સુરત: યુવતીની મશ્કરી કરી તેના ભાઈ પર દાદુ, દોધીયો અને ગણીયાએ ચપ્પુથી કર્યો હુમલો

સુરત: યુવતીની મશ્કરી કરી તેના ભાઈ પર દાદુ, દોધીયો અને ગણીયાએ ચપ્પુથી કર્યો હુમલો
પ્રતિકાત્મક તસવીર

દારૂના નશામાં ચકચૂર યુવાનોએ ઠપકો આપવા આવેલા યુવાન પર ચપ્પુ વડે હુમલો કરી તેને ગંભીર ઇજા પહોંચાડી હતી.

  • Share this:
સુરત: શહેરમાં હત્યા અને હુમલાના બનાવો સતત વધી રહ્યા છે. શહેરમાં ગુનેગારોને જાણે પોલીસ કે અન્ય કોઈને ડર જ ન રહ્યો હોય તેમ સતત હત્યા (Surat Murder Cases)ના બનાવો સામે આવી રહ્યા છે. અહીં છાશવારે હથિયારથી હુમલાઓ કરવામાં આવે છે. સુરતના લિંબાયત (Surat Limbayat Area) વિસ્તારમાં દરરોજ હત્યા કે હત્યાના પ્રયાસના બનાવો બનતા હોય છે. ત્યારે વધુ એક આવો બનાવ બન્યો છે. ગતરોજ એક યુવાન પર ત્રણ લોકોએ જીવલેણ હુમલો (Attack) કર્યો હતો. પોતાની બહેનની મસ્કરી બાબતે ઠપકો આપવા જતા દારૂના નાશમાં રહેલા ત્રણ યુવાનોએ યુવક પર ચપ્પાથી હુમલો કર્યો હતો. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.

સુરત આમ તો ગુજરાત રાજ્યનનું આર્થિક પાટનગર બની રહ્યું છે. તેવામાં આ શહેરમાં સતત ગુનાખોરી પણ વધી રહી છે. દરરોજ સુરતમાં હત્યા અને હત્યાના પ્રયાસની ઘટનાઓ સામે આવતી રહે છે. તેમાં પણ લિંબાયત વિસ્તારમાં સૌથી વધુ આવી ઘટના બનતી હોય છે. આવી વધુ એક પોલીસ ચોપડે નોંધાઇ છે.આ પણ વાંચો:

સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા આંબેડકરનગરમાં રહેતા અમન અનિસ અન્સારી માર્કેટમાં સાડી કટિંગનું કામ કરે છે.  ગતરોજ પોતાની નોકરી પુરી કર્યા બાદ તે ઘરે પહોંચ્યો હતો. આ સમયે તેની બહેને પડોશમાં રહેલા દાદુ, દોધીયો અને ગણીયો પજવતા હોવાની ફરિયાદ કરી હતી.

આ પણ જુઓ-

જે બાદમાં આવેશમાં આવેલો ભાઈ પાડોશી યુવાનોને ઠપકો આપવા પહોંચી ગયો હતો. અને આ યુવાનોને ઠપકો પણ અપ્યો હતો. જોકે, દારૂના નશામાં ચકચૂર આ યુવાનોએ ઠપકો આપવા આવેલા યુવાન પર ચપ્પુ વડે હુમલો કરી તેને ગંભીર ઇજા પહોંચાડી હતી. જે બાદમાં ત્રણેય ત્યાંથી ભાગી ગયા હતા. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવમાં આવ્યો હતો. બનાવ અંગેની જાણકારી મળતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ મામલે પોલીસે ગુનો નોંધીને ત્રણેય યુવકની શોધોખોળ શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:November 12, 2020, 10:45 am

ટૉપ ન્યૂઝ