કોરોનામાં સુરતની કપરી પરિસ્થિતિઃ 24 કલાકમાં જ 2188 કેસ, કયા વિસ્તારમાં સૌથી વધારે કેસ?

કોરોનામાં સુરતની કપરી પરિસ્થિતિઃ 24 કલાકમાં જ 2188 કેસ, કયા વિસ્તારમાં સૌથી વધારે કેસ?
પ્રતિકાત્મક તસવીર

સુરતમાં કોરોના પોઝિટિવના નવા 2188 દર્દી નોંધાયા છે. જેમાં શહેર વિસ્તારમાં 1795 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 92240  જયારે ગ્રામ્ય વિસ્તારમાં આજે વધુ 393  કેસ સાથે દર્દી સંખ્યા 25041 પર પહોંચી છે.

  • Share this:
સુરત : દેશભરમાં કોરોના વેક્સીન (Corona Vaccination) આપવાનું શરૂ થઈ ગયું છે, પરંતુ સુરત શહેરમાં કોરોનાના દર્દી (Corona patient)ત્રીજા રાઉન્ડમાં સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 2188 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 1795 જયારે ગ્રામીણ વિસ્તારમાં  393 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 117281 પર પહોંચી છે, જયારે આજે 24 લોકોના કોરોનાથી મોત (Corona Death) સાથે મરણ આંક 1785 પર પહોંચ્યો છે, તેવામાં આજે 2594  દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાઇરસ(Coronavirus)ને લઇને લોકો કોરોના ગાઈડ લાઇન પાલન નહિ કરવાને લઈને ત્રીજ વખત કોરોના સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે. સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરોત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 2188 દર્દી નોંધાયા છે. જેમાં શહેર વિસ્તારમાં 1795 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 92240  જયારે ગ્રામ્ય વિસ્તારમાં આજે વધુ 393  કેસ સાથે દર્દી સંખ્યા 25041 પર પહોંચી છે.આજે કોરોના ની સારવાર દરમિયાન 24 લોકોના મોત થયા છે જેમાં 350 મૃત્યુ જિલ્લાના છે અને 1435 શહેર વિસ્તારના છે. કુલ મૃતઆંક 1785 પર પહોંચ્યો છે. આજે શહેરમાંથી 2119 જ્યારે જિલ્લામાં આજે 475 દર્દીને રજા આપતા, કુલ  2594 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા કુલ 94079 જેમાં શહેર વિસ્તારમાં 73339 જયારે ગ્રામ્ય વિસ્તારના 21417 દર્દી છે.

આ પણ વાંચોઃ-વાપીનો યુવક અને મહારાષ્ટ્રની મહિલા બાઈક ઉપર કરી રહ્યા હતા 'આવું' કામ, પોલીસે રંગેહાથે પકડ્યા

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! રાજકોટઃ લગ્નના ચાર દિવસ બાદ નવવધૂએ કરી આત્મહત્યા, મહેંદીનો ઉડે તે પહેલા જ જીવન ટૂંકાવ્યું

ક્યા વિસ્તારમાં કેટલા કેસ?
આજે સેન્ટ્રલ ઝોનમાં 91, વરાછા એ ઝોનમાં 80, વરાછા બી 2 124 , રાંદેર ઝોન 489, કતારગામ ઝોનમાં 214, લીંબાયત ઝોનમાં 162, ઉધના ઝોનમાં 190 અને અથવા ઝોનમાં 445 કેસ નોંધાયા છે.જોકે ગતરોજ સુરતમાં અથવા અને ખાસ કરીને રાંદેર ઝોનમાં સંક્રમણ વધી રહ્યું છે.

આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! 'મારા પતિને બચાવી લો' કોરોનાથી પતિનું મોત થતાં પ્રેમલગ્ન કરાર પ્રોફેસર પત્નીની આત્મહત્યા

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! કાળમુખો કોરોના ભાઈ-બહેનને ભરખી ગયો, ભાઈએ લગ્નના દિવસે જ લીધા અંતિમશ્વાસ

જેને લઈને કેટલાક વિસ્તારને કંટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીંયા કોરોનાગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે.તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

 
જોકે જિલ્લામાં ચોર્યાસીમાં 58, ઓલપાડ 66, કામરેજ 59, પલસાણા 49, બારડોલી 46, મહુવા 35, માંડવી 19, અને માંગરોળ 56, અને ઉમરપાડા 05 કેસ નોંધાતા તંત્ર દ્વારા કોરોના ટેસ્ટિંગ અહીંયા પણ વધારવામાં આવ્યું છે. જોકે સતત વધી રહેલા કેસમાં બહાર ગામથી આવતા લોકોમાં સંક્રમણનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે અને જો લોકો નિયમો નહીં પાળે તો આગામી દિવસોમાં કોરોના વિસ્ફોટ થાય તેવું લાગી રહ્યું છે.
Published by:ankit patel
First published:May 01, 2021, 22:54 pm

ટૉપ ન્યૂઝ