સુરત : 'જો પોલીસ ફરિયાદ કરીશ તો ઉડાવી દઈશું,' ખેડૂતને રિવોલ્વર બતાવી ધમકી આપવી ભારે પડી

સુરત : 'જો પોલીસ ફરિયાદ કરીશ તો ઉડાવી દઈશું,' ખેડૂતને રિવોલ્વર બતાવી ધમકી આપવી ભારે પડી
Surat News : પોલીસે આ મામલે પાંચ શખ્સોની ધરપકડ કરી છે.

સામાન્ય ઝઘડામાં આઠ વ્યક્તિઍ જૂની વાલક ગામમાં ખેડૂત ઉપર હુમલો કરી રિવોલ્વર બતાવી પિતરાઇ ભાઇને ઉડાવી દેવાની ધમકી આપી હતી.

  • Share this:
કામરેજના (Kamrej) ખોલવડમાં ત્રણ મહિના અગાઉ બેસણામાં આવેલા અંકલેશ્વરના યુવાને (Youth) ગાળાગાળી કરતા થયેલા સામાન્ય ઝઘડામાં આઠ વ્યક્તિએ જૂની વાલક ગામમાં ખેડૂત (farmer)  ઉપર હુમલો કરી રિવોલ્વર બતાવી પિતરાઇ ભાઇને ઉડાવી દેવાની ધમકી આપી હતી. સરથાણા પોલીસે (Police) આ બનાવમાં હુમલો કરનાર પાંચ ધરપકડ (Arrest) કરી હતી.પોલીસ સૂત્રો પસેથી મળતી વિગત મુજબ કામરેજના ખોલવડ બાવળ ફળીયામાં રહેતા 31 વર્ષીય ખેડૂત મોઇન હનીફ મહિડા ગત 7 માર્ચની રાત્રે 9 વાગ્યે જૂની વાલક ગામ મસ્જીદ ફળીયામાં રહેતા કાકા ફિરોઝભાઇના ઘરે કામ માટે ગયો હતો.

મોઈન બાઇક પાર્ક કરતો હતો ત્યારે ત્રણ કારમાં અખ્તરભાઇ ભીખાભાઇ ઉર્ફે બસીરભાઇ સીંધા, ઍઝાઝ ઉર્ફે અજ્જુ ફારૂખભાઇ સીંધા, ચિન્ટુ પપ્પુભાઇ સીંધા ( તમામ રહે.કમલપાર્ક સોસાયટી, અંકલેશ્વર ),ફૈયાઝ ફારૂખભાઇ સીંધા ( રહે.મહિડાનગર, લસકાણા ) અને અઝીઝ ઉર્ફે અલ્લારખા પીરૂભાઇ સીંધા ( રહે. કાજીપાર્ક સોસાયટી, ખોલવડ ) તથા બીજા ત્રણ વ્યક્તિ હાથમાં લોખંડનો પાઇપ, શેરડી કાપવાનું કોઇતું લઇ ત્યાં આવ્યા હતા.



આ પણ વાંચો : મોરબી : કરૂણ ઘટના! મહિલા LRDએ ક્વાર્ટરમાં આપઘાત કર્યો, 15 દિવસ પૂર્વે જ મળ્યું હતું પોસ્ટીંગ

આ પણ વાંચો : ડીસા: C.A પતિએ મિત્રો સાથે મળીને કરાવી હતી પત્નીની હત્યા, મુખ્યસૂત્રધાર ઝડપાયો

અખ્તરે મોઇનને કહ્યુ હતું કે અઠવાડીયા અગાઉ ખોલવડ ગામમાં તે અયુબભાઇના ઘરે બેસણામાં આવ્યો હતો અને ગાળાગાળી કરતો હતો ત્યારે તારા પિતરાઇ ભાઇ ફરહાદે મારુ મોઢું કેમ પકડી લીધું હતું? તેને બહાર કાઢ. આજે તેને પતાવી દેવાનો છે. બાદમાં તમામે ગાળાગાળી કરી મોઇન ઉપર હુમલો કર્યો હતો અને જતાંજતાં ચિન્ટુઍ હાથમાંનુ રીવોલ્વર જેવુ હથિયાર બતાવી મોઇનને ધમકી આપી હતી.

આ પણ વાંચો : ગોંડલ : અજયસિંહ જાડેજાની હત્યાના આરોપીઓ ઝડપાયા, પોલીસને જણાવ્યું મર્ડરનું કારણ

આ પણ વાંચો : રાજકોટ : દારૂની હેરાફેરીનો ગજબ આઇડિયા! ઈડલી-સાંભાર અને શાકભાજી વેચનારા બન્યા બૂટલેગર

આ પણ વાંચો : અમદાવાદ : ફિલ્મી સ્ટાઇલે દારૂની હેરાફેરી કરતી હતી યુવતીઓ, બીયરનાં 214 ટીન સાથે ઝડપાઈ

કે જા પોલીસ ફરિયાદ કરશે તો ફરહાદને ઉડાવી દઇશું. મોઈનની ફરિયાદને પગલે પોલીસેં રાયોટીંગનો ગુનો દાખલ કરી તપાસ શરુ કરી હતી. દરમિયાન પોલીસે ગઈકાલે અખ્તર હુશેન બશીરભાઇ ઉર્ફે ભીખાભાઇ સિંધા, ફૈયાઝ ફારૂકભાઇ સિંધા,ઍજાઝ ઉર્ફે અજ્જુ ફારૂકભાઇ સિંધા , સરફરાજ રસુલભાઇ મહીડા, અને અજીજભાઇ ઉર્ફે અલ્લારખા પીરૂભાઇ સિંધાની ધરપકડ કરી હતી.સામાન્ય ઝઘડામાં આઠ વ્યક્તિઍ જૂની વાલક ગામમાં ખેડૂત ઉપર હુમલો કરી રિવોલ્વર બતાવી પિતરાઇ ભાઇને ઉડાવી દેવાની ધમકી આપી હતી.
Published by:Jay Mishra
First published:June 11, 2021, 19:25 pm

ટૉપ ન્યૂઝ