સુરત : કેટલાક કિન્નરોની હેરાનગતિથી કિન્નર સમાજે કમિશનરને આવેદનપત્ર આપ્યું


Updated: February 11, 2020, 3:43 PM IST
સુરત : કેટલાક કિન્નરોની હેરાનગતિથી કિન્નર સમાજે કમિશનરને આવેદનપત્ર આપ્યું
કિન્નરો સામે પગલા લેવાય તે માટે આજે કિન્નર સમાજ મદદની માંગણી કરવા પોલીસ ભવન ખાતે પોંહચ્યા હતા.

 કિન્નરોએ ભેગા થઇને પોલીસ કમિશનરને માંડીને રજુવાત કરીને આવેદન પત્ર આપ્યું હતું.

  • Share this:
સુરત : સુરતમાં કિન્નર સમાજ દ્વારા ભૂતકાળમાં દીકરાનાં જન્મનું દાપુ  લેવા અંગે એક યુવાનની હત્યા થઇ હતી. જોકે, આ ઘટના બાદ કિન્નર સમાજનો તિરસ્કાર થઇ રહ્યો હતો ત્યારે કિન્નર સમાજનાં નિયમો નહિં પાડનાર કિન્નરોને સમાજે બહાર કાઢી મૂક્યાં હતા. ત્યારે આવા કિન્નરો કિન્નર સમાજને હેરાન કરવા સાથે બદનામ કરી મારામારી કરે છે. ત્યારે આવા કિન્નરો સામે પગલા લેવાય તે માટે આજે કિન્નર સમાજ મદદની માંગણી કરવા પોલીસ ભવન ખાતે પોંહચ્યા હતા.  કિન્નરોએ ભેગા થઇને પોલીસ કમિશનરને માંડીને રજુવાત કરીને આવેદન પત્ર આપ્યું હતું.

સુરતમાં થોડા સમય પહેલા પર્વત પાટિયા વિસ્તરમાં દીકરાનાં જન્મમાં દાપુ લેવા ગયેલા કિન્નરો દ્વારા યુવાન પર હુમલા બાદ યુવાનનું કરુણ મોત થયું હતું. જોકે આ ઘટનામાં કિન્નર પર પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના બાદ કિન્નર સમાજનો સુરત માં તિરસ્કાર થઇ રહ્યો હતો. ત્યારે આવી ઘટના ન બને તે માટે સુરત પોલીસ દ્વારા એક ડેટા તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં પુરી વિગત સાથે સમાજ બહારનાં કિન્નર કોઈ ખોટી કામગીરી કરે તો પોલીસને માલૂમ પડે તેને લઇને નાનપુરા વિસ્તારમાં રહેતા કિન્નર સમાજ દ્વારા આ ડેટા તૈયાર કરાયો છે. જેમાં બે કિન્નરોની કામગીરી અંગે પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી. સીમરકુંવર અને મૌલી રાત્રે ફરે છે. ખોટા કામ કરે છે. નશો કરે છે. જેથી બીજાને તેની અસર થાય છે. આ બન્ને કથિત કિન્નરો અન્ય કિન્નરોનાં ઘરની બહાર જઈને દાદાગીરી કરે છે. જેને લઈને કિન્નર સમાજ દ્વારા તેમને સમાજમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. જોકે, તે દિવસથી આ બંનેવ કિન્નર નાનપુરા ખાતે કિન્નર સમાજ જ્યાં રહે છે ત્યાં આવીને હેરાનગતિ કરે છે. ધમકી આપે છે ને પોતાની જાતને નુકસાન કરી ખોટા પોલીસ કેસમાં ફસાવાની ધમકી આપે છે.

આ પણ વાંચો : તસવીરો : સુરતમાં કરોડોપતિ પરિવારના ભણેલા ગણેલા 8 દીકરા-દીકરીઓ સંસાર ત્યજી દીક્ષા લેશે

આ બંનેવ કિન્નર ખોટા કામ કરી અને  સમાજને બદનામ કરે છે. જેને લઇને આજે કિન્નર સમાજ પોલીસ પાસે મદદ માંગવા માટે આવ્યા હતા. જેમા આ બંનેવ કિન્નર સામે પગલાં લેવા સાથે તેમની હેરાનગતિ ઓછી થાય. જેથી ભૂતકાળમાં જે ઘટના બની હતી તેને કિન્નર સમાજના લોકોનાં તિરસ્કારનો ભોગ બનવાની વારો આવ્યો હતો. તેવું બને નહિ તે માટે પોલીસ કમિશનરને માંડીને રજુવાત કરી હતી.
First published: February 11, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading