સુરત: રેપ્યુડેટ કંપનીમાં નોકરીનાં બહાને ૨૩ લોકો સાથે ઠગાઇ કરનારા ઝડપાયા, આ રીતે લગાવતા હતા ચૂનો


Updated: August 11, 2020, 2:32 PM IST
સુરત: રેપ્યુડેટ કંપનીમાં નોકરીનાં બહાને ૨૩ લોકો સાથે ઠગાઇ કરનારા ઝડપાયા, આ રીતે લગાવતા હતા ચૂનો
ભોગ બનેલા યુવકોઍ તપાસ કરતા આયસા ખાતુનનું સાચુ નામે પ્રિ­યંકા સન્યાસી છે અને તે ઉધનામાં સીલીકોન શોપર્સમાં આવેલ પરફેક્ટ નોકરી ડોટકોમના માલીક શ્રમણ બંસલને ત્યાં નોકરી કરે છે.  

ભોગ બનેલા યુવકોઍ તપાસ કરતા આયસા ખાતુનનું સાચુ નામે પ્રિ­યંકા સન્યાસી છે અને તે ઉધનામાં સીલીકોન શોપર્સમાં આવેલ પરફેક્ટ નોકરી ડોટકોમના માલીક શ્રમણ બંસલને ત્યાં નોકરી કરે છે.  

  • Share this:
સુરતના મજુરાગેટ સ્વામીનારાયણ કોમ્પ્લેક્ષમાં હિન્દુસ્તાન કોન્ટ્રાકટર ઍજન્સીની નામે નામાકિંત કંપનીમાં નોકરી અપાવાને બહાને સુરત સહિત આજુબાજુના જિલ્લાના ૨૩ જેટલા નોકરી ઈચ્છુક યુવકો પાસેથી કુલ રૂપિયા ૭.૮૯ લાખ પડાવી લીધા બાદ ઓફિસને તાળામારી રફુચક્કર થઈ ગયેલા મહિલા સહિત બે સામે પોલીસમાં ફરિયાદ નોધાઈ હતી. આ ઘટનામાં પોલીસે ગણતરીના દિવસોમાં જ બંને ઠગબાજોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરતના મજુરાગેટ સ્વામીનારાયણ કોમ્પ્લેક્ષમાં ચોથા માળે આવેલી હિન્દુસ્તાન કોન્ટ્રાકટર ઍજન્સીના નામે ઓફિસ ધરાવતા આયશા ખાતુન દ્વારા રિલાયન્સ અને ઓઍનજીસી કંપનીમાં નોકરી અપાવાની જાહેરાત પેપરમાં આપી હતી જેના આધારે સુરત સહિત આજુબાજુના જિલ્લાના અનેક નોકરી ઈચ્છુકોએ સંપર્ક કર્યો હતો.આયશા ખાતુને તમામ પાસે પહેલા ફોર્મ પેટે રૂપિયા ૫૦૦ લીધા હતા અને ત્યારબાદ પોસ્ટ પ્રમાણે ૪૦ ટકા રકમ લીધી હતી. આયશા ખાતુને તમામને ૪થી ઓગસ્ટના રોજ નોકરીનો ઓફર લેટર લેવા માટે બોલાવ્યા હતા. જેથી ડિંડોલી નંદનવન ટાઉનશીપમાં રહેતા સંદીપ હિંતમ ઉદાણી સહિત ૨૩ જેટલા લોકો ઓફિસે પહોચ્યા હતા. પરંતુ ઓફિસને તાળુ જાઈ તપાસ કરતા તેમની સાથે ચીટીંગ થયું હોવાનુ બહાર આવ્યું હતુ.ભોગ બનેલા પૈકી સંદીપના ૪૦,૫૦૦ જયારે બાકીના લોકોના ૭,૪૮,૫૦૦ મળી કુલ રૂપિયા ૭,૮૯,૦૦૦ની ચીટીંગ થઈ હતી. સંદીપ સહિતના ભોગ બનેલા યુવકોઍ તપાસ કરતા આયસા ખાતુનનું સાચુ નામે પ્રિ­યંકા સન્યાસી છે અને તે ઉધનામાં સીલીકોન શોપર્સમાં આવેલ પરફેક્ટ નોકરી ડોટકોમના માલીક શ્રમણ બંસલને ત્યાં નોકરી કરે છે.આ પણ વાંચો - અત્યાર સુધી ગુજરાતમાં 57 ટકા વરસાદ, જન્માષ્ટમી અને નોમમા ભારે વરસાદની આગાહી

આ પણ જુઓ - 

શ્રવણ બંસલે પેપરમાં નોકરીની જાહેરાત આપી મજુરાગેટ સ્વામીનારાયણ કોમ્પ્લેક્ષમાં હિન્દુસ્તાન કોન્ટ્રાકટ એજન્સીના નામે ડમી ઓફિસ શરુ કરી પ્રિ­યંકા સન્યાસીને આયશા ખાતુનના નામે બેસાડી હતી સાથે ચાર છોકરીઓને નોકરી પર રાખી હતી. બનાવ અંગે પોલીસે સંદીપ ઉદાણીની ફરિયાદ લઈ આશયા ખાતુન અને શ્રવણ બંસલ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે ગણતરીના દિવસોમાં જ રફુ ચક્કર થઇ ગયેલા બંને ઠગબાજોને ઝડપી પાડી તેને અન્ય કેટલા લોકો પાસે આ રીતે રૂપિયા પડાવ્યા છે તે અંગેની પૂછપરછ હાથ ધરી છે.

આ પણ વાંચો - મચ્છુ જળ હોનારતને થયા 41 વર્ષ, આજે પણ તેની સ્મૃતિ કાળજુ કંપાવી દે છે
Published by: Kaushal Pancholi
First published: August 11, 2020, 2:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading