સુરત: પત્ની સાથે પ્રેમ સંબંધ તોડવાનો ઇન્કાર કરનાર યુવકની પતિએ કરી જાહેરમાં હત્યા

સુરત: પત્ની સાથે પ્રેમ સંબંધ તોડવાનો ઇન્કાર કરનાર યુવકની પતિએ કરી જાહેરમાં હત્યા
પ્રતીકાત્મક તસવીર

પાણી માથા પરથી જતું રહેતા આવેશમાં આવેલા લાલજીભાઈએ ગતરોજ આ યુવાનને કાપોદ્રા પોલીસ સ્ટેશન નજીક મળવા બોલાવ્યો હતો.

  • Share this:
સુરત: સુરત શહેર (Surat city)માં ગુનાખોરીના બનાવો સતત વધી રહ્યા છે. જેમાં પ્રેમ પ્રકરણ (Love Matter)માં એક યુવકની હત્યા (Murder) કરી નાખવામાં આવ્યાનો બનાવ બન્યો છે. પોતાની પત્ની સાથે પ્રેમ સંબંધ ધરાવનાર વ્યક્તિને પતિએ સંબંધ તોડી નાખવા માટે સમજાવ્યો હતો. જોકે, યુવકે આડા સંબંધ ચાલુ જ રાખતા પતિએ ચપ્પુના ઘા મારીને યુવકને પતાવી દીધો હતો. હત્યાનો બનાવ બન્યા બાદ પોલીસ દોડી ગઈ હતી.

સુરતમાં દરરોજ હત્યા કે હત્યાના પ્રયાસના બનાવો સામે આવે છે. ગતરોજ વધુ એક હત્યાની ઘટના સમયે આવી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા અને મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા લાલજી કાળુભાઈ ધરેણીયા પરિવાર સાથે રહે છે. લાલજીની પત્નીને નજીકમાં રહેતા એક યુવાન સાથે આંખ મળી ગઈ હતી. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.આ પણ વાંચો: ચેન સ્નેચરે આઠ મહિનાની પ્રેગ્નેન્ટ મહિલાને રોડ પર ઢસડી, ગળામાંથી ચેન આંચકીને ફરાર

આ વાતની જાણકારી પતિને થતા તેણે પત્ની અને તેના પ્રેમી અજય ગણપતભાઇ પટણીને અનેક વખત સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પ્રેમી લાલાજીની પત્ની સાથે પ્રેમ સંબંધ તોડવા તૈયાર ન હોવાની સાથે સાથે સતત હેરાન કરતો હતો. જેને લઈને પાણી માથા પરથી જતું રહેતા આવેશમાં આવેલા લાલજીભાઈએ ગતરોજ આ યુવાનને કાપોદ્રા પોલીસ સ્ટેશન નજીક મળવા બોલાવ્યો હતો.

આ પણ વાંચો: AMCમાં બીજેપી કાર્યાલય મંત્રી પ્રશાંત કાપડીયાનું કોરોનાથી નિધન; બીજેપી યુવા મોરચાના પ્રમુખ કોરોના સંક્રમિત

યુવક આવી પહોંચતા તેને સમજવાનો પ્રયાસ કર્યો હતો. યુવાન સમજવા કે તેની પત્નીને છોડવા માટે તૈયાર ન હોવાથી લાલજીએ આવેશમાં આવીને પોતાની પાસે રહેલા ચપ્પુથી યુવક પર હુમલો કર્યો હતો. જાહેરમાં યુવકની હત્યા કરવામાં આવતા આસપાસના સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

આ પણ વાંચો: વૃદ્ધાવસ્થામાં યુવાન લાગે છે આ દેશની મહિલાઓ, પાર્લરમાં ગયા વગર આ કામ કરીને રહે છે સુંદર અને યુવાન


આ પણ વાંચો: કોરોનાથી બચવા તડકે બેસો, સૂર્યપ્રકાશ કોવિડને નિષ્ક્રિય કરતો હોવાનો એક અભ્યાસમાં દાવો


હત્યાની ઘટનાની જાણકારી મળતાની સાથે જ કાપોદ્રા પોલીસ તાત્કાલિક બનાવ સ્થળે દોડી ગઈ હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરવાની કવાયત હાથ ધરી છે. આ રીતે પ્રેમ પ્રકરણમાં એક યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
Published by:Vinod Zankhaliya
First published:April 14, 2021, 14:50 pm

ટૉપ ન્યૂઝ