સુરત : ટી-શર્ટની સાઇઝ ચેક કરવાના બહાને 10 વર્ષની બાળકી સાથે છેડછાડ, નરાધમ પકડાયો


Updated: December 14, 2019, 9:37 AM IST
સુરત : ટી-શર્ટની સાઇઝ ચેક કરવાના બહાને 10 વર્ષની બાળકી સાથે છેડછાડ, નરાધમ પકડાયો
પ્રતિકાત્મક તસવીર

પોતાની સાથે થયેલી અશ્લીલ હરકત બાદ ડરી ગયેલી બાળાએ સમગ્ર વિગત ઘરે જઇ રડતાં-રડતાં પોતાની માતાને કહી હતી.

  • Share this:
સુરત : શહેરના ગોપીપુરા વિસ્તારમાં પોતાની દીકરીની ઉંમરની બાળા સાથે શારીરિક છેડછાડ કરનાર યુવાનને પોલીસે ઝડપી પડ્યો છે. પોતાની દીકરીને ટી-શર્ટ ગિફ્ટની સાઇઝ લેવાનું કહીને નરાધમે માસૂમ સાથે શારીરિક છેડછાડ કરી હતી. આ મામલે પાડોશી મહિલાનું ધ્યાન જતાં તેણે બૂમાબૂમ કરી મૂકી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

સુરતના ગોપીપુરા વિસ્તારમાં રહેતા મધ્યમ વર્ગીય પરિવારની ધોરણ-5માં અભ્યાસ કરતી 10 વર્ષની માસૂમ બાળા સાથે બે દિવસ અગાઉ છેડછાડની ઘટના બની હતી.

બાળા પોતાના ઘર નજીક આવેલી બેકરીમાં બિસ્કિટ લેવા ગઈ હતી. ત્યાંથી પરત ફરતી વખતે એપાર્ટમેન્ટના દાદર પર બિલ્ડિગમાં જ રહેતા એક યુવાને બાળાને અટકાવી હતી. યુવાને માસૂમને કહ્યું હતું કે, મારે તારી ઊંમરની દીકરી છે અને મારે તેને ટી-શર્ટ ગિફ્ટમાં આપવી છે. આ માટે મારે તારી સાઈઝ લેવી છે.

આવું કહીને યુવકે સાઇઝ ચેક કરવાના બહાને બાળકીની છાતી અને પેટના ભાગે અયોગ્ય રીતે સ્પર્શ કરીને તેની સાથે અશ્લીલ હરકતો કરી હતી. આ દરમિયાન સદનસિબે પાડોશી મહિલાની નજર પડતા તેમણે બૂમાબૂમ કરી મૂકી હતી. જે બાદમાં નરાધમ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

પોતાની સાથે થયેલી અશ્લીલ હરકત બાદ ડરી ગયેલી બાળાએ સમગ્ર વિગત ઘરે જઇ રડતાં-રડતાં પોતાની માતાને કહી હતી. જે બાદમાં આ મામલો અઠવાલાઇન્સ પોલીસ મથકમાં પહોંચ્યો હતો. પોલીસે ઘર નજીક મંદિરના સીસીટીવીના ફૂટેજ ચેક કરતા તેમાં એક યુવાન નજરે પડ્યો હતો. જેના આધારે તપાસ હાથ ધરી પોલીસે નરાધમ હુઝેફા મોહમમ્દ રફીક બટલરને ઝડપી પડ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
First published: December 14, 2019, 9:35 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading