સુરત: કોરોના દર્દીને હૉસ્પિટલમાં દાખલ કરવાનું કહીને ભેજાબાજે બે રૂપિયાનું Paytm કરાવી 81 હજાર ઉપાડી લીધા

સુરત: કોરોના દર્દીને હૉસ્પિટલમાં દાખલ કરવાનું કહીને ભેજાબાજે બે રૂપિયાનું Paytm કરાવી 81 હજાર ઉપાડી લીધા
પ્રતિકાત્મક તસવીર

"હમારી હૉસ્પિટલ કા પ્રોટોકોલ હૈ. આપ જો રૂપિયે પેટીએમ સે ટ્રાન્સફર કરોંગે તો હી હમારી હૉસ્પિટલ દર્દી કો લેને આયેગી."

  • Share this:
સુરત: સુરતના પર્વત ગામ ખાતે રહેતા અને દરજી કામ કરતા આધેડને તેના મિત્રએ ફોન કરી તેના કાકાને કોરોના પોઝિટિવ (Corona Positive) આવ્યો હોવાથી SIDS હૉસ્પિટલમાં દાખલ કરવા માટે બે રૂપિયાનું Paytm કરવું પડશે તેમ કહીને તેના ખાતામાંથી 80 હજાર રૂપિયા ઉપાડી લીધા હતા. દરજી યુવકે તેના મિત્રની વાતોમાં વિશ્વાસ કરીને અજાણ્યા મોબાઈલ ધારક સાથે વાત કરી હતી અને તેણે મોકલાવેલી લીંકમાં ફોર્મ ભરીને બે રૂપિયા ટ્રાન્સફર (Money Transfer) કર્યા હતા. જે બાદમાં ગણતરીના કલાકોમાં ખાતામાંથી રૂપિયા 80,995 ઉપડી ગયા હતા.

સુરતના પર્વત ગામ ખાતે પટેલ ફળિયામાં રહેતા અતુલ શાંતિલાલ મિસ્ત્રી (ઉ.વ.41) પરવત પાટીયા રણછોડનગર સોસાયટીમાં દરજીનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. અતુલભાઈનું બેન્ક ઑફ બરોડાની ડુંભાલ શાખામાં બચત ખાતું છે. ગત તા 13મી જુલાઈના રોજ તેના મિત્ર શ્રેયસનો ફોન આવ્યો હતો અને તેના કાકાને કોરોના પોઝિટિવ આવ્યો છે કે,"સુરતની હૉસ્પિટલમાં જગ્યા મળતી નથી. જોકે, SIDS હૉસ્પિટલમાં જગ્યા મળી છે. તેઓ બે રૂપિયાનું પેટીએમ કરવાનું કહે છે. હું પેટીએમ વાપરતો નથી. તમારા મોબાઈલ ઉપર એક ફોન આવશે અને બે રૂપિયાનું પેટીએમ કરવાનું કહેશે."આ પણ વાંચો: સુરતમાં કોરોનાએ ફરીથી માથું ઊંચક્યું, બપોર સુધી જિલ્લામાં 160 નવા પોઝિટિવ કેસ નોંધાયા

મિત્રના કહેવા પ્રમાણે અતુલભાઈના ફોનમાં અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતે SIDS હૉસ્પિટલમાંથી બોલતો હોવાનું જણાવ્યું હતું. 'તમે બે રૂપિયાનું ટ્રાન્ઝેક્શન શા માટે કરાવી રહ્યો છો' તેવું અતુલભાઈએ પૂછતા સામેને વ્યક્તિએ કહ્યુ હતું કે, "હમારી હૉસ્પિટલ કા પ્રોટોકોલ હૈ. આપ જો રૂપિયે પેટીએમ સે ટ્રાન્સફર કરોંગે તો હી હમારી હૉસ્પિટલ દર્દી કો લેને આયેગી." જે બાદમાં અતુલભાઈએ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરીને પૈસા ક્યાં ટ્રાન્સફર કરવાના છે તેવું પૂછતા વ્યક્તિએ એક લીંક મોકલી હતી.

આ પણ જુઓ-

અતુલભાઈએ આ લીંક ખોલતાની સાથે એક ફોર્મ ખુલ્યું હતું. આ ફોર્મમાં અંગ્રેજીમાં SIDS હૉસ્પિટલ લખ્યું હતું. તેની નીચે રકમ અને તેની નીચે ઓટીપોની કૉલમ હતી. જેમાં બે રૂપિયાની રકમ ભરી OTP ઓપ્શન હતો તે મોબાઈલમાં નાખતા બે રૂપિયા કપાઈ ગયા હતા. ત્યારબાદ બીજા દિવસે એટલે કે 14મી જુલાઈના રોજ સાંજે ખાતામાંથી ટુકડે ટુકડે અલગ અલગ તબક્કામાં કુલ રૂપિયા 80,995 કપાઈ ગયા હોવાનો મેસેજ આવ્યો હતો. મોબાઈલમાં મેસેજ આવતા અતુલભાઈ દોડતા થયા હતા. બનાવ અંગે પોલીસે અતુલભાઈની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.
Published by:Vinod Zankhaliya
First published:November 23, 2020, 17:11 pm

ટૉપ ન્યૂઝ