સુરત: પત્ની સાથે આડાસંબંધની જાણ થતા મિત્રની તિક્ષ્ણ હથિયારથી કરી હત્યા

News18 Gujarati
Updated: October 1, 2018, 3:38 PM IST
સુરત: પત્ની સાથે આડાસંબંધની જાણ થતા મિત્રની તિક્ષ્ણ હથિયારથી કરી હત્યા
પ્રતિકાત્મક તસવીર

જેવો સિકંદર આવ્યો કે તુરંત જ કિશોર ત્યાંથી ભાગી છૂટ્યો હતો. અને તે બાદ તે સિકંદરનો ફોન પણ રિસિવ કરતો ન હતો

  • Share this:
સુરત: શહેરનાં લિબાયત વિસ્તારમાં અનૈતિક સંબંધનો બરબર્તાપૂર્ણ અંજામ સામે આવ્યો છે. પતિને મિત્ર અને તેની પત્નીનાં અનૈતિક સંબંધની જાણ થતા તેણે મિત્રનું ગળું કાપી નાખ્યું અને બાદમાં પોલીસ સમક્ષ તે હાજર પણ થઇ ગયો. પોલીસ ઇન્સપેક્ટરને આ વિશે તેણે કહ્યું કે, સાહબ, મેને ખિચી કો માર ડાલા હૈ'.

કિશોર પકડાયો સિંકદરનાં બેડરૂમમાંથી
આ આખી ઘટનાથી લિંબાયત પોલીસ દોડતી થઇ ગઇ હતી. અને તેમણે હત્યારા પોલીસ અને તેનાં હત્યા કરવામાં મદદ કરનાર તેનાં મિત્રની ધરપકડ કરી નાંખી છે. મૃતક કિશોર ઉર્ફે ખિચડી અને શરદ ઉરફે સિંકદર રાઠોડ બંને મિત્રો હતાં. સિકંદરને વારંવાર બહાર જવાનું થતું. તેનું કામ એવું હતું, જે બાદ 30મી સપ્ટેમ્બરની વહેલી સવારે સિકંદર તેનાં ઘરે પરત આવ્યો તો તેણે તેનાં બેડરૂમમાં કિશોરને જોયો હતો. જેવો સિકંદર આવ્યો કે તુરંત જ કિશોર ત્યાંથી ભાગી છૂટ્યો હતો. અને તે બાદ તે સિકંદરનો ફોન પણ રિસિવ કરતો ન હતો.

મૃતક કિશોર ઉર્ફે ખિચડીની ફાઇલ તસવીર


આવી રીત કરી કિશોરની હત્યા!
જે બાદ સિકંદરે તેનાં મિત્ર ઉમેશને ખિચડીનાં ઘરે મોકલ્યો હતો. જેવો ઉમેશ કિશોરને લઇને સિકંદરનાં ઘરે પહોચ્યો તુરંત જ બંનેએ અંદરથી દરવાજો બંધ કરી દીધો અને તિક્ષ્ણ હથિયારથી તેની ગરદન કાપી નાખી. ખિચડીની હત્યા બાદ સિકંદર લિબાયત પોલીસ સ્ટેશન પહોચ્યો હતો જ્યાં તેણે પોલીસ ઇન્સપેક્ટર સામે પોતાનાં ગુનાની કબૂલાત કરી હતી. તેણે કહ્યું હતું કે, 'સાહબ મેને ખિચડી કો માર ડાલા હૈ'શંકાનાં આધારે જ વહેલો ઘરે આવ્યો હતો સિકંદર
સિકંદર તેનાં કામે બહાર ગયો હતો પણ તે વહેલી સવારે એટલે જ ઘરે આવ્યો હતો કે તેને તેની પત્ની અને મિત્રનાં સંબંધની શંકા હતી. જ્યારે તે ઘરે આવ્યો ત્યારે તેણે કિશોરને તેનાં ઘરમાં જોયો તે બાદથી તેનાં માથે ગુસ્સો સવાર હતો અને તેણે બકરો હલાલ કરવામાં આવે તે રીતે તિક્ષય હથિયારથી મિત્રનાં જ ગળા પર ઉપરાછાપરી ઘા મારી તેની હત્યા કરી નાંખી.
First published: October 1, 2018, 3:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading