Home /News /south-gujarat /

સુરત : પતિ-પત્ની અને મસાજ ગર્લનો કિસ્સો, યુવકે થાઈ યુવતીના ચક્કરમાં પોતાના સંસારમાં લગાવી આગ

સુરત : પતિ-પત્ની અને મસાજ ગર્લનો કિસ્સો, યુવકે થાઈ યુવતીના ચક્કરમાં પોતાના સંસારમાં લગાવી આગ

પ્રતિકાત્મક તસવીર

સુરતના ભદ્ર સમાજનો શર્મસાર કરતો કિસ્સો, પત્ની સામે ભાંડો ફૂટી જતા ઊલ્ટા ચોર કોતવાલ કો ડાંટે જેવો ઘાટ

સુરત : સુરતમાં મસાજ પાર્લર (Massage parlor) ચલાવતી (Surat) થાઇલેન્ડની યુવતીના (Thai girl) ચક્કરમાં એક પતિએ પોતાનો સંસાર બાળ્યો હોવાનો બનાવ નોંધાયો છે. સ્પા સંચાલક (Spa) યુવતીના કથિત પ્રેમમાં ઘેલા થયેલા પતિના  (Husband) કારસ્તાનનો ભાંડો પત્નીએ (Wife) ફોડતા ઊલ્ટા ચોર કોતવાલ કો ડાંટે જેવો ઘાટ સર્જાયો હતો. શહેરના સિટીલાઇટ (City light Road surat) રોડના હીરા વેપારીનું સુરતમાં મસાજ પાર્લર ચલાવતી થાઇલેન્ડની યુવતી સાથે અફેર ચાલતું (Affair of man with spa girl) હોવાનું પત્નીએ પકડી પાડતાં પતિએ પત્નીને માનસિક ત્રાસ આપી ઘરની બહાર કાઢી મૂકી છે. પત્નીએ પતિને દહેજ પેટે રૂ.32 લાખ (Dowry) આપવા છતાં પતિએ થાઇલેન્ડની યુવતી પાછળ દિવાનો થઇ પત્નીને તગેડી મૂકી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ સિટી લાઇટ રોડ અણુવ્રત દ્વાર સ્થિત સૂર્યદર્શન એપાર્ટમેન્ટમાં રહેતો અનુજ મીત્તલ હાલ હીરાના ધંધા સાથે સંકળાયેલો છે. તેનાં લગ્ન 2018ના જૂન મહિનામાં રાજસ્થાનના ઉદેપુરની યુવતી સાથે થયાં હતાં. જે-તે સમયે તેની પત્ની 100-100 ગ્રામની સોનાની પાંચ બિસ્કિટ, સોના-ચાંદીના દાગીના અને કરિયાવર લગ્નમાં સાથે લાવી હતી.

આ પણ વાંચો :  સુરત : 'તારે દુકાન ખોલવી હોય તો રૂપિયા આપવા પડશે', વ્યાજખોરોના ત્રાસથી ગેરેજ માલિકનો આપઘાત

પરંતુ પતિએ ધંધામાં વધુ રૂપિયાની જરૂરિયાત હોવાથી પતિ અનુજે સાસરિયા પાસે ટુકડે ટુકડે રૂ.32 લાખનું દહેજ સ્વીકાર્યું હતું. તેમ છતાં પતિ દરરોજ રાત્રે દારૂ પીને આવી પત્ની સાથે ઝઘડો કરવા લાગી ગયો હતો.

દરમિયાન પત્નીને તેના મોબાઇલ ફોનમાં (Chatting with thai girl) કોઇ થાઇલેન્ડની પર સ્ત્રી સાથે ચેટિંગ અને ફોટા મળી આવ્યા હતા. આ બાબતે પત્નીએ અનુજને પૂછતાં અનુજ ઉશ્કેરાઇ ગયો હતો અને પત્નીને માર મારવા લાગી ગયો હતો. ઉપરાંત અનુજે સાસુ-સસરા તેમની મિલકતમાંથી હિસ્સો આપશે તો જ હું તને રાખીશ તેમ કહી ઘરની બહાર પત્નીને તગેડી મૂકી હતી.

આ પણ વાંચો :   ગાંધીનગર : પોલીસ ઇન્સ્પેક્ટરે સચિવાલયના સંકુલમાં આપઘાત કર્યો, બંદૂકથી ગોળી મારી જિંદગી ટૂંકાવી

પરિણીતાએ આ અંગે મહિલા પોલીસને જાણ કરતાં પોલીસે પણ દહેજ પ્રતિબંધ હેઠળ પતિ સહિતના સાસરિયા સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. સુરતમાં તાજેતરમાંજ થાઇલેન્ડની મસાજ પાર્લરમાં કામ કરતી યુવતીની હત્યા થઈ હતી. આ હત્યાના કારણે શહેરના સ્પાના ગોરખ ધંધાઓ સામે આવ્યા હતા ત્યારે ફરી એક વાર સ્પાના કારણે વિવાદ સામે આવ્યો છે.

સુરતમાં બિલાડીના ટોપની જેમ ખુલી ગયેલા મસાજ સેન્ટરોમાં ચાલતા ગોરખ ધંધાના કારણે પરિણામે અનેક વિવાદો સર્જાઈ રહ્યા છે. ત્યારે આ કિસ્સામાં પરિવારના સંસારમાં આગ લાગી છે.
Published by:Jay Mishra
First published:

Tags: Crime news, Surat news, Surat police, Thailand, ગુજરાત, ગુજરાતી ન્યૂઝ, પતિ-પત્ની, સુરત, સ્પા

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन