સુરતઃ રૂ.900નું રેમન્ડેસિવીર રૂ.11,000માં વેચતી 'મોતની સોદાગર' મહિલા ઝડપાઈ, પતિની સંડોવણી?

સુરતઃ રૂ.900નું રેમન્ડેસિવીર રૂ.11,000માં વેચતી 'મોતની સોદાગર' મહિલા ઝડપાઈ, પતિની સંડોવણી?
પ્રતિકાત્મક તસવીર

અડાજણની માલવીયા હોસ્પિટલની મહિલા કર્મચારી 3 ઇન્જેક્શન વેચવા આવતા પોલીસે છટકું ગોઠવી આ મહિલાની ધરપકડક કરી હતી. 3 રેમડેસિવિર પૈકી 1ની 899ની કિંમત અને 2 ઇન્જેક્શનો 1285ની કિંમત હતી.

  • Share this:
સુરતઃ સુરતમાં (surat) ફરી એકવાર રેમડેસિવીર ઈન્જેક્શનની (Remdesivir Injection) કાળાબાજરી (black market) સામે આવી છે. છેલ્લા ઘણા દિવસથી પોલીસ દ્વારા  લોકોના જીવ માટે ઉપયોગી એવા ઈન્જેક્શનને લઈ થઇ રાયેલી કાળા બાજરી મામલે સતર્ક થઇ છે. જેને લઈને સતત આ પ્રકારની ઘટના સામે આવી રહી છે. ત્યારે આવી વધુ એક કાળા બજાર સુરતના રાંદેર વિસ્તારમાં ઝડપાઇ છે.

અડાજણની માલવીયા હોસ્પિટલની (Malaviya hospital) મહિલા કર્મચારી (woman worker) 3 ઇન્જેક્શન વેચવા આવતા પોલીસે છટકું ગોઠવી આ મહિલાની ધરપકડક કરી હતી. પોલીસે સામી ગ્રાહક બનીને આ સમગ્ર ઓપરેશન પર પાડ્યું હતું.  જો કે મહિલાના આ કારસ્તાનમાં પતિની સંડોવણી  હોવાની આશંકાએ પોલીસે પતિની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આ મહિલા પાસેથી 3 ઇન્જેક્શન કબ્જે કર્યા છે.કોરોના પેશન્ટ માટે જીવન રક્ષક ગણાતી રેમડેસિવિર ઈન્જેક્શનની સતત કાળા બજારી થઇ રહી છે. અને દરરોજ એક કૌભાંડ ઝડપાઇ રહ્યું છે તેમ કેવું કૌ ખોટું નથી...ત્યારે આવું જ વધુ એક કૌભાંડ ઝડપાયું છે. જેમાં એકે મહિલાની ધરપકડ કરાઈ છે. ક્રાઈમ  બ્રાન્ચ પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે અડાજણ અષ્ટાવેનાયક સોસાયટી પાસે વોચ ગોઠવી હતી. અડાજણ સાંઈ રચના સોસાયટીમાં રહેતો હિતેશ મહેન્દ્ર રેતીવાલા કાળા બજારમાં ગણા રેમડેસિંવિર વેચવા ફરી રહો હતો.

આ પણ વાંચોઃ-રાજકોટની કરુણ ઘટના! પિતાએ પુત્ર-પુત્રી સાથે ઝેરી પીધું, પુત્રનું સારવાર દરમિયાન મોત, કેમ ભર્યું ગંભીર પગલું?

આ પણ વાંચોઃ-બનાસકાંઠાના ગામોમાં કોરોના બ્લાસ્ટઃ 40 ડીગ્રી ગરમીમાં દર્દીઓ દર્દીઓ શાળામાં, ઝાડ નીચે, ટેન્ટમાં સારવાર લેવા મજબૂર

જેથી પોલીસે ડમી ગ્રાહક મોકલી ૩ ઈન્જેક્શન સાથે મહિલાને ઝડપી પાડી હતી. પોલીસે તેના ડમી ગ્રાહકની મદદથી સંપર્ક કરતાં એક ઈન્જેકશનનો સોદો 11 હજારમાં કર્યો હતો. આ ઇન્જેક્શન આપવા માટે હિતેશ અને તેની પત્ની રશ્મિને મોકલી હતી. તે આવતાં જ પોલીસે તેની ધરપકડ કરી હતી. આ મહિલા અડાજણ સાંઇરચના સોસાયટીમાં રહે છે. અને  છેલ્લા દોઢ વર્ષથી અડાજણ આનંદમહલ રોડ પર પ્રાઇમ આર્કેડમાં આવેલી માલવીયા હોસ્પિટલમાં નોકરી કરે છે અને તે હોસ્પિટલમાં મેડિકલેઇમ વિભાગમાં કામ કરે છે.

આ પણ વાંચોઃ-એક, બે નહીં, 10 વખત કોરોના નેગેટિવ આવી મહિલા, તો પણ covid-19થી થયું મોત

આ પણ વાંચોઃ-નશાની હાલતમાં કપલ સેક્સ માણવામાં હતું તલ્લીન, પતિની એક 'ભુલ'થી પત્નીનું થયું મોત

વધુમાં મહિલાની સાથે તેનો પતિ હિતેશ મહેન્દ્ર રેતીવાલા જે કાળાબજારીમાં મુખ્ય સૂત્રધાર છે. હાલમાં હિતેશનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી સારવાર હેઠળ છે. ઉપરથી મકાનના હપ્તા ભરવા અને એલઆઈસીની લોન ભરવા માટે પણ રૂપિયા ન હતા. જેના કારણે રેમડેસિવિર ઇન્જેક્શનોની કાળાબજારી કરતા હતા. ઇન્જેક્શનો માલવીયા હોસ્પિટલની પ્રિમાઈસીસની ક્યોર કેમિસ્ટ મેડિકલ સ્ટોરમાંથી મૂળ કિંમતે લાવી ઊંચા ભાવે વેચાણ કરતા હતા.3 રેમડેસિવિર પૈકી 1ની 899ની કિંમત અને 2 ઇન્જેક્શનો 1285ની કિંમત હતી. આ ઇન્જેક્શનો માલવીયા હોસ્પિટલની પ્રિમાઈસીસમાં આવેલ ક્યોર કેમિસ્ટ મેડિકલ સ્ટોરમાંથી મૂળ કિંમતે લાવી ઊંચા ભાવે વેચાણ કરતા હતા. અગાઉ 5 ઇન્જેક્શનો વેચાણ કર્યા હોવાની વાત કરી છે. હિતેશ વર્ષોથી રેતી-કપચીનો ધંધો કરે છે પરંતુ લોકડાઉનમાં ધંધામાં મંદી આવી જતા દેવું થયું હતું. આ કેસમાં હિતેશે 1 ઇન્જેક્શનના 11 હજાર લેખે 33 હજાર નક્કી કર્યા હતા. પછી હિતેશે ઇન્જેક્શન આપવા પત્નીને પરશુરામ ગાર્ડન મોકલી હતી. જ્યા પકડાય હતી. 3 ઈન્જેકશન, ફોન,એક્ટિવા મળી 83 હજારનો મુદામાલ કબજે કર્યો છે.
Published by:ankit patel
First published:May 07, 2021, 15:08 pm

ટૉપ ન્યૂઝ