સુરતઃ પત્ની તરીકે રાખી હરીયાણાની યુવતી ઉપર રાજસ્થાનના યુવકે આચર્યું દુષ્કર્મ, રમેશ રઘુવીરની ધરપકડ

સુરતઃ પત્ની તરીકે રાખી હરીયાણાની યુવતી ઉપર રાજસ્થાનના યુવકે આચર્યું દુષ્કર્મ, રમેશ રઘુવીરની ધરપકડ
આરોપી અને યુવતીની પ્રતિકાત્મક તસવીર

યુવક એક વર્ષ અગાઉ લગ્નની લાલચ આપીને યુવતીને ભગાડી સુરત લઈ આવ્યો હતો અને સુરતના અમરોલી છાપરાભાઠા વિસ્તારમાં ભાડાના મકાનમાં તેઓ પતિ-પત્ની બનીને રહેતા હતા.

  • Share this:
સુરતઃ સુરતમાં (surat) હરીયાણાની યુવતીને (Haryana girl) પ્રેમજાળમાં ફસાવી (love trap) તેને લગ્નની લાલચ આપી એક રાજસ્થાની યુવક (Rajasthan boy) એક વર્ષ પહેલા સુરત ભગાડી લાવ્યો હતો. અને તેની સાથે અનેક વાર શારીરિક સંબંધ (Physical relation) બાંધી તેને તરછોડી દીધી હતી. જેથી યુવતીએ સમગ્ર મામલે પોલીસ મથકમાં (police station) ફરિયાદ નોંધાવતા પોલીસે આ યુવક સામે બળાત્કારની ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હરિયાણામાં રહેતી એક યુવતી બેંગ્લોરની એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતી હતી અને તે બેંગ્લોરમાં જ્યાં રહેતી હતી ત્યાર મોબાઇલ શોપમાં સામાન લેવા જતી વેળાએ દુકાનદારના નાંનાભાઈ અને મુંબઈ સેન્ટ્રલમાં મોબાઇલ એસેસરીઝનો વેપાર કરતા રમેશ રઘુવીર માલી સાથે તેનો પરિચય થયો હતો અને બંને એકબીજા સાથે વાતચીત દરમિયાન યુવક સાથે આંખ મળી ગઈ અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.જોકે પ્રેમ સંબંધ દરમિયાન યુવક એક વર્ષ અગાઉ લગ્નની લાલચ આપીને યુવતીને ભગાડી સુરત લઈ આવ્યો હતો અને સુરતના અમરોલી છાપરાભાઠા વિસ્તારમાં ભાડાના મકાનમાં તેઓ પતિ-પત્ની બનીને રહેતા હતા. પરંતુ યુવક મુંબઈમાં મોબાઇલ એસેસરીઝની દુકાન ધરાવતો હોવાથી અઠવાડિયામાં ચાર દિવસ તે મુંબઈ રહેતો હતો અને બાકીના દિવસો સુરત રહેતો હતો.

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! કાળમુખો કોરોના ભાઈ-બહેનને ભરખી ગયો, ભાઈએ લગ્નના દિવસે જ લીધા અંતિમશ્વાસ

આ પણ વાંચોઃ-દિલ્હીની 'ડ્રગ ક્વીન'નો આવ્યો ભયંકર અંજામ, ચોથા પતિએ ગોળીઓથી વીંધી નાંખી

આ પણ વાંચોઃ-અમદાવાદઃ કારચાલકે રસ્તા પર યુવતીને જોઈને ટશનમાં કહ્યું, 'તું બહુ હોટ લાગે છે', દબંગ યુવતીએ કર્યાં 'બુરાહાલ'

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! પતિને બચાવવા માટે પત્નીએ મોંઢાથી ઓક્સીજન આપ્યો, પત્નીના ખોળામાં જ પતિએ તોડ્યો દમ

સુરતમાં રહેતો હતો તે દરમિયાન યુવતી સાથે અનેક વાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. પરંતુ જ્યારે યુવક મુંબઈ હોય છે ત્યારે તેને ફોન કરવા પર તેની સાથે ગાળાગાળી કરતો હતો . અને તેને મારી નાખવાની ધમકી પણ આપતા હોય છે અને મને ફોન નહીં કરતી એવું કહેતો હોય છે જેને લઇને યુવકે પોતાની સાથે ધોકો કર્યો હોવાનો પ્રેમિકાને અહેસાસ થયો હતો.જેથી તેને પ્રેમી વિરુદ્ધ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવતા પોલીસે પ્રેમી સામે બળાત્કારની ફરિયાદ નોંધી હતી. અને પ્રેમી રમેશ માલિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Published by:ankit patel
First published:April 29, 2021, 16:54 pm

ટૉપ ન્યૂઝ