Home /News /south-gujarat /

સુરતઃ live video, બૂટલેગર હેમંત પીધો ઉર્ફે માંજારાએ જાહેરમાં ગુપ્તી વડે કેક કાપી ઉજવ્યો જન્મદિવસ

સુરતઃ live video, બૂટલેગર હેમંત પીધો ઉર્ફે માંજારાએ જાહેરમાં ગુપ્તી વડે કેક કાપી ઉજવ્યો જન્મદિવસ

ઉજવણીનો વીડિયો

સુરતના ભાઠેના વિસ્તારના બૂટલેગર હેમંત પીધો ઉર્ફે માંજારાએ પોતાના મિત્રો સાથે સુરતના ગોડાદરા ખાતે જન્મ દિવસની ઉજાણી કરી હતી.

સુરતઃ શહેરમાં જાણે કાયદાનો ડર લોકોમાં રહ્યો નથી. ત્યારે સુરતના (surat) ભાઠેના વિસ્તારમાં એક બૂટલેગરે (Bootlegger) કોરોના (coronavirus) વચ્ચે જાહેરમાં જન્મ દિવસની ઉજાણી (Birthday celebration) તો કરી પણ જાહેરમાં આતીશ બાજી કરીને નિયમોના ધજાગરા ઉડાવ્યા હતા. જોકે આ બૂટલેગરનો વીડિયો વાયરલ થતાની સાથે સુરતની ગોડાદરા પોલીસે (Godadara police) આ મામલે શરુ કરી કાર્યવાહી

સુરતમાં જાણે આરોપથી લઇને સામાન્ય માણસ પોલીસની અને કાયદાની બીક રહી નથી તેવું લાગે છે. કારણ કે અહીંયા જાહેરમાં જન્મ દિવસની ઉજવવાને લઈને પ્રતિબંધ હોવા છતાંય લોકો જાહેરમાં જન્મ દિવસની ઉજાણી કરતા જોવા મળી છે.

પોલીસ સાથેના પોતાના સંબંધને લઈને પોલીસ કાગળ પર કાર્યવાહી કરી કોઈ કડક પગલાં લેતા નથી. ત્યારે આવા લોકો કાયદાની એસી તેસી કરતા જોવા મળે છે. ત્યારે કોરોના મહામારીમા જાહેરમાં જન્મ દિવસની ઉજવણી ગુપ્તી જેવા ઘાત હથિયાર સાથે કરવામાં આવી હતી. આ સાથે આતીશ બાજી કરીને જન્મ દિવસ ઉજવ્યો હતો.

આ પણ વાંચોઃ-લુખ્ખાઓએ યુવકને દોડી દોડીને ધડાધડ ગોળીઓ વરસાવી, ફિલ્મી સીન જેવો ફાયરિંગનો live video

આ પણ વાંચોઃ-દાહોદઃ 'તું બીજે લગ્ન કરી લે.. મરવું હોય તો મારી જા', પરિણીત યુવકે લગ્નની ના પાડતા યુવતીએ કરી આત્મહત્યા

જન્મ દિવસની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. જોકે આ જન્મ દિવસ અન્યો કોઈ નહી પણ દારૂના વેપર સાથે જોડાયેલા અને પોલીસ સાથે સંબંધ ધરાવતા સુરતના ભાઠેના વિસ્તારના બૂટલેગર હેમંત પીધો ઉર્ફે માંજારાએ પોતાના મિત્રો સાથે સુરતના ગોડાદરા ખાતે જન્મ દિવસની ઉજાણી કરી હતી.

આ પણ વાંચોઃ-જામનગરઃ યુવરાજસિંહ જાડેજાની હત્યાનો live video, પહેલા કારથી મારી ટક્કર પછી છરી વડે કર્યો હુમલો

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પ્લે બોયની ઐયાશીમાં પડ્યો ભંગ! પ્રેમિકાએ પ્રેમીને અન્ય યુવતી સાથે હોટલમાં રંગરેલીયા મનાવતો પકડ્યો

આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં પોલીસ પણ એક સમય માટે ચોંકી ઉઠી હતી. કારણ કે દારૂના વેપારને લઇને પોલીસને બે નંબરની આવક કમાઈને આપતા આ બુટલેગર વિરુદ્દ કોણ પગલાં લેશે.



જોકે વીડિયો વાયરલ થતા જાહેર નામ સાથે કરોના ગાઈડલાઈનના ધજાગરા આ વીડિયોમાં ઉડતા જોતા પોલીસે કાર્યવાહીની વાતો કરી રહી છે. પરંતુ હજી સુધી બૂટલેગરને પકડી શકી નથી. પોલીસની નિષ્ક્રીયતાના કારણએ બૂટલેગરો બેકાબુ બન્યા હોવાનું ચર્ચાઈ રહ્યા છું.
Published by:ankit patel
First published:

Tags: Birthday Celebration, Coronavirus, Guideline, ગુજરાત, વાયરલ વીડિયો, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन