સુરત : 'માસાએ મારી સાથે ગંદુ કામ કર્યુ એટલે તું મને વ્હાલ નથી કરતી,' 10 વર્ષની બાળકીના શબ્દો સાંભળી માતા હચમચી ગઈ

સુરત : 'માસાએ મારી સાથે ગંદુ કામ કર્યુ એટલે તું મને વ્હાલ નથી કરતી,' 10 વર્ષની બાળકીના શબ્દો સાંભળી માતા હચમચી ગઈ
કાપોદ્રા પોલીસ મથકની ફાઇલ તસવીર અને ઝડપી પાડેલો મકાન માલિક

કાપોદ્રા વિસ્તારમાં બાળકીના પરિવારની ફરિયાદના આધારે પોલીસ મકાનમાલિકને ઝડપી પાડ્યો, નવરાત્રિમાં મોબાઇલમાં અશ્લીલ વીડિયો બતાવી અડપલાં કર્યા હોવાનો આક્ષેપ

  • Share this:
સુરત : સુરતમાં કૂમળા (Surat) બાળકો હવસખોરોના નિશાને આવી ગયા હોય તેવી એક પછી એક ઘટના પોલીસ ચોપડે નોંધાઇ રહી છે. શહેરના સચિન જીઆઈડીસી વિસ્તારમાં 8 વર્ષની બાળકી સાથેના દુષ્કર્મની ઘટનાના પડઘા શમ્યા નથી ત્યાં કાપોદ્રામાં (Kapodra) બાળકી સાથે અડપલાં (Molestation) થયાની પોલીસ ફરિયાદ સામે આવી છે. આ કિસ્સામાં કથિત રીતે એક વિકૃત મકાન માલિકે ભાડૂઆતની (Landlor Molsted Girl) 10 વર્ષની બાળકીને મોબાઇલમાં અશ્લીલ વીડિયો બતાવી અને તેની સાથે દુષ્કર્મ કર્યુ હતું. આ બનાવની ફરિયાદ નોંધાતા હવે પોલીસે મકાનમાલિકને ઝડપી પાડ્યો છે. જોકે, ઘટના બે વર્ષ જૂની હોવા છતાં બાળકીએ માતાપિતા સામે અત્યારે ફરિયાદ કરતા મામલો સંગીન બની ગયો છે.

સુરતમાં સતત બાળકી સાથે શારીરિક છેડછાડ અને દુસ્કર્મની સતત ઘટનાઓ આ સમયે બહાર આવી રહી છે. ત્યારે વધુ એક ફરિયાદ સામે આવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. સુરત શહેરનાં કાપોદ્રા વિસ્તારમાં આલેલ લક્ષમાં નગર ખાતે રહેતા એક પરિવારની 10 વર્ષીય બાળકીને તેની માતા સામે બોલી ઉઠી કે 'માસાએ મારી સાથે ગંદુ કામ કર્યુ એટલે તું મને વ્હાલ નથી કરતી' બાળકીની આ વાત સાંભળીને માતા હચમચી ઉઠી હતી.આ પણ વાંચો :  અમદાવાદ : સેનાના જવાને માંગમાં સિંદૂર પૂરી લગ્નની લાલચ આપી, શરીર સંબંધો બાંધી યુવતીને તરછોડી દીધી!

જોકે આ બાળકી મકાન માલિકને માસાકહેતી હતી જોકે આ મામલે બાળકીને પૂછતાં મકાન માલિકે આજથી બે વર્ષ પહેલા નવરાત્રિનાં સમયે પોતાના મોબાઈલમાં અશ્લીલ વીડિયો બતાવી અડપલાં કર્યા હતા. જોકે આ ઘટનામાં મકાન માલિક લાભુભાઈ ઉસદડિયાએ કોઈને કહેશે તો બાળકીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેને લઈને બાકીના મનમાં એક ડર બેસી ગયો હતો.

જોકે સમગ્ર ઘટનાની જણકારી બાળકીએ માતા સામે આપતા બાળકીના પરિવારે આ મામલે કાપોદ્રા પોલીસ મથકે જઈને ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી હવસખોર મકાનમાલિકની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો :  સુરતની હ્રદય દ્વાવક ઘટના : 2.5વર્ષના બ્રેઇનડેડ જશના અંગોનું પરિવારે કર્યુ દાન,7 બાળકોને મળી નવી જિંદગી

જોકે છેલ્લા કેટલાક દિવસ સુરત માં બાળકી સાથે દુસકર્મ અને શારીરિક છેડતી ફરિયાદો સામે આવી રહી છે પાંડેસરા સચિન GIDC લિબાયત બાદ હવે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે ત્યારે આવી ઘટના લઇને સુરત ની સુરત સતત બગડી રહી છે
Published by:Jay Mishra
First published:December 18, 2020, 13:48 pm

ટૉપ ન્યૂઝ