સુરત: શહેરના (Surat News) પાંડેસરામાં શ્રમજીવી પરિવારની વધુ એક બાળકી હવસખોરનો ભોગ બની છે. ઘર પાસે રમી રહેલી ૪ વર્ષની બાળકીનું અપહરણ કરીને તેને પોતાના રૂમમાં લઈ ગયો હતો. જ્યાં ૪૦ વર્ષના નરાધમે બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. દુષ્કર્મ આચર્યા બાદ નરાધમ બાળકીને જ્યાં રમતી હતી ત્યાં મૂકી ગયો હતો. બાળકીને દુખાવો થતાં તેણે તેની માતાને આ વાત જણાવી હતી. જે બાદ લોકોએ પકડીને આરોપીને પોલીસને સોંપ્યો છે.
સુરતમાંં સતત નાની બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટના સામે આવી રહી છે ત્યારે વધુ એક ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. સુરતના પાંડેસરા નજીકના વડોદ ગામમાં વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય પરિવારની ૪ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બનવા પામી છે. વડોદ આવાસ વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય પરિવારની ૪ વર્ષની દીકરી પાર્કિંગમાં રમી રહી હતી.
જયારે તેની માતા નજીકમાં કપડા ધોઇ રહી હતી. તે દરમિયાન પાણીના કેરબા ઉંચકવાની મજૂરી કામ કરતો અજય રમણ પટેલ દીકરીને તેની માતાની જાણ બહાર પોતાની રહેણાંક રૂમમાં લઇ ગયો હતો.જયાં માસુમ સાથે દુષ્કર્મ કર્યા બાદ નરાધમ અજય તેને પરત મુકવા આવ્યો હતો.
પોતના ઘરે પાણીનો કેરબો મુકવા આવતા અજયથી બાળકીની માતા પરિચીત હતી અને અજયની સાથે પુત્રીને જોઇ તે ચોંકી ગઇ હતી. માતાને શંકા જતા દીકરીને ઘરે લઇ ગયા બાદ તેની પૂછપરછ કરતા દીકરીએ પોતાની સાથે થયેલા કૃત્યની જાણ કરી હતી. માતાએ આ અંગેની જાણ દીકરીના પિતાને કર્યા બાદ ગત રાતે પોલીસને જાણ કરી હતી. પોલીસે તુરંત જ અજયની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, અજય પરિણીત છે અને સંતાનમાં ૧૩ વર્ષનો મોટો પુત્ર અને ૧૧ વર્ષની બે જુડવા પુત્રી છે. પોલીસ આરોપીની ધરપકડ કરી તેની પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર