સુનિતા યાદવનો વધુ એક વીડિયો : એ દિવસે વર્દીમાં ન હોત તો એ લંફગાઓના પ્રાઇવેટ પાર્ટ પણ તોડી નાખતી


Updated: August 7, 2020, 6:01 PM IST
સુનિતા યાદવનો વધુ એક વીડિયો : એ દિવસે વર્દીમાં ન હોત તો એ લંફગાઓના પ્રાઇવેટ પાર્ટ પણ તોડી નાખતી
સુનિતા યાદવ.

સુનિતા યાદવે રાજસ્થાનના જૈસલમેરથી ફેસબુક લાઇવ કર્યું, સુનિતા યાદવે આરોગ્ય મંત્રીને પોતાના દીકરાને કાબૂમાં રાખવાનું કહ્યું.

  • Share this:
સુરત : રાજ્યના આરોગ્ય મંત્રી (Health Minister)ના પુત્ર અને તેના મિત્રો સાથે લૉકડાઉન (Lockdown) દરમિયાન સંઘર્ષમાં ઉતરીને ચર્ચામાં આવેલી લોક રક્ષક (Lok Rakshak) સુનિતા યાદવ (Sunita Yadav) ફરી ચર્ચામાં છે. આ વીડિયોમાં સુનિતા એવું કહી રહી છે કે, એ દિવસે જો હું પોલીસ વર્દીમાં ન હોત તો એ તમામના હાડકાં તોડી નાખતી. સાથે તેણીએ એવો બફાટ કર્યો છે કે તે દિવસે તે લોકો મને દારૂ પીવડાવવાની વાતો કરતા હતા. આ વીડિયોમાં સુનિતા કહી રહી છે કે તેણી રાજસ્થાનના જૈસલમેરમાં છે. આ વીડિયો તેણીએ રાગીણી યાદવ સાથે થયેલા અન્યાયની વાત કરી રહી છે.

...તો હું એ લોકોના હાડકાં ભાંગી નાખતી

ફેસબુક પર 18.40 મિનિટના લાઇવમાં સુનિતા કહી રહી છે કે, એ રાત્રે જ્યારે મેં એ લોકોને અટકાવ્યા હતા ત્યારે એ છ લોકો હતા. સિસ્ટમ અને વર્દીને કારણે હું મજબૂર હતી. જો વર્દીમાં ન હોત તો હું છ નહીં પરંતુ 60થી 70 હોય તો પણ તેમના હાડકાં તોડી શકું છું. મેં એ લોકોને ગાળો ભાંડી ન હતી. એ લોકો મને દારૂ પીવડાવવાની વાતો કરી રહ્યા હતા. એ તમામ લોકો દારૂ પીને આવ્યા હતા અને મને દારૂ પીવડાવવાની વાતો કરતા હતા. જો એ દિવસે હું વર્દીમાં ન હોત તો તેમના હાડકાં ભાંગી નાખતી, ત્યાં સુધી કે તેમના પ્રાઇવેટ પાર્ટ પણ તોડી નાખતી.

આ વીડિયોમાં સુનિતા યાદવ આરોગ્ય મંત્રી કુમારી કાનાણીને ફરીથી નિશાન બનાવે છે. સુનિતા કહી રહી છે કે, આરોગ્ય મંત્રી તેમના દીકરાને કાબૂમાં રાખે. જો આવું નહીં થાય તો તે જેલમાંથી જામીન પર ભલે છૂટ્યો પરંતુ પાછો ત્યાં જ પહોંચી જશે. આ સાથે જ સુનિતા તેણીને ન્યાય ન મળી રહ્યાનો જણાવીને બળાપો કાઢે છે. સાથે જ કહે છે કે તે ઊંઘી પણ નથી શકતી. આંખ બંધ કરે છે ત્યારે તેણીને ભ્રષ્ટ અધિકારીએ દેખાય છે.

રાગીણી યાદવને મદદની અપીલ

આ વીડિયોમાં સુનિતા રાગીણી યાદવ નામની છોકરીને મદદ કરવાની અપી કરી રહી છે. સાથે જ કહે છે કે રાગીણી ઘાયલ શેરની છે. તેને અન્યાય થઈ રહ્યો હોવાથી તેની મદદ કરો. સુનિતા કહે છે કે, "હું પોલીસ વિભાગમાં હોવાથી લડી શકુ છું. મારામાં તાકાત છે. રાગીણીને ખાખી વર્દીમાં રહેલા અમૂક ભ્રષ્ટ લોકો ગાળો આપે છે. મને મદદ કરવા ઈચ્છતા યુપી બિહારના લોકો પોતાની દીકરીની મદદ કરે. અમુક પોલીસવાળા ગદ્દાર છે. જે સરકારની નોકરી કરે છે અને ભ્રષ્ટ નેતાઓની ગુલામી કરે છે. લોકો માટે સિસ્ટમ છે, સિસ્ટમ માટે લોકો નથી. રાગીણીના મર્ડર અને રેપ કરવાની વાત કરે છે તેવા અધિકારીઓને જેલમાં ધકેલી દેવા જોઈએ."
મોદી સાહેબ, દીકરીઓની સુરક્ષા કેમ નથી કરતા?

આગળ સુનિતા કહે છે કે, "મોદી સાહેબ, મંદિર બન્યું એ સારું છે. દીકરીઓની સુરક્ષા કેમ નથી થતી? હવે કોઈ દીકરી સાથે અન્યાય પર થશે તો બળવો કરીશ." સાથે જ સુનિતા મહિલાઓને કહે છે કે, તમારી સાથે કંઈ ખોટું થાય તો રણચંડી બનો, એમાં તમારી કોઈ ઈજ્જત નહીં જાય.
Published by: Vinod Zankhaliya
First published: August 7, 2020, 4:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading