સુરતમાં તંત્રની ખુલી પોલ! મનપા કર્મચારીના પુત્રને કોરોના થયા બાદ પણ ક્વૉરન્ટાઇન માટે રજા ન અપાઇ

સુરતમાં તંત્રની ખુલી પોલ! મનપા કર્મચારીના પુત્રને કોરોના થયા બાદ પણ ક્વૉરન્ટાઇન માટે રજા ન અપાઇ
સુરત મહાનગર પાલિકા (ફાઈલ ફોટો)

કર્મચારીના સગા કે સાથીઓને કોરોના થયા બાદ ક્વૉન્ટાઇન માટે રજા અપાતી નહીં હોવાના આક્ષેપ સાથે કર્મચારી મંડળ દ્વારા વિરોધ થઈ રહ્યો છે.

  • Share this:
કોરોના મહામારી વચ્ચે સતત તંત્રની લાલિયાવાળી સામે આવી રહી છે કોરોના સામે જંગ લડી રહેલા સુરત મ્યુનિ.કર્મચારીઓ એક પછી એક સંક્રમણનો શિકાર બની રહ્યાં છે. રવિવારે  વધુ એક કર્મચારીનો જીવ કોરોનાના કારણે ગયો  હતો. કર્મચારીના સગા કે સાથીઓને કોરોના થયા બાદ ક્વૉન્ટાઇન માટે રજા અપાતી નહીં હોવાના આક્ષેપ સાથે કર્મચારી મંડળ દ્વારા વિરોધ થઈ રહ્યો છે.

કોરોના મહામારી વચ્ચે સતત સંક્ર્મણ વધી રહ્યુ છે ત્યારે સુરતની મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં આકારણી વિભાગમાં ફરજ બજાવતાં  પ્રકાશ ખેરને કોરોના પોઝિટિવ આવતા સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં રવિવારે તેમનું મોત થતાં  મહાનગરપાલિકાનો સાતમો કર્મચારી કોરોનાના ખપ્પરમાં હોમાયો છે. જ્યારે 150થી વધુ કર્મચારી કોરોનામાં સપડાયા છે.  મહાનગરપાલિકાના કર્મચારી કે તેમના સગાંને કોરોના થાય તો કર્મચારીને ક્વૉન્ટાઇન કરવાના બદલે ફરજ પર ચાલુ રાખવામાં આવે છે. ત્યારે મહાનગરપાલિકાના તંત્ર કર્મચારીઓની કાળજી લેવામાં નિષ્ફળ સાબિત થયું હોવાનો આક્ષેપ કર્મચારી મંડળના યુનિયને કર્યો છે.આ પણ વાંચો- સુકન્યા સમૃદ્ધિનું ફોર્મ ગાંધીનગરથી પાસ કરાવવાના નામે ઠગાઈ, જાણો કઇ રીતે ચાલતું હતું રેકેટ

હાલમાં જ વેક્સીન વિભાગમાં ફરજ બજાવતાં સેનેટરી સબ ઈન્સ્પેક્ટરના પુત્રને કોરોના થતાં તેમણે ક્વૉરન્ટાઇન થવા માટે રજા માંગી હતી પણ આપવામાં આવી ન હતી. અને હવે તેઓ પણ પોઝિટિવ આવ્યા છે. આમ રજા ન આપવાના કારણે ચેપ અનેક લોકોમાં ફેલાયો છે. આ ઉપરાંત ઉધના ઝોનમાં 6થી વધુ કર્મચારી કોરોના પોઝિટિવ હોવા છતાં પણ આકારણી અને ગુમાસ્તા વિભાગમાં કર્મચારીઓ કામ કરી રહ્યાં છે, તેઓ ભેગા થતાં હોવાથી સંક્રમણ વધુ પ્રસરે તેવી ભીતિ છે.

આ પણ જુઓ - 

આમ મહાનગરપાલિકાના કર્મચારીઓ કોરોના સંક્રમણમાં જીવ ગુમાવી રહ્યાં છે અને સંક્રમણમાં સપડાઈ રહ્યા છે. પરંતુ તંત્ર દ્વારા કર્મચારીઓ માટે ખાસ સુવિધા ઉભી કરવામાં નહીં આવી હોવાથી હવે સુવિધા ઉભી કરવામાં નહીં આવે તો આંદોલન કરવા માટે પણ કર્મચારી મંડળે ચીમકી આપી છે. જોકે ,અત્યાર સુધી તંત્રની લાલિયાવાળી માત્ર સામાન્ય વ્યક્તિ આક્ષેપ કરી રહ્યા હતા. ત્યારે હવે ખુદ મહાનગરપાલિકાના કર્મચારી તંત્રની લાલિયાવાળીના આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે તંત્રની કામગીરી પર અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે. ત્યારે હવે કોરોના કામગીરી કરતા કર્મચારી પણ તંત્ર સામે આંદોલનું શસ્ત્ર આગામી દિવસમાં ઉગામે એવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો- મહીસાગર: બે મહિલા પોલીસ કોન્સ્ટેબલ લેસ્બિયન સંબંધમાં બંધાઇ,પરિવાર સામે પોલીસ રક્ષણ માંગ્યુ
Published by:Kaushal Pancholi
First published:July 27, 2020, 09:12 am