સુરત: પિતાના મોત માટે પોતાને જવાબદાર માની યુવકનો આપઘાત, 15 દિવસમાં પરિવારમાં બે મોત

સુરત: પિતાના મોત માટે પોતાને જવાબદાર માની યુવકનો આપઘાત, 15 દિવસમાં પરિવારમાં બે મોત
પ્રતીકાત્મક તસવીર (shutterstock)

યુવાનની પત્નીએ દહેજ બાબતે પરિવાર પર કેસ કર્યો હતો. આ કેસની તારીખ ભરવા જઈ રહેલા પિતાનું 15 દિવસ પહેલા અકસ્માતમાં મોત થયું હતું.

  • Share this:
સુરત: સુરતના આપઘાતનો એક હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે. જેમાં પિતાના આપઘાત (Suicide) માટે પોતાને જવાબદાર હોવાનું માનીને એક પુત્રએ આપઘાત કરી લીધો છે. યુવકના પિતા (Father)નું 15 દિવસ પહેલા રોડ અકસ્માતમાં મોત થયું હતું. 15 દિવસ બાદ પુત્રએ પણ આપઘાત કરી લેતા પરિવાર માટે જાણે કે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. યુવાનની પત્નીએ દહેજ (dowry case) બાબતે પરિવાર પર કેસ કર્યો હતો. આ કેસની તારીખ ભરવા જઈ રહેલા પિતાનું 15 દિવસ પહેલા અકસ્માત (Road accident)માં મોત થયું હતું.

બનાવની વિગતે વાત કરીએ તો સુરતના ડિંડોલી વિસ્તારના સનસિટી રૉ-હાઉસ ખાતે રહેતા રાહુલ શાંતિલાલ પાટીલ કાપડ માર્કેટમાં કામ કરતો હતો. રાહુલના લગ્ન વર્ષ 2016માં મહારાષ્ટ્રમાં રહેતી યુવતી યુવતી સાથે  થયા હતા. લગ્નના એક વર્ષ સુધી બધુ બરાબર ચાલ્યું હતું. બાદમાં પત્નીએ ઝઘડા કરી પરિવારમાં કંકાસ શરૂ કર્યો હતો. જેના પગલે અઢી વર્ષથી પત્ની પિયર ચાલી ગઈ હતી.આ પણ વાંચો: અમદાવાદ: સાડીના જાણીતા શોરૂમના માલિકના અત્યાચારથી કંટાળીને કર્મચારીનો આપઘાતનો પ્રયાસ

રાહુલની પત્નીએ તેની સામે મહારાષ્ટ્રમાં દહેજ અત્યાચારની ફરિયાદ નોંધાવી હતી. જોકે, છેલ્લા કેટલાક સમયથી રાહુલ અને તેના પિતા દહેજના કેસ મામલે મહારાષ્ટ્રની કોર્ટમાં હાજરી આપવા જતા હતા. આ જ રીતે 15 દિવસ પહેલા રાહુલ અને તેના પિતા મહારાષ્ટ્ર ખાતે કોર્ટમાં હાજરી આપવા માટે ગયા હતા. જ્યાં પિતાનું અકસ્માતમાં મોત થયું હતું. રાહુલ વતનમાં પિતાની ઉત્તરક્રિયાની વિધિ પૂર્ણ કરી બે દિવસ પહેલા જ સુરત આવ્યો હતો.

આ પણ વાંચો:  કોણ છે અંબાલાલ પટેલ? કેવી રીતે બન્યા હવામાન નિષ્ણાત? કયા વર્ષમાં કરી હતી પ્રથમ આગાહી?

જોકે, રાહુલ પિતાનાં મૃત્યુ પાછળ પોતાને જવાબદર માનતો હતો. જેને લઈને છેલ્લા 15 દિવસથી તે ગમગીન રહેતો હતો. દરમિયાન પિતાના મોત માટે પોતાને જવાબદાર સમજતા રાહુલે સુરત ખાતેના પોતાના ઘરમાં આવેશમાં આવીને ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. આ ઘટનાની જાણકારી પાડોશીને થતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને વધારે તપાસ શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:March 09, 2021, 10:45 am

ટૉપ ન્યૂઝ