્નર એમ થેન્નારાસને સને 2017-18નું બજેટ રજુ કરતા જણાવ્યુ હતું કે સુરતને વૈશ્વિક કક્ષાનું શહેર બનાવવાની દિશામાં આ બજેટ ખુબ મદદરૂપ થશે. તેની સાથે સાથેબજેટમાં મેટ્રોરેલ પ્રોજેક્ટ, સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ માટે 278 કરોડ રૂપીયા આઉટકમ બેઇઝ્ડ બજેટમાં 1442 કરોડના ખર્ચે કુલ 432 કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.


સુરત મનપાનું રૂ.5638 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ

રેવન્યૂ આવક 2585 કરોડ અને રેવન્યૂ ખર્ચ 2248 કરોડ
4 હેક્ટરમાં ઈન્ટરનેશનલ લેવલનું ફ્લાવર ગાર્ડન બનાવવાનું આયોજન
શિક્ષણ સમિતિની સ્કૂલમાં વિદ્યાર્થીઓની ઈ-અટેન્ડન્સ પુરાશે
સામાન્ય વેરામાં કોઈ વધારો નહીં
યુઝર ચાર્જમાં, વાહન વેરામાં કોઈ વધારો નહીં
મ્યુનિ. સ્કૂલો અને તેની મીલકતોમાં સોલાર કેપેટિવ પાવર પ્લાન્ટ
સોલાર પમ્પ કાર્યરત કરવાનું આયોજન
રાંદેર પાલનપુર ખાતે 300 કરોડના ખર્ચે સ્ટેડિયમ બનાવાશે
પીપીપી ધોરણે આઉટડોર ગેમ્સ સ્ટેડિયમ બનાવાશે
વર્કિંગ વુમન્સ હોસ્ટેલ બનાવાશે
વરાછા, લિંબાયત, ઉધના ઝોનમાં 3 ઓડિટોરીયમ બનાવાશે
સ્મીમેર હોસ્પિટલમાં 750 ઉપરાંત 180 બેડનો વધારો કરાશે
દરેક ઝોનમાં કોલ્ડ સ્ટોરેજ સાથે વેચાણકેન્દ્રોનું આયોજન
13 ઝુપડપટ્ટી વિસ્તારના 10,200 પરિવારોના પુનર્વસનનું આયોજન
EWS હેઠળ 5017 આવાસો બનાવાશે
મેટ્રો રેલના પ્રથમ તબક્કા માટે 40 કિમીનો રૂટ, 38 સ્ટેશન બનાવાશે
પાર્કિંગ પરમીટ સિસ્ટમ દાખલ કરાશે
પ્લાસ્ટિક વેસ્ટમાંથી બિટ્યુમિન્સ રોડ બનાવાશે
551 કરોડના ખર્ચે 9 બ્રિજ બનાવાશે
રૂંધ નજીક તાપી નદીમાં કોન્વેશનલ બેરેજ બનાવાશે
તાપી શુદ્ધિકરણ માટે બંને કાંઠે ઈન્ટરસેપ્ટર ડ્રેનેજ બનાવાશે
લોક ભાગીદારીથી મેરિટાઈમ મ્યુઝિયમ બનાવાશે

 
First published: January 25, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर