સુરત : મંદીને પગલે અઠવાડિયા પહેલા નોકરી છૂટી જતાં ચિંતામાં યુવકનો આપઘાત


Updated: July 6, 2020, 10:46 AM IST
સુરત : મંદીને પગલે અઠવાડિયા પહેલા નોકરી છૂટી જતાં ચિંતામાં યુવકનો આપઘાત
પ્રતિકાત્મક તસવીર

નોકરી છૂટી જવાને પગલે યુવક મકાનના હપ્તા કેવી રીતે ભરી શકાશે તેની ચિંતામાં રહેતો હતો.

  • Share this:
સુરત : કોરોના મહામારી (Coronavirus) વચ્ચે જે રીતે તમામ ઉદ્યોગ બંધ થઈ ગયા છે તેમજ મંદીમાં આવી ગયા છે ત્યારે અનેક લોકો બેકાર બની ગયા છે. સુરત (Surat)માં નોકરી છૂટી જતાં કે વેપાર-ધંધો ભાંગી પડતા આપઘાતના અનેક બનાવો સામે આવ્યા છે. હવે સુરતના વધુ એક યુવકે આપઘાત (Suicide) કરી લીધાનો કેસ સામે આવ્યો છે. સુરતના સચિન ખાતે રહેતા યુવકની એક અઠવાડિયા પહેલા નોકરી છૂટી જતા મકાન માટે લેવામાં આવેલી હોમ લોન (Home Loan)ના હપ્તા નહીં ભરી શકાય તેની ચિંતામાં યુવકે આપઘાત કરી લીધો છે. યુવકે આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

મૂળ ઉત્તર પ્રદેશના અને સુરતના સચિન વિસ્તરાના સુડા સેક્ટરમાં આવેલી સાંઈ રેસિડન્સી ખાતે પરિવાર સાથે રહેતા સંજયસિંગે ગતરોજ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાને પગલે પાડોશી દોડી આવ્યા હતા અને આ અંગેની જાણકરી પોલીસને આવી હતી.

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. કોરોના મહામારીને લઇને મોટાભાગના વેપાર-ઉધોગ બંધ છે અથવા તો મંદીની ઝપેટમાં આવી જતા બંધ કરવાનો વારો આવ્યો છે ત્યારે સંજયસિંગ પલસાણા વિસ્તારમાં આવેલી ડાઈંગ મિલમાં નોકરી કરતો હતો.

આ પણ વાંચો : ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય થતા તમામ જિલ્લામાં વરસાદની આગાહી

વીડિયો જુઓ : વરસાદને પગલે ગાડી પાણીમાં ફસાઈ
કોરોના મહામારીને લઇને મિલ બંધ થઈ જતા તે છેલ્લા એક અઠવાડિયાથી બેકાર બન્યો હતો. સંજય પોતે જે મકાનમાં રહેતો હતો તે મકાન હોમ લોન પર લીધું હોવાથી હપ્તો કેવી રીતે ભરાશે તેની સતત ચિંતામાં રહેતો હતો. આ જ કારણે તે માનસિક તાણ અનુભવી રહ્યો હતો. જે બાદમાં તેણે આવેશમાં આવીને આપઘાત કરી લીધો હતો.
First published: July 6, 2020, 10:38 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading