સુરતમાં બાળકોની આંખની સામે જ જમીન દલાલની પત્નીએ ગળેફાંસો ખાઇ ટૂંકાવ્યું જીવન

સુરતમાં બાળકોની આંખની સામે જ જમીન દલાલની પત્નીએ ગળેફાંસો ખાઇ ટૂંકાવ્યું જીવન
ફાઇલ તસવીર

પિયર પક્ષ દ્વારા સાસરી વાળા ત્રાસ આપતા હોવાના આક્ષેપ કરવામાં આવિયા છે જોકે પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ  તપાસ શરુ કરી છે.

  • Share this:
સુરતના વરાછા ખાતે રાહતે પરણિતા એ પોતાના બે બાળકો ની આંખ સામે આપઘાત કરી લેવાની ઘટના સમયે આવી છે જોકે પરણિતા એ આપઘાત પહેલા લખતેલી સુસાઈટ નોટમાં પોતે આપઘાત માટે જવાબદાર હોવાની વાત ત્યારે પિયર પક્ષ દ્વારા સાસરી વાળા ત્રાસ આપતા હોવાના આક્ષેપ કરવામાં આવિયા છે જોકે પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ  તપાસ શરુ કરી છે

સુરતના વરાછા ખાતે રહેતી પરણિતાએ પોતાના બે બાળકોની આંખ સામે જ રૂમમાં ગળેફાંસો ખાઇને આપઘાત કરી લેવાની ઘટના સામે આવી છે. 32 વર્ષીય રીનાબેન ઉજ્જવલ સાવલિયાની એક સ્યૂસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેમણે લખ્યુ છે કે, આપઘાત માટે હું જ જવાબદાર છું. જ્યારે બીજી તરફ પિયરપક્ષ આક્ષેપ કરતા જણાવે છે કે, રીનાને તેના સાસરિયાઓ ત્રાસ આપતા હતા. પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.મૂળ અમરેલીના વતની અને હાલમાં સુરતના વરાછા વિસ્તારમાં આવેલી શેરડી ધામ સોસાયટીમાં રહેતા ઉજ્જવલ સાવલિયા જમીન દલાલીનો વ્યવસાય કરે છે. જોકે ગતરોજ તેમની પત્નીએ મકાનના ત્રીજા માળે પોતના બે બાળકો સાથે ગઈ હતી. પોતાની રૂમમાં પાંચ વર્ષીય પુત્ર અને એક વર્ષીય પુત્રી સામે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. મોડી સાંજ સુધી રૂમમાંથી આ લોકો બહાર નહિ આવતા પરિવારે દરવાજો તોડ્યો હતો.

આ પણ વાંચો - બોડેલી : ફેસબૂક પર મિત્ર બનાવી યુવતીને ધરે બોલાવી માતા, પિતાની હાજરીમાં જ યુવકે આચર્યું દુષ્કર્મ

પરિણીતા લટકેલી હાલતમાં મળી આવ્યા હતા. જે બાદ પરિવારના સભ્યોએ તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મુત જાહેર કરી હતી. ઘટનાની જાણકારી મળતા પોલીસ પણ બનાવવાળી જગ્યા પર પોંહચીને તપાસ શરુ કરી હતી. જોકે, તપાસ દરમિયાન પોલીસને એક ચિઠ્ઠી પણ મળી આવી હતી. જેમાં રીનાબેનએ પોતાના આપઘાત માટે પોતે જવાબદાર છે અને પરિવાર નથી તેવી લખ્યું હતું.

આ પણ જુઓ - આ પણ વાંચો- પશ્ચિમ બંગાળઃ BJP નેતાની ગોળી મારી હત્યા, રાજ્યપાલે CMથી લઈને DGPને મોકલ્યા સમન્સ

આ અંગે રિયાબેનના પિયરવાળાએ આક્ષેપ કર્યા હતા કે, તેના સાસરિયાવાળાએ રિનાને માનસિક ત્રાસ ગુજારતા હતા અને અમને એવું લાગે છે કે એ કારણે તેમણે આ પગલું ભર્યું છે. રીનાબેનના લગ્નને આઠ વર્ષ થયા છે. તપાસ દરમિયાન હકીકત જાણવા મળશે.આ અંગે વરાછા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
Published by:Kaushal Pancholi
First published:October 05, 2020, 09:25 am

ટૉપ ન્યૂઝ