સુરતના લિંબાયત વિસ્તારની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના મામલામાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. ક્રાઈમબ્રાંચની ટીમે પરપ્રાંતિય આરોપી અનિલ યાદવને બિહારના ધનસુરી ગામેથી ઝડપી પાડ્યો છે. હેવાની કૃત્ય આચર્યા બાદ આરોપી ટ્રેન દ્વારા બિહાર ભાગી ગયો હતો. આજે આરોપીને ટ્રેન દ્વારા સુરતલાવવામાં આવશે. જે બાદ તેની સામે આગળની કાર્યવાહી હાથ ધરાશે.
મહત્વનું છે કે શહેરના લિંબાયત વિસ્તારમાંથી ગૂમ થયેલી બાળકીનો મૃતદેહ પાડોશીના ઘરમાંથી મળી આવ્યો હતો, પોલીસે દુષ્કર્મ અને હત્યાનો ભેદ કલાકોમાં ઉકેલી લીધો હતો. પોલીસે બાળકીની હત્યા અને દુષ્કર્મનો આરોપી અનિલ યાદવ પહેલા ફરાર થઇ ગયો હતો. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપીએ દુષ્કર્મ અને હત્યા કરી તે પહેલા ચિક્કાર દારૂ પીધો હતો.
પોલીસે આ ઘટનાનો ભેદ ઉકેલતા પરિવારે સૌથી પહેલા મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. આ ઘટનામાં જે સમાજની દીકરી ભોગ બની છે તે સમાજ દ્રારા કેન્ડલ માર્ચનું પણ આયોજન કરાયું હતુ. પરિવારજનો આરોપીને ફાંસીની સજા મળે તેવી માંગ કરી હતી.
પરિવારજનો પહેલા પોલીસને જણાવ્યું હતું કે આરોપી નહીં પકડાય ત્યાં સુધી અમે મૃતદેહ નહીં સ્વીકારીએ. પરંતુ પોલીસની સમજાવટ પછી પરિવારે મૃતદેહ સ્વીકારીને અંતિમવિધિ કરી હતી.
સુરતના લિંબાયત વિસ્તારની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા મામલે રાજ્ય સરકાર દ્વારા પીડિત બાળકીના પરિવારને 4 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર