સુરત: સુરતના પુના વિસ્તારમાં પરિણીત મહિલા (Married woman) સાથે આંખ મળી જતા લીવ ઇન રિલેશનશિપ (Live-in Relationship)માં રહેતો યુવકનું પરિણીત મહિલાના પતિએ મિત્રો સાથે મળી અપહરણ (Kidnaping) કરીને માર માર્યો હતો. આ કેસમાં પોલીએ યુવાનને અપહરણકારોના હાથમાંથી મુક્ત કરાવી એક આરોપીને ધરપકડ (Arrest) કરી છે. આ કેસમાં પોલીસે અન્ય ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેમની શોધખોળ શરુ કરી છે. સુરતના પુણા વિસ્તારમાં એક યુવાનને પરિણીત મહિલા સાથે પ્રેમ સંબધ બાદ લીવ-ઇન રિલેશનશિપમાં રહેવું ભારે પડ્યું છે. મહિલાના પતિએ તેનું અપહરણ કરતા પોલીસ દોડતી થઇ હતી.
સુરતના વરાછા ખાતે આવેલા હીરાબાગની ઇન્દિરાનગર સોસાયટીમાં રહેતા અને ગીતાનગર ખાતે એમ્બ્રોઇડરીનું ખાતું ચલાવતા હરેશ જીવરાજ ગાંગાણી કારખાનાની બાજુમાં ભાવેશભાઈનું કારખાનું આવેલું છે. ભાવેશભાઈના જે યુવતી સાથે લગ્ન થયેલા હતા તે યુવતીની હરેશ સાથે આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.
થોડા દિવસ પહેલા આ પરિણીતા પોતાના પતિને તરછોડીને પોતાના પ્રેમી હરેશ સાથે રહેવા માંગતી હતી. જેને લઈને પરિણીતાના પતિ ભાવેશ અને પરિણીતાના પ્રેમી હરેશ વચ્ચે ઉગ્ર ઝઘડો પણ થયો હતો. ત્યાર બાદ પરિણીતા તેના પતિને તરછોડીને પોતાના પ્રેમી હરેશ સાથે લીવ-ઇનમાં રહેવા લાગી હતી.
આ વાતને લઈને પરિણીતાનો પતિ ખૂબ જ આક્રોશમાં હતો. ગતરોજ પોતાના સાગરીતો સાથે તેણે હરેશનું અપહરણ કરી લીધું હતું. જે બાદમાં તેને ગોંધી રાખીને માર મારવામાં આવ્યો હતો. જે બાદમાં તેને મુક્ત કરવા માટે બે લાખ રૂપિયા માંગ્યા હતાં. આ અપહરણ અંગે હરેશની પ્રમિકાએ પોલીસને જાણકારી આપતા પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી હતી. હરેશને જ્યાં રાખવામાં આવ્યો હતો ત્યાં પોલીસ પહોંચી ગઈ હતી.
" isDesktop="true" id="1076503" >
પોલીસ આવાવની જાણકારી મળી જતા ભાવેશ અને તેના સાગરીતો ત્યાંથી ભાગી ગયા હતા. અંદાજિત 20 મિનિટમાં પોલીસે હરેશને અપહરણકારોના હાથમાંથી છોડાવી લીધો હતો. આ દરમિયાન ભાવેશનો મિત્ર વિક્રમ ઉર્ફ વીર દેવરાજ મકવાણા પોલીસના હાથે ઝડપાયો હતો. પોલીસે આ મામલે હરેશની ફરિયાદ લઈને ભાવશે અને તેના સાગરિતો વિરુદ્ધ ગુનો દાખલ કરી અન્ય આરોપીને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે.