સુરત : વરસાદે વિરામ લેતાની સાથે ડેંગ્યૂ (Dengue) જે રીતે માથું ઉંચકી રહ્યો હતો તેને લઈને આરોગ્ય વિભાગ (Health Department) સતર્ક થયું અને ક્રોસ તપાસ કરતા બોગસ રિપોર્ટ આપવાની વાત સામે આવી હતી. ત્યારે આવીજ એક લેબ સુરત (Surat)ના હજીરા વિસ્તારમાં આવેલા મોરા (Mora) ગામમાંથી (village)ડેન્ગ્યૂના બોગસ રિપોર્ટ આપતી લેબોરેટરી ઝડપાઈ જોકે સમગ્ર કૌભાંડમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
ગુજરાતમાં જે રીતે સતત વરસાદ વરસી રહીયો હતો અને વરસાદ લે વિરામ લેતાની સાથે રોગચાળો બેકાબુ બનિયો હતો અને તેમાં પણ ડેગ્યુંના દર્દી માં સતત વધારો થઇ રહ્યો હતો. જેને પગલે સરકાર ની ચિંતા વધી હતી ત્યારે વડોદરા ખાતે એક લેબ ના રિપોર્ટમાં દર્દીને ડેંગ્યૂ નહિ હોવા છતાંય રિપોર્ટ આપીને કામની કરતા હોવાની વાત સામે આવી હતી ત્યાર બાદ સરકાર દ્વારા ડેંગ્યુના રિપોર્ટનું કોર વેરિફિકેશન કરવાનું શરુ કરવામાં આવ્યુ હતું ત્યારે સુરત ના હજીરા વિસ્તાર માં આવી એક લેબના રિપોર્ટ માં ચેડાં કારિયા હોવાની વિગત સામે આવી હતી.
શહેરમાંડેન્ગ્યૂના દર્દીઓની સંખ્યામાં વધારો થવાની સાથે સાથે સામાન્ય તાવના દર્દીઓને પણડેન્ગ્યૂના રિપોર્ટ આપી દેવામાં આવતાં હોવાનો ભાંડો ફૂટ્યો છે. હજીરા વિસ્તારના મોરા ગામમાં આવેલી XLS લેબોરેટરીમાં કોઈપણ તાવ આવતો હોયડેન્ગ્યૂનો રિપોર્ટ આપી દેવામાં આવતો હતો. જે પણ રિપોર્ટ કરવામાં આવે તેમાંડેન્ગ્યૂના પ્લેટલેટ કાઉન્ટ ઓછા દર્શાવવામાં આવતાં હતાં. જેથી એકએલએસ લેબોરેટરીના રિપોર્ટનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવતાં લેબ દ્વારા કૌભાંડ ચલાવવામાં આવી રહ્યાનું સામે આવ્યું હતું.
જોકે, આજ વિસ્તાર માં આવેલ સરકારી દવાખાનાના તબીબ ના ધ્યાન પર વાત આવતા તેને આરોગ્ય વિભાગ ને જાણકારી આપતા સમગ્ર મામલો સામે આવીયો છે બોગસ રિપોર્ટ અંગે તંત્રનું ધ્યાન દોરવામાં આવતાં જિલ્લા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું. આરોગ્ય વિભાગના અધિકારીઓએ તમામ રિપોર્ટ નકલો મંગાવીને આ સેન્ટર વિરૂધ્ધ આકરા પગલાં ભરવા સાથે નોટિસ આપવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે.અને રિપોર્ટ આવિયા બાદ લેબ પણ ત્યારે આ લેબ ને આજ રીતે રિપોર્ટ બે પણ આપવામાં આવી છે
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર