Home /News /south-gujarat /

સુરત: પતિ બીજા લગ્ન કરવા પત્નીને મરી જવા કહેતો, પત્નીએ બાથરૂમમાં જઇ કરી લીધો આપઘાત

સુરત: પતિ બીજા લગ્ન કરવા પત્નીને મરી જવા કહેતો, પત્નીએ બાથરૂમમાં જઇ કરી લીધો આપઘાત

પ્રતિકાત્મક તસવીર

Surat Crime: સુરતનાં બમરોલી રોડ પર આવેલા હરિઓમ નગર ખાતે રહેતા હરેન્દ્રસિંગ જનાર્દન સિંગ કુશવાહની 27 વર્ષીય પત્ની મોનીબેને બાથરૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. હરેન્દ્ર સાથે મોનીના લગ્ન જાન્યુઆરી 2022માં થયા હતા. લગ્નનાં થોડા દિવસ બાદથી પતિ મોનીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો.

વધુ જુઓ ...
સુરતમાં સતત આપઘાતની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે સુરતનાં પાંડેસરા વિસ્તારનાં બમરોલી ખાતે પતિએ બીજા લગ્ન કરવા માટે પત્નીને માનસિક ત્રાસ આપવા સાથે મરી જવાનું કહ્યું હતું આ વાતનું લાગી આવતા પત્નીએ બાથરૂમમાં જઈ આપઘાત કરી લીધો હતો જોકે પાંડેસરા પોલીસે મહિલાનાં આપઘાત મામલે તેના પતિ વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે

સુરતનાં બમરોલી રોડ પર આવેલા હરિઓમ નગર ખાતે રહેતા હરેન્દ્રસિંગ જનાર્દન સિંગ કુશવાહની 27 વર્ષીય પત્ની મોનીબેને બાથરૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. હરેન્દ્ર સાથે મોનીના લગ્ન જાન્યુઆરી 2022માં થયા હતા. લગ્નનાં થોડા દિવસ બાદથી પતિ મોનીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો.

આ પણ વાંચો-અમદાવાદ: શંકાશીલ પતિએ તમામ હદ વટાવી, સુંદર પત્નીને કોઇ સાથે વાતચીત કે ધાબે પણ એકલા જવાની મનાઇ

પતિ કહેતો હતો કે, મારે બીજા લગ્ન કરવા જ છે તારે મરવું હોય તો મરી જા. આ બાબતે માઠું લાગી આવતા પરણીતાએ પતિના ત્રાસથી કંટાળેલી મોનીએ બાથરૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જોકે આ મામલે પોલીસે પ્રથમ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી ત્યારે દ્વારા માનસિક ત્રાસ આપતા હોવાનો પણ પોતાના પરિવાર દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી જેને લઇને પોલીસે તપાસ શરૂ કરી હતી અને આ કરારમાં આ સમગ્ર મામલો સામે આવતા સૂરજની પાંડેસરા પોલીસે પતિ વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે

પતિની પાંડેસરા પોલીસ દ્વારા ગમે તે સમયે ધરપકડ કરવામાં આવી શકે તેમ છે પતિ અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોવા છતાં પણ આ મહિલા સાથે લગ્ન કરી અને માનસિક ત્રાસ આપતા હોવાની વિગતો સામે આવી છે ત્યારે મહિલાનાં પરિવારે જે ફરિયાદ નોંધાવી છે તેને લઈને પોલીસ આવે મહિલાના પતિ વિરુદ્ધ કડક માં કડક કાર્યવાહી કરવા માટેની તૈયારીઓ કરી દીધી છે.
Published by:Margi Pandya
First published:

Tags: Crime news, Surat Crime

આગામી સમાચાર