સુરતઃ 'મારા ભાગના રૂ. 50 હજાર કેમ આપતો નથી', મામા પરિવારે ભાણેજ ઉપર કર્યો હુમલો

સુરતઃ 'મારા ભાગના રૂ. 50 હજાર કેમ આપતો નથી', મામા પરિવારે ભાણેજ ઉપર કર્યો હુમલો
પ્રતિકાત્મક તસવીર

ભાવીન મામા જીવરાજ સાથે પૈસા બાબતે વાત કરતો હતો તે વખતે દિપીકા વચ્ચે આવી તું મારા પપ્પાના ભાગે આવતા પૌસા આપી દે કહેવા લાગી હતી.

  • Share this:
સુરતઃ સુરત શહેરના સૈયદપુરા રાણીતળાવમાં રહેતા અને કપડાની દુકાનમાં સેલ્સમેનની નોકરી (Salesman job) કરતા યુવકને ગઈકાલે ગુરુવારે બપોરે ઘરની બહાર તેના મામા સહિતના પરિવારે ઉભો રાખી તેના ભાઈ ઉપર થયેલા હુમલાના કેસમાં (attack) ઍટ્રોસીટી (Atrocity) દાખલ થતા સરકાર તરફથી તેને દવાના સહાય માટે પૈસા આપવામાં આવ્યા હતા તે પૈસામાંથી મારા ભાગના 50 હજાર કેમ આપતો નથી હોવાનુ કહી હુમલો કર્યો હતો.

સુરતના  સૈયદપુરા રાણીતળાવ કુંભારવાડા શાક માર્કેટ  પાસે રહેતા 19 વર્ષીય ભાવીન હરીશભાઈ કંટારીયા ચૌટાબજારમાં ઍમ.ઍસ. કલેકશન નામની કપડાની દુકાનમાં સેલ્સમેન તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ભાવીન ગઈકાલે બપોરે સાડા બારેક વાગ્યે નોકરી પર જવા માટે ઘરેથી નિકળ્યો હતો.ત્યારે ઘરની બહાર ઉભેલા તેના મામા જીવરાજ ખીમજી વાંઢેળે તેને ભાવીન બોલાવી તારા ભાઈ મિતેષ ઉપર હુમલો થયો તે કેસમાં ઍટ્રોસીટી દાખલ થઈ હતી તેમાં સરકાર તરફથી તારા ભાઈ મિતેશને દવાની સહાય માટે મળેલ પૈસામાંથી તું મને મારા ભાગના 50 હજાર કેમ આપતો નથી મારે સાહેબને રૂપિયા આપવાના છે હોવાનું કહ્યું હતું. જેથી ભાવીને મામાને મારા ભાઈની દવામાં ખર્ચે વધારે થયો છે.

આ પણ વાંચોઃ-કચ્છઃ ગુજસીટોકના આરોપી નિખિલ દોંગાને પોલીસે ફરી દબોચી લીધો, 4 અધિકારી અને કર્મચારી સસ્પેન્ડ

આ પણ વાંચોઃ-કચ્છઃ ગુજસીટોકના આરોપી નિખિલ દોંગાને પોલીસે ફરી દબોચી લીધો, 4 અધિકારી અને કર્મચારી સસ્પેન્ડ

જેથી મારાથી હાલ 50 હજાર રૂપિયા અપાશે નહી હોવાનુ કકહેતા જીવરાજ ઉશ્કેરાયો હતો અને ગાળાગાળી કરવા વાગ્યો હતો તે દરમિયાન મામી ગીતાબેન જીવરાજ, સુમીત જીવરાજ, દિપીકા સતીષ સોલંકી, મંજુલા સુમીત, નેહા જીવરાજ ઘરની બહાર દોડી આવી ગયા હતા.

આ પણ વાંચોઃ-સુરેન્દ્રનગરઃ માતાએ પ્રેમી સાથે મળીને સગીર પુત્રીની કરી હતી હત્યા, કોર્ટે બંનેને ફટકારી ફાંસીની સજા, શું હતી આખી ઘટના?

આ પણ વાંચોઃ-રાજકોટઃ વ્યાજના વિષ ચક્રમાં યુવક જબરો ફસાયો, મમ્મીના 20 તોલા દાગીના સામે 10 ટકા વ્યાજે લીધા પૈસા

ભાવીન મામા જીવરાજ સાથે પૈસા બાબતે વાત કરતો હતો તે વખતે દિપીકા વચ્ચે આવી તું મારા પપ્પાના ભાગે આવતા પૌસા આપી દે કહેવા લાગી હતી. અને સુમીતે તમાચો મારી લાકડાના ફટકાથી મારવા દોડ્યો હતો. તે વખતે ભાવીનને નાના મામા નારાણભાઈ બચાવ્યો હતો.તે વખતે સુમીતે બંને ભાઈઓને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી કે હુ તને મારી નહી નાખુ તો મને મારી મેલેડી માની કસમ છે. અને મારી દાદીનું ઘર ખાલી કરી અહીથી જતા રહેવાની ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે ભાવીન કંટારીયાની ફરિયાદ લઈ મામા જીવરાજ વાંઢેળ, મામી ગીતાબેન સહિત છ સામે રાયોટીંગનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Published by:ankit patel
First published:April 03, 2021, 19:53 pm

ટૉપ ન્યૂઝ