સુરતમાં હુક્કાની મહેફિલ પર દરોડા,ધનાઢ્ય પરિવારના નબીરાઓ ઝડપાયા

VINOD LEUVA | News18 Gujarati
Updated: February 4, 2017, 3:10 PM IST
સુરતમાં હુક્કાની મહેફિલ પર દરોડા,ધનાઢ્ય પરિવારના નબીરાઓ ઝડપાયા
સુરતઃસુરતમાં હુક્કાની મહેફિલ પર દરોડામાં ધનાઢ્ય પરિવારના નબીરાઓ પોલીસના હાથે ઝડપાયા છે.સિટીલાઈટ રોડ પર આલિશાન એપાર્ટમેન્ટમાં હુક્કાની મહેફિલ માણતા હતા ત્યારે પોલીસે 9 શખ્સોની ધરપકડ કરી છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: February 4, 2017, 3:10 PM IST
સુરતઃસુરતમાં હુક્કાની મહેફિલ પર દરોડામાં ધનાઢ્ય પરિવારના નબીરાઓ પોલીસના હાથે ઝડપાયા છે.સિટીલાઈટ રોડ પર આલિશાન એપાર્ટમેન્ટમાં હુક્કાની મહેફિલ માણતા હતા ત્યારે પોલીસે 9 શખ્સોની ધરપકડ કરી છે.

બહારથી દારૂ પીને આવી ફ્લેટમાં હુક્કાની મહેફિલ માણતા હતા.જોરશોરથી સાઉન્ડ વગાડી હુક્કાની મહેફિલ માણતા હતા.અજાણ્યા શખ્સે જાણ કરતા પોલીસે દરોડા પાડી કાર્યવાહી કરી છે.હુક્કાની મહેફિલમાં મુંબઈના ધનાઢ્ય નબીરાઓનો સમાવેશ થાય છે.

સુરતમાં રહેતા અને મુળ ઉત્તર ગુજરાતના અને અરવલ્લી જિલ્લાના વતની રવિ વિજય શાહની બેનના લગ્નનું ફંકશન હતું. આ દરમિયાન રવિ સહિત તેના નવ મિત્રોએ આકાશ અનિલ ગર્ગના આલિશાન બિલ્ડીંગના ફ્લેટ નંબર 1002માં દસમા માળે હુકાની મહેફિલ શરૂ કરી હતી. તેઓ બહારથી દારૂ પીને અહી આવ્યા હતા.

ઝડપી લેવાયેલા નબીરાઓ

રાજ દિપક મહેતા રહે. મુંબઈ
રવિ વિજય શાહ,રામ પાર્ક સોસાયટી
અકુર અશોક કોઠારી, તમિલનાડુ
પલાસ ભરત શાહ, મુંબઈ
ધ્રુવ અરવિંદ શાહ ,સુરત
અક્ષેસ દિલીપ શાહ , સુરત
આયુષ સંજય હડલાલકા, મુંબઈ
આકાશ અનિલ ગર્ગ ફ્લેટ ધારક
અતિત મુકેશ શાહ, મુંબઈ
First published: February 4, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर