Home /News /south-gujarat /સુરતનાં ધારાસભ્ય આવ્યાં વિવાદમાં: કોરોનાના દર્દી માટેના ઇન્જેક્શન તૈયાર કરી રહ્યાંનો વીડિયો વાયરલ

સુરતનાં ધારાસભ્ય આવ્યાં વિવાદમાં: કોરોનાના દર્દી માટેના ઇન્જેક્શન તૈયાર કરી રહ્યાંનો વીડિયો વાયરલ

પાંચ ચોપડી ભણેલા આ ધારાસભ્ય ઇન્જેક્શ આપીને દર્દીના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા હોવાનું સામે આવતા લોકો રોષ સોશિયલ મીડિયામાં રોષ ઠાલવી રહ્યાં છે.

પાંચ ચોપડી ભણેલા આ ધારાસભ્ય ઇન્જેક્શ આપીને દર્દીના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા હોવાનું સામે આવતા લોકો રોષ સોશિયલ મીડિયામાં રોષ ઠાલવી રહ્યાં છે.

કોરોનાની મહામારીમાં ગુજરાતનાં દરેક ધારાસભ્યએ પોતાના વિસ્તારમાં  કોવિડ સેન્ટર શરૂ કર્યા છે. ત્યારે સરથાણા વિસ્તારમાં શરૂ કરવામાં આવેલા કોવિડ સેન્ટરમાં તે વિસ્તારના ધારાસભ્ય વી. ડી. ઝાલાવડીયાએ દર્દીના ઇન્જેક્શનની તૈયારી કરતા હોવાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદમાં આવ્યા છે. જે બાદ તેમણે જણાવ્યું કે, અમે જે સાવાની કામગીરી કરી રહ્યાં છે તેનો વિરોધ કૉંગ્રેસીઓ કરી રહ્યાં છે. કૉંગ્રેસને કાંઇ કરવું નથી માત્રને માત્ર શોબાજી અને વિવાદ કરવા છે.  તેમણે વધુમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, પોતે માત્ર ઇન્જેક્શન તૈયાર કરતા હતા પરંતુ દર્દીને આપ્યું નથી.

કોરોનાની મહામારી વચ્ચે પોતાના વિસ્તારમાં દર્દીઓની સંખ્યા વધતા દરેક ધારાસભ્ય દ્વારા કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા. સુરતના સરથાણા વિસ્તારમાં કામરેજના ધારાસભ્ય વી. ડી. ઝાલાવડીયાએ પણ  કોવિડ સેન્ટર શરૂ કર્યું હતું. ધારાસભ્ય પોતાના કોવિડ સેન્ટરમાં દર્દીને ઇન્જેક્શન આપવા માટેની તૈયારી કરતા હોય તેવા ફોટા અને વીડિયો હાલમાં સોશિયલ મીડિયા વાયરલ થતા વિવાદમાં આવ્યા છે.

રસી છે રામબાણ! વેકસીન લેનાર 86.6% લોકોનું કોરોના કંઈ ન બગાડી શક્યો- GTUનો સર્વે

પાંચ ચોપડી ભણેલા આ ધારાસભ્ય ઇન્જેક્શ આપીને દર્દીના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા હોવાનું સામે આવતા લોકો રોષ સોશિયલ મીડિયામાં રોષ ઠાલવી રહ્યાં છે. આ ધારાસભ્યને પહેલેથી વિવાદો સાથે નાતો રહ્યો છે. કોરોનાકાળમાં ગાઈડલાઈન ભંગ જેમાં માસ્ક નહીં પહેરવું, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવો મામલે અનેક વખત વિવાદમાં આવવા સાથે ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. પરંતુ આ વખતના વિવાદે વધુ ઉગ્ર સ્વરૂપ લીધું છે.

Cyclone Yaas: બંગાળ-ઓડિશાના કિનારે 26 મેની સાંજ સુધીમાં પહોંચશે યાસ વાવાઝોડું



ફોટા વિડીયો વાઇરલ થતા વિવાદ થતાની સાથે ધારાસભ્યએ સ્પષ્ટતા આપતા જણાવ્યું હતું કે, તેઓ પોતાના વિસ્તારમાં કોવિડ સેન્ટર છેલ્લા 40 દિવસથી ચલાવે છે અને અત્યાર સુધી 200 લોકોને સારા કર્યા છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં તેઓ દર્દી આપવામાં આવતા રેમડેસિવર ઇન્જેક્શન તૈયાર કરે છે દર્દીને આપતા નથી. તેમણે કૉંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું કે, પોતે સેવા કાર્ય કરે છે જેથી કોગ્રેસ દ્વારા તેમને બદનામ કરવા આ ફોટા અને વીડિયો વાયરલ કરવામાં આવ્યા છે.  જેનાથી મને કોઈ ફરક પડતો નથી તે સેવા કરતા રહશે. જ્યારે તેમના આવા ખુલાસા બાદ  લોકોમાં ચર્ચા ઉઢી છે કે, હવે આ ધારાસભ્ય સામે કાર્યવાહી થવી જોઇએ. તે દર્દીનાં જીવને જોખમમાં મૂકે છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Coronavirus, Covid center, Remdesivir injection, Viral, ગુજરાત, ધારાસભ્ય, સુરત

विज्ञापन