Home /News /south-gujarat /સુરત: લૂંટારૂઓએ આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી ચલાવી 3 લાખની લૂંટ

સુરત: લૂંટારૂઓએ આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી ચલાવી 3 લાખની લૂંટ

સુરત:  શહેરમાં લૂંટનો વધુ એક બનાવ બન્યો છે. ગેલેક્સી હોટલ નજીક આંગડીયા પેઢીના કર્મચારી સાથે લૂંટની ઘટના બની છે. બાઇક પર આવેલા લૂંટારૂઓ આંગડીયા પેઢીના લાખો રૂપિયાની લૂંટ કરી ભાગી ગયા છે.

સુરતના મહિધરપુરામાં આવેલી ગેલેક્સી હોટલ નજીક 3 લૂંટારૂઓએ ચાકુની અણીએ લૂંટ ચલાવી હતી. આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી 2 લાખ રૂપિયા રોકડા અને દાગીનાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનામાં આંગડીયા પેઢીનો એક કર્મચારી ઈજાગ્રસ્ત થયો હતો. જેથી તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

જો કે લૂંટની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જેથી પોલીસે સમગ્ર મામલે સીસીટીવી ફુટેજ મેળવીને લૂંટારૂઓને શોધવા માટેની તજવીજ હાથ ધરી છે.
First published:

Tags: Loot, પોલીસ`, સીસીટીવી, સુરત