સુરતઃ પુણાગામની યુવતીનો આપઘાત, મરવા માટે મજબૂર કરનાર પ્રેમી સામે નોંધાઈ ફરિયાદ

સુરતઃ પુણાગામની યુવતીનો આપઘાત, મરવા માટે મજબૂર કરનાર પ્રેમી સામે નોંધાઈ ફરિયાદ
ફાઈલ તસવીર

માતાએ યુવકને લગ્ન કે સગાઇ પહેલા ઘરે આવવા અને એકલા મળવા માટે ના પાડી દીધી હતી. જેથી યુવકે યુવતીની માતાની ગેરહાજરીમાં ઘરે આવતણીને માર માર્યો હતો.

  • Share this:
સુરતઃ શહેરના પુણાગામ (punagam) વિસ્તારમાં આવેલ હળપતિવાસમાં રહેતી યુવતીને એક યુવક સાથે પ્રેમ (love) થઇ ગયો હતો. બાદમાં બંને લગ્ન (marriage) કરવા તૈયાર હતા અને યુવતીની માતા પણ લગ્ન માટે રાજી હતી. પરંતુ યુવક લગ્ન અને સગાઈ પહેલા યુવતીને તેણીના ઘરમાં મળવા માટે આવતો હતો. આ વાતની જાણ યુવતીએ તેણીની માતાને કરી દેતા તેણીની માતાએ યુવકને લગ્ન કે સગાઇ પહેલા ઘરે આવવા અને એકલા મળવા માટે ના પાડી દીધી હતી. જેથી યુવકે યુવતીની માતાની ગેરહાજરીમાં ઘરે આવતણીને માર માર્યો હતો. જેથી યુવતીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી (girl suicide) લીધું હતું. આ બનાવમાં આખરે યુવતીની માતાએ પુણા પોલીસ મથકમાં (puna police station) પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રેમી સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.

પુણા પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પુણાગામ પાંચોલી મહોલ્લો હળપતિ વાસમાં રહેતી તુલસીબેન છનાભાઈ રાઠોડ (ઉ.વ.19)ઍ ગત તારીખ 13મીના રોજ બપોરના ચારેક વાગ્યે તેના ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસોખાઈ આપઘાત કર્યો હતો.આ કેસમાં મૃતક તુલસીબેનના પરિવારની ફરિયાદને આધારે પોલીસે ગઈકાલે રાજ ઘેલાભાઈ રાઠોડ (રહે, પીર ફળિયું પુણાગામ, મૂળ જાગી ફળિયું સેવણીગામ કામરેજ) સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો. મૃતક તુલસીબેનના પરિવારે ફરિયાદમાં જણાવ્યું હતું કે તુલસી રાજને પ્રેમ કરતી હતી.

આ પણ વાંચોઃ-પત્ની-બાળકોની હત્યા કર્યા બાદ ઘરે આવેલી શિક્ષિકાને મારી સાઈકો કિલરે કર્યું સેક્સ, આરોપીએ જણાવ્યું કેમ કરી હત્યાઓ?

આ પણ વાંચોઃ-શૌચ કરવા જતી મહિલાનું અપહરણ કરીને 11 લોકોએ આખી રાત કર્યો ગેંગરેપ, 8 આરોપી કોરોના પોઝિટિવ

અને તેની સાથે લગ્ન કરવા માંગતી હતી. તેમના લગ્ન કરવા માટે પરિવારના લોકો પણ રાજી હતા પરંતુ રાજ સગાઈ કે લગ્ન પહેલા તુલસીને મળવા માટે ઘરે આવતો હોવાથી તેણીના પરિવારે રાજને લગન્ કે સગાઈ પછી જ ઘરે મળવા માટે આવવા જણાવ્યું હતું. જાકે રાજ તેણીને મળવા માટે દબાણ કરતો હતો.

આ પણ વાંચોઃ-અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો! પરિણીતા ગર્ભવતી થઈ ત્યારે જ ઘરે આવી પતિની પ્રેમિકા અને પછી...

આ પણ વાંચોઃ-રુંવાડા ઊભા કરી એવી ઘટના! લાચાર પતિ કોરોના સંક્રમિત પત્નીને લઈને ભટકતો રહ્યો, ન મળી સારવાર, દુઃખી પત્ની કરી આત્મહત્યા

અને ઝગડો કરતો હતો. તેમજ લગ્ન નહી કરવા માટે ધમકી આપી પોતાની મનમાની કરતો હતો. દરમિયાન ગત તા ૧૧ અન ૧૨મીના રોજ રાજે તેની સાથે ઝગડો કર્યો હતો અને ૧૩મીના રોજ પરિવારની ગેરહાજરીમાં ત્રણેક વાર ઘરે આવી તુલસી સાથે ઝઘડો કર્યો હતો.જેથી કંટાળીને તુલસીઍ ફાંસોખાઈ આપધાત કર્યો હતો. પોલીસે મૃતક તુલસીબેનની માતા રમીલાબેનની ફરિયાદ લઈ રાજ રાઠોડ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Published by:ankit patel
First published:April 19, 2021, 16:55 pm

ટૉપ ન્યૂઝ