સુરતના બંટી-બબલી : નોકરી કરતા હતા તે દુકાનમાં કરી આઠ લાખ રૂપિયાના દાગીનાની ચોરી


Updated: June 23, 2020, 3:01 PM IST
સુરતના બંટી-બબલી : નોકરી કરતા હતા તે દુકાનમાં કરી આઠ લાખ રૂપિયાના દાગીનાની ચોરી
દુકાનમાં આઠ લાખની ચોરી.

સુરતમાં સેલ્સમેન તરીકે નોકરી કરતા યુવક અને યુવતીએ કોઈને ધ્યાન ન પડે તે રીતે આઠ લાખની કિંમતનું સોનાનું એક પેકેટ સેરવી લીધું હતું.

  • Share this:
સુરત : શહેરના નવાપુરા ચોકસી બજાર (Surat Choksi Bazar) ખાતે આવેલી જવેલર્સ દુકાન (Jewellers Shop)માં કામ કરતા સેલ્સમેન યુવક અને યુવતીએ દુકાનમાં દાગીના મૂકવાના સમયે ચોરી (Gold Theft) કરી હતી. રાત્રે સ્ટોક ચેક કરતા રૂપિયા આઠ લાખના દાગીના ગાયબ હોવાનું માલુમ પડતા માલિકે સીસીટીવી (CCTV)ચેક કર્યા હતાં. આ મામલે ચોરી ધ્યાનમાં આવતા દુકાન માલિકે પોલીસ ફરિયાદ આપી છે.

કોરોના લૉકડાઉન (Corona Lockdown) વચ્ચે સામાન્ય માણસની પરિસ્થિતિ બગાડી રહી છે. પોતાના પરિવરની આર્થિક જરૂરિયાત પુરી કરવા માટે લોકો હવે ચોરી કરતા પણ ખચકાતા નથી. આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે. પાર્લે પોઈન્ટ સર્જન સોસાયટી ખાતે ઉત્તર ગુજરાત પટેલનગરની બાજુમાં કરૂણાસાગર સોસાયટીમાં રહેતા અજીતકુમાર ડાહ્યાભાઈ ચોકસી સુરતના નવાપુરા ચોક્સી બજારમાં ડાહ્યાભાઈ રણછોડદાસ જવેર્લસના નામે જવેલરી શોપ ધરાવે છે.

ચોકસી બજાર.


તેમને ત્યાં સેલ્સમેન તરીકે પાંચ યુવક-યુવતી નોકરી કરે છે. જોકે, લૉકડાઉનને પગલે તેમની દુકાન બંધ હતી. અનલોક 1.0 શરૂ થતા જ દુકાન પણ શરૂ કરવામાં આવી હતી. તેઓએ ગત તારીખ 16 માર્ચના રોજ સોનાના દાગીના લેવા-મૂકવા માટે દરરોજની જેમ સેલ્સમેનને આપ્યા હતા. રાત્રે સ્ટોક ગણતરી કરતા રૂપિયા 8 લાખના સોનાના ચેનનું એક પેકેટ ઓછું હોવાનું માલુમ પડ્યું હતું. આ મામલે મલિકે પોતાના કર્મચારીઓને પૂછતા કોઈ જવાબ મળ્યો ન હતો. જે બાદમાં દુકાનમાં લાગેલા સીસીટીવી ચેક કરતા હાર્દિક અને ઋતિકા બંને ભોંયરામાંથી ઉપર મોડા આવતા નજરે ચઢ્યા હતા. જ્વેલરે બંનેને સોનાના દાગીના લેવા અને મૂકવા માટે આપ્યા હતા.

આ પણ વાંચો : આ વાતનો ગેરફાયદો ઉઠાવીને બંનેએ 200 ગ્રામ સોનાનું એક પડીકું સેરવી લીધું હતું. આ મામલો ધ્યાનમાં આવ્યા બાદ માલિકે બંને વિરુદ્ધ મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ આપી છે.
First published: June 23, 2020, 1:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading