સુરત : છેતરપિંડીથી 117 કરોડ રૂ.ની લોન લેનારની ધરપકડ

News18 Gujarati
Updated: November 16, 2019, 2:13 PM IST
સુરત : છેતરપિંડીથી 117 કરોડ રૂ.ની લોન લેનારની ધરપકડ
જગદીશ બોદરાની ફાઇલ તસવીર

ગાંધીનગર સીઆઈડી ક્રાઈમને ગતરોજ મોટી સફળતા મળી છે.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : શહેરમાં (Surat) ગાંધીનગરની સીઆઈડી ક્રાઇમે (Gandhinagar CID crime) 117 કરોડની લોન લઇને બેન્ક સાથે કૌભાંડ કરનાર મુખ્ય સૂત્રધાર જગદીશ બોદરાને સીમાડા નાકા પાસે વેસ્ટન પ્લાઝા પાસેથી દબોચી લીધો હતો.

ગાંધીનગર સીઆઈડી ક્રાઈમને ગતરોજ મોટી સફળતા મળી છે. સુરતની રિંગરોડની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ઉધનાની બેંક ઓફ બરોડા અને ઘોડદોડ રોડ શાખાની બેંક ઓફ ઈન્ડિયામાંથી ખોટા દસ્તાવેજ ઊભા કરી રાજ ઇન્ટરનેશનલનાં નામે 117 કરોડની લોન લીધી હતી. કરોડોની લોન લીધા પછી જગદીશ બોદરાએ બેંકમાં લોન ભરપાઈ કરી ન હતી. ઉપરથી લોનમાં મુકેલા દસ્તાવેજોની બેંક અધિકારીએ તપાસ કરાવી હતી. જેમાં જે ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા તે દસ્તાવેજો આર.જે સ્કેવરલીંગના ડાયરેકટર જયેશ મિસ્ત્રીની કંપનીના હતા. જયેશ મિસ્ત્રીને તેની કંપનીના બોગસ દસ્તાવેજો જગદીશ બોદરાએ બનાવ્યા હોવાની વાતથી અજાણ હતા. જેથી જયેશ મિસ્ત્રીએ 2016માં કતારગામ પોલીસમાં ફરિયાદ આપી હતી. જેના આધારે જગદીશ બોદરા સામે ચીટીંગનો ગુનો નોંધાયો હતો.

આ પણ વાંચો : અમદાવાદનાં નિત્યાનંદ આશ્રમમાં નવો વળાંક, યુવતીએ પરિવાર સાથે જવાની ના પાડી?

ત્યાર બાદ પોલીસ આરોપી જગદીશ બોધરાને ઝડપી પાડવા અનેક વખત પ્રયાસ કાર્યા હતા. પરંતુ તે પોલીસનાં હાથે લાગતો ન હતો. જોકે, આ લોન તેના ભાગીદારોની જાણ બહાર લીધી હતી. છેલ્લા ચાર વર્ષથી જગદીશ બોદરા નાસતો ફરતો હતો. જગદીશ બોદરાએ ફોરેન બિલમાં ડિસ્કાઉન્ટનાં નામે લોન લઈને બોગસ દસ્તાવેજો બનાવી 117 કરોડોની ચીટીંગ કરી હતી. તેને લઈને સીઆઇડી ક્રાઇમ ટીમ સતત તેની તપાસમાં હતી. ત્યારે બાતમી મળી હતી કે, આરોપી સીમાડા નાકા પર આવેલી વેસ્ટન પ્લાઝા આવાનો હતો. આ બતનીમાં આધારે ગતરોજ ગાંડીનગર ટીમ આવીને આ આરોપીની ધરપકડ કરી હતી. આજરોજ કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી વધુ તપાસ કરશે
First published: November 16, 2019, 2:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading