સુરત : શોપિંગ સેન્ટરના ચોથા માળેથી કૂદીને યુવકનો આપઘાત, ઘટના CCTVમાં કેદ

News18 Gujarati
Updated: September 7, 2019, 12:43 PM IST
સુરત : શોપિંગ સેન્ટરના ચોથા માળેથી કૂદીને યુવકનો આપઘાત, ઘટના CCTVમાં કેદ
સીસીટીવી

વરાછા યોગી ચોક વિસ્તારનાં સિલ્વર બિઝનેસ હબના શોપિંગ સેન્ટર પરથી યુવક નીચે કૂદી ગયો.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : વરાછા વિસ્તારમાં યોગીચોકથી આગળ સીમાડા બાપા સીતારામ બીઆરટીએસ પાસે આવેલા શોપિંગ સેન્ટરના ચોથા માળેથી કૂદીને યુવકે આપઘાત કરી લીધો છે. 22થી 25 વર્ષના અજાણ્યા ઈસમે સિલ્વર બિઝનેસ હબ શોપિંગ સેન્ટરના ચોથા માળેથી કૂદ્યો હતો તે ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.

સવારના સમયે શોપિંગ સેન્ટર ખાતે સાફ-સફાઈ ચાલી રહી હતી ત્યારે અને લોકોની ઓછી અવરજવર હતી ત્યારે જ વ્યક્તિ નીચે કૂદી ગયો હતો. યુવકે શા માટે આપઘાત કર્યો હતો તે જાણવા મળ્યું નથી.

દુર્ઘટના અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, અંદાજે 22થી 25 વર્ષની વયનો લાગતો આ યુવક તેમના શોપિંગ સેન્ટરનો નથી. તેમજ આ યુવક આપઘાત કરવાના ઈરાદેથી આવ્યો હતો અને ચોથા માળેથી કૂદી ગયો હતો. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધીને અજાણ્યા ઈસમની ઓળખ માટેના પ્રયાસો હાથ ધર્યા છે. મૃતદેહને પીએમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.બનાવ સવારે 9 વાગીને 35 મિનિટે બન્યો હતો. યુવક નીચે કૂદ્યો ત્યારે નજીકમાં એક છોકરી પસાર થઈ રહી હતી. યુવક નીચે પટકાતા જ શોપિંગ સેન્ટરના લોકો દોડી આવ્યા હતા.
First published: September 7, 2019
વધુ વાંચો
अगली ख़बर