Home /News /south-gujarat /

સુરત: 'એકાંત' માણવામાં બાધારૂપ બનતા પિતા પાંચ વર્ષના બાળકને બસ સ્ટોપ પર મૂકી આવ્યો, અપહરણની ફરિયાદ આપી

સુરત: 'એકાંત' માણવામાં બાધારૂપ બનતા પિતા પાંચ વર્ષના બાળકને બસ સ્ટોપ પર મૂકી આવ્યો, અપહરણની ફરિયાદ આપી

પ્રતિકાત્મક તસવીર

પત્ની કામ પર ગઈ હતી ત્યારે બાળકને જો ક્યાંક મૂકી દેવામાં આવે તો પતિ અને પત્ની વચ્ચે ઝઘડા ન થાય તેવું માનીને પતિ બાળકને લઈને સુરતના બસ સ્ટોપ ખાતે મૂકી આવ્યો હતો.

સુરત: શહેર (Surat City)માં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં ખુદ સગા પિતાએ બાળકની હરકતોને લઈને પતિ-પત્ની (Husband Wife) વચ્ચે ઝઘડો થતાં પાંચ વર્ષના બાળકને સુરતના સેન્ટ્રલ બસ સ્ટેન્ડ (Surat Central Bus Tand)પર એકલું મૂકી દીધું હતું. જે બાદમાં બાળકનું અપહરણ (Surat Child Kidnapping) થયાનું નાટક કરીને પોલીસમાં જાણ કરી હતી. પિતાની ફરિયાદ બાદ પોલીસ દોડતી થઈ હતી અને 12 કલાકની મહેનત બાદ બાળકને શોધી કાઢ્યું હતું. આ મામલે પોલીસે પિતાની ધરપકડ કરીને તેની સામે કાયદેશરની કાર્યવાહી કરી છે. એવી પણ માહિતી મળી છે કે બાળકને કારણે પતિ-પત્ની 'એકાંત' માણી શકતા ન હતા અને બંને વચ્ચે ઝઘડા થતા હતા.

મળતી માહિતી પ્રમાણે સુરતના સચિન વિસ્તારમાં આવેલા અલી ગામ ખાતે રહેતા અને અને કારખાનામાં મજૂરી કામ કરતા દંપતી વચ્ચે બાળકની હરકતોને લઈને અનેક વખત ઝગડા થતા હતા. એવી પણ માહિતી મળી છે કે બાળકને કારણે પતિ અને પત્ની એકલા સમય વ્યતિત કરી શકતા ન હતા. લૉકડાઉન દરમિયાન આ સમસ્યા ખૂબ વધી હતી. જે બાદમાં મહિલાના પતિએ બાળકને ક્યાંક મૂકી દેવામાં આવે તો સમસ્યાનું સમાધાન આવી જાય તેવું માની લીધું હતું.

આ પણ વાંચો: Airtel ગ્રાહકો માટે સારા સમાચાર! 399 રૂપિયાના પ્લાનમાં 40GB ડેટાની સાથે મળશે આ ફાયદા

પત્ની કામ પર ગઈ હતી ત્યારે બાળકને જો ક્યાંક મૂકી દેવામાં આવે તો પતિ અને પત્ની વચ્ચે ઝઘડા ન થાય તેવું માનીને પતિ બાળકને લઈને સુરતના બસ સ્ટોપ ખાતે મૂકી આવ્યો હતો. જે બાદમાં પોતાના ગામ નજીક બાળકની શોધખોળ કરવાનું નાટક રચ્યું હતું. ત્યાર બાદ પત્ની કામ પરથી પરત આવતા બંને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને બાળકના અપહરણની ફરિયાદ આપી હતી.

બાળકના અપહરણ મામલે પોલીસે ગાંભીરતા રાખી તપાસ શરૂ કરી હતી. જોકે, બાળકના પિતાએ બાળક બે વાગ્યે ગુમ થયાનું કહ્યું હતું, જ્યારે તેમના પાડોશીઓએ પોલીસને બાળક બાર વાગ્યા ગુમ થયાનું જણાવતા પોલીસે આ કેસમાં શંકા પડી હતી. જે બાદમાં સમગ્ર વિસ્તામાં લાગેલા સીસીટીવી ચેક કરતા બાળક તેના પિતા સાથે જ જતું જોવા મળ્યું હતું. બીજી બાજુ બાળક મળી આવતા રેલવે પોલીસે બાળકને કતારગામ બાદ આશ્રમમાં મોકલી આપ્યું હતું.

શોધખોળ બાદ બાળક મળી આવતા બાળકના પિતાની પોલીસે પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન પિતાએ કબૂલી લીધું હતું કે તે પોતે જ બાળકને બસ સ્ટોપ પર મૂકી આવ્યો હતો. જે બાદમાં પોલીસે બાળકના પિતાની ધરપકડ કરીને તેની સામે કાયદેસરનીકાર્યવાહી શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Child, Husband, Wife, ગુનો, પોલીસ, સુરત

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन