સુરત: શહેરી વિસ્તારમાં જોવા મળેલો દીપડો અદાણી પોર્ટના કેમેરામાં જોવા મળતા ફફડાટ

સુરત: શહેરી વિસ્તારમાં જોવા મળેલો દીપડો અદાણી પોર્ટના કેમેરામાં જોવા મળતા ફફડાટ
અદાણી પોર્ટ ખાતે દેખાયેલો દીપડો.

leopard in Hazira: શિયાળાની શરૂઆત થતાની સાથે ખોરાકની શોધમાં દીપડા માનવવસ્તી તરફ નીકળી પડતા હોય છે. અત્યાર સુધી ગ્રામ્ય વિસ્તારમાં અથવા તો શહેરના છેવાડે દેખાતા દીપડા હવે શહેરી વિસ્તારમાં દેખાવા લાગ્યા છે.

  • Share this:
સુરત: સુરતમાં ફરી દીપડા (leopard)એ દેખા દેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે, સાથે જ તંત્ર પણ દોડતું થયું છે. સુરતના હજીરા (Hazira) વિસ્તારમાં સતત દેખા દીધા બાદ અચાનક ગાયબ થઈ ગયા બાદ દીપડો રવિવારે રાત્રિના સમયે અદાણી કંપનીમાં જોવા મળ્યો હતો. જોકે, થોડીવારમાં જ ત્યાંથી દીપડો ફરી નજીકના ગાઢ જંગલમાં ચાલ્યો ગયો હોવાનું જાણવા મળ્યુ છે. શિયાળા (Winter)ની શરૂઆત થતાની સાથે ખોરાકની શોધમાં દીપડા માનવવસ્તી તરફ નીકળી પડતા હોય છે. અત્યાર સુધી ગ્રામ્ય વિસ્તારમાં અથવા તો શહેરના છેવાડે દેખાતા દીપડા હવે શહેરી વિસ્તારમાં દેખાવા લાગ્યા છે.

છેલ્લા કેટલાક સમયથી સુરતના હજીરા કે પછી દિવાળીના દિવસોમાં માંડવી-ઓલપાડ અને સુરતના હજીરા વિસ્તારમાં જોવા મળેલો દીપડો છેલ્લા બે મહિનાથી હજીરા, ઓલપાડના કાંઠા વિસ્તારના ગામોમાં ફરી રહ્યો છે. જેમાં છેલ્લે હજીરાની સ્ટીલ કંપનીમાં જોવા મળેલો દીપડો 48 કલાકથી ગાયબ થયા બાદ રવિવારની રાત્રિના ફરીથી હજીરા વિસ્તારમાં જોવા મળ્યો હતો.આ પણ વાંચો: અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા: શિક્ષિત યુગલે પોતાની બે દીકરીઓને મારી નાખી, ફરીથી જીવતી થશે તેવો દાવો

રવિવારની રાત્રિના 10-30 વાગ્યાના અરસમાં અદાણી પોર્ટની આજુબાજુના વિસ્તારોમાં દીપડો જોવા મળ્યો હતો. જોકે, થોડીવારમાં જ ત્યાંથી ગાયબ થઇ ગયો હતો. આ દીપડા પશુઓનું મારના કરતાં કરતાં માનવભક્ષી થઇ જાય છે. હજીરા વિસ્તારના ગ્રામજનોની ફરિયાદ મળતા વન વિભાગ દ્વારા તપાસ કરતા દીપડાના પગલાં જોવા મળ્યા હતા. જે જગ્યાએ દીપડો જોવા મળ્યો હતો, તે જગ્યાની નજીકમાં જ ગાઢ જંગલ હોવાથી તે ત્યાંથી જંગલમાં રવાના થઇ ગયો હતો.

આ પણ જુઓઃ તમને કેવી રીતે મળશે ડિજિટલ વોટર કાર્ડ?વન વિભાગના અધિકારીઓનું માનીએ તો રવિવારે હજીરા ખાતે આવેલા અદાણી પોર્ટના કેમેરામાં કેદ થયેલો દીપડો આજુબાજુ મોટું જંગલ હોવાની અને ખોરાક મળી રહેતો હોવાથી ત્યાં જ વસવાટ કરી રહ્યો છે. જોકે, તેને પકડી પાડવા માટે સતત મહેનત કરવા છતાંય દીપડો પકડમાં આવતો નથી. દીપડો દેખાવાને લઈને સ્થાનિકોમાં ડરનો માહોલ છે. જોકે, આ દીપડાએ હજુ સુધી કોઈ મનુષ્ય પર હુમલો નથી કર્યો તે સારી વાત છે. વન વિભાગ આ દીપડાને પકડા પાડવા માટે સતત પ્રયત્નશીલ છે.
Published by:Vinod Zankhaliya
First published:January 26, 2021, 09:15 am

ટૉપ ન્યૂઝ