કતારગામ વિસ્તારમાં એક એવી ઘટના બની છે જે જાણી ભલ ભલા લોકોના રુંવાટા ઉભા થઇ જાય. પરિવારમાં ચાલતા પારિવારિક ઝગડાને લઇને એક માતાએ આવેશમાં આવીને પોતાની સવા વર્ષની પુત્રીને ઝેરી દવા પીવડાવીને જાતે પણ ઝેરી દવા ગટગટાવી ગયા હતા. જોકે બાળકીના મોત બાદ માતાનું પણ મોત થતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. પોલીસે આ ઘટનામાં પતિ અને 3 મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા વેડરોડ પર પંડોળ પાસે સંત જલારામ સોસાયટીમાં રહેતા આરતીબેન ઉર્ફે અર્પિતાબેન હિતેન્દ્રભાઈ પ્રજાપતિએ બપોરે વેડરોડ અખંડ આનંદ કોલેજની પાછળ રમણનગરમાં પિયરમાં ટીમની સવા વર્ષની પુત્રી નિષ્ઠા ઝેરી દવા પીવડાવી હતી, બાદમાં આરતીબેનએ જાતે ઝેરી દવા ગટગટાવી ગયા હતા. આ બનાવની જાણકારી મળતા પરિવાર તાતકાલિક માતા અને પુત્રીને સારવાર માટે નજીકી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : સુરત : કતારગામમાં સસરાને 'વહુની ફ્રેન્ડ રિક્વેસ્ટ' આવી, 'I Love you-માય જાન,' પરિવારે કરી ફરિયાદ
જ્યાં બાળકીનું કરુંણ મોત થઈ ગયું હતું, જ્યારે સારવાર દરમિયાન મોડી રાત્રે આરતીબેનનું પણ કરુણ મોત નીપજયું હતું. પ્રજાપતિ પરિવારની એકની એક લાડકવાઈ માસુમ બાળકી અને આરતીબેનના મોતને લીધે પરિવારજનો પર આભ તૂટી પડયું હતું અને પ્રજાપતિ સમાજના વ્યક્તિઓમાં માતમ છવાઇ ગયો હતો. આરતીબેન મૂળ ભાવનગરના મહુવા તાલુકાના વતની હતા. જોકે પતિ સાથે તેમનો ગૃહ કંકાસના અને અણબનાવ બન્યો હતો
આ પણ વાંચો : Shocking News : હેલ્લારોની અભિનેત્રી ભૂમિ પટેલનું નિધન, બ્લડ કેન્સર સામે જંગ હારી
જેથી આરતીબેન છેલ્લા નવ માસથી પતિથી અલગ પિયરમાં રહેતા હતા. જોકે આવા સંજોગોમાં તે સતત માનસિક તણાવ અનુભવતા હોવાથી આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. આ અંગે કતારગામ પોલીસે તપાસ બાળકીની હત્યા મામલે માતા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી, તે પહેલા જ માતાનું પણ મોત થઈ ગયું છે. જો કે પોલીસે સમગ્ર મામલે પતિ હિતેન્દ્ર ઠાકરશીભાઈ પ્રજપતિ, સાસુ ચંપાબેન ઠાકરશીભાઈ પ્રજપતિ, આરતીબેન જયેન્દ્રભાઈ પ્રજાપતિ, કાજલબેન ચંદ્રેશભાઈ પ્રજાપતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.