સુરત : સિવિલમાં ફરજ બજાવતા મહિલા ડૉક્ટર સાથે ગેરવર્તન બદલ પાડોશીની ધરપકડ


Updated: April 6, 2020, 2:47 PM IST
સુરત : સિવિલમાં ફરજ બજાવતા મહિલા ડૉક્ટર સાથે ગેરવર્તન બદલ પાડોશીની ધરપકડ
તસવીરમાં મહિલા ડૉક્ટર અને આરોપી પાડોશી.

'સિવિલ હૉસ્પિટલમાં ફરજ બજાવો છો તો કોરોના તો નથી થયો ને?' સુરતમાં મહિલા તબીબ સાથે ગેરવર્તન કરનાર પાડોશીની ધરપકડ.

  • Share this:
સુરત : હાલ રાજ્ય અને દેશમાં કોરોના (Coronavirus)નું સંકટ વધ્યું છે. આ સમયે તબીબો (Doctors) પોતાનો જીવ જોખમમાં મૂકીને દર્દી (Corona Patients)ઓની સારવાર કરી રહ્યા છે. આ સમયે સુરત સિવિલ હૉસ્પિટલ (Surat Civil Hospital)માં ફરજ બજાવતા એક મહિલા તબીબ (Woman Doctor) સાથે તેના પાડોશીએ મારામારી કરીને દુર્વ્યવહાર (Misbehavior) કર્યાનો કેસ સામે આવ્યો છે. આ અંગે વીડિયો સોશિયલ મીડિયા (Social Media)માં વાયરલ થતાં પોલીસે (Police) મહિલા તબીબના પાડોશીની ધરપકડ  (Arrest)કરી છે. વાયરલ વીડિયોમાં પાડોશી મહિલાને ગાળો ભાંડતો નજરે પડી રહ્યો છે. એક મહિલા તબીબ જ્યારે પોતાનો અને તેના પરીવારના સભ્યનો જીવ જોખમમાં મૂકી લોકોની સેવા માટે ખડેપગે છે ત્યારે તેમની સાથે આવા વર્તનની ચારેતરફ ટીકા થઈ રહી છે.

સુરતના અડાજણ વિસ્તારમાં સંજીવકુમાર ઓડિટોરિયમની બાજુમાં રાજહંસ વ્યૂમાં રહેતી નવી સિવિલની મહિલા ડૉકટર સંજીવની પાનીગ્રહીને તેના પાડોશી ચેતન મહેતાએ "તમે હૉસ્પિટલમાં નોકરી કરો છો તો કોરોના તો નથી થયો ને" કહીને શનિવારે ધમકાવ્યા હતા. રવિવારે સાંજે ચેતન મહેતાના પત્ની ફ્લેટ પાસેથી પસાર થતા હતા ત્યારે મહિલા ડૉક્ટરનો પાળતું કૂતરો ભસવા લાગ્યો હતો. જે બાબતે ચેતન મહેતાના પત્નીએ બૂમાબૂમ કરીને ડૉક્ટર સાથે ઝઘડો કર્યો હતો.ડૉક્ટરે વીડિયો ઉતાર્યો

બે મહિલાઓ વચ્ચે મગજમારી દરમિયાન ચેતન મહેતા ત્યાં આવી ગયો હતો અને તેણે પણ મહિલા ડૉક્ટર સાથે ઝઘડો કર્યો હતો. આ દરમિયાન મહિલા ડૉક્ટરે આ અંગેનો વીડિયો પોતાના મોબાઇલમાં ઉતારી લીધો હતો. જે બાદમાં મહિલા ડૉક્ટરે ધારાસભ્ય હર્ષ સંઘવીને જાણ કરી હતી. જે બાદમાં અડાજણ પોલીસ મહિલાના ઘરે દોડી આવી હતી. અડાજણ પોલીસે ડૉકટરની ફરિયાદ લઈ ચેતન મહેતાની સામે અટકાયતી પગલા લીધા હતા. જોકે, આ જ પ્રમાણે શહેરમાં એક શિક્ષક અને નર્સને પણ પરેશાન કરવામાં આવી હોવાની ફરિયાદ સુરત પોલીસને મળી ચુકી છે. આ તમામ કેસમાં પોલીસે કે દાખલ કરીને કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો : વીમા કંપનીઓ Covid 19ને કારણે મોતના કેસમાં ક્લેઇમ રિજેક્ટ નહીં કરી શકે 

કૂતરાને લઈને ઝઘડો થયાનો દાવો

ચેતન મહેતાની ધરપકડ બાદ તેની પત્નીએ દાવો કર્યો છે કે કૂતરાને લઈ થયેલા ઝઘડાને ડૉક્ટર કોરોના વાયરસ સુધી લઈ ગયા છે. 25મી માર્ચના રોજ થયેલા ઝઘડા બાદ ફરી ડૉક્ટરના કૂતરાએ તેમના પર હુમલો કરતા તેમણે બૂમાબૂમ કરી હતી અને તેમના પતિ દોડી આવ્યા હતા. મહિલાએ જણાવ્યું હતું કે, "મારા પતિએ પાડોશી ડૉક્ટરને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ડૉક્ટરે આખી વાતને કોરોના વાયરસ સાથે જોડી દીધી હતી. ડોક્ટર સાથે ગેરવર્તન અને મારવાનો પ્રયાસ કરવાની વાત સાવ ખોટી છે. ડૉક્ટરે સહાનુભૂતિ માટે કોરોના વાયરની વાત જોડી દીધી છે. અમારા આખા કોમ્પ્લેક્સમાં કોઈને પણ ડૉક્ટર સાથે કોઈ વાંધો નથી."
First published: April 6, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading