'આજ તેરા કિસ્સા હી ખતમ કર દેતા હું,' પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને પતિનો હુમલો


Updated: July 6, 2020, 12:58 PM IST
'આજ તેરા કિસ્સા હી ખતમ કર દેતા હું,' પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને પતિનો હુમલો
પ્રતિકાત્મક તસવીર

સુરતની ફાલ્ગુનીએ વર્ષો પહેલા પ્રેમ લગ્ન કર્યા હતાં, પતિ શંકા રાખીને તેની પત્નીની જાસૂસી કરાવતા હતો.

  • Share this:
સુરત : શહેરમાં એક પ્રેમ કહાની (Surat Love Story)નો કરુણ અંજામ આવ્યો છે. વર્ષો પહેલા પ્રેમ લગ્ન કરનાર મહિલાના ચારિત્ર્ય (Character) પર તેનો પતિ શંકા રાખતો હતો. એટલું જ નહીં તેની જાસૂસી પણ કરાવતો હતો. જાસૂસી ઉપરાંત પતિએ પત્નીના કંપનીનું બેંક એકાઉન્ટ (Bank Account) પણ સીઝ કરાવ્યું હતું. ગતરોજ આવેશમાં આવી જઈને પતિએ 'આજ તેરા કિસ્સા હી ખતમ કર દેતા હું' કહીને સ્ટીલની ખાંડણીના ઉપરાઉપરી સાતથી આઠ ઘા માથામાં ઝીંકી (Husband Attacks Wife) દીધા હતા. પતિએ સ્ટીલની ખાંડણીથી પત્ની (Wife)ની હત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પાડોશી આવી જતાં પતિ ત્યાંથી ભાગી ગયો હતો. આ મામલે પોલીસે ગુનો દાખલ કરીને વધારે તપાસ શરૂ કરી છે.

બનાવની વિગત એવી છે કે સુરતમાં વર્ષો પહેલા પ્રેમ લગ્ન કરનાર એક મહિલાને પ્રેમ લગ્ન કરવા ભારે પડ્યા છે. કારણ કે તેના શંકાશીલ પતિએ પોતાની શંકાની દરેક હદ વટાવીને પત્નીની હત્યાનો પ્રયાસ કર્યો છે. અડાજણ વિસ્તારમાં આવેલા આનંદ મહલ રોડ ખાતે સન રેસિડેન્સીમાં ફલેટ નં. ઇ/1003માં રહેતા શ્રીધર ચંદ્રન ઐયરે વર્ષો પહેલા પ્રેમ લગ્ન કરી ફાલ્ગુનીને પોતાની પત્ની બનાવી હતી.

આ પણ વાંચો : અમદાવાદ : ATMમાં શોર્ટ-સર્કિટને કારણે આગ, અંદર રહેલા પૈસા પણ બળીને ખાખ

લગ્ન જીવન દરમિયાન તેમને સંતાનમાં એક પુત્રી છે. પતિએ વેસુમાં એન્જિનિયરીંગ એન્ડ પ્રોડક્ટ નામની કંપની શરૂ કરી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી શ્રીધર ફાલ્ગુનીના ચારિત્ર્ય અંગે શંકા કરી ઝઘડો કરતો હતો. ઉપરાંત ફાલ્ગુનીની જાસૂસી કરવાની સાથે મોબાઇલ ફોનમાં પણ લોકેશન શેરિંગનું ઓપ્શન ઓન રાખી તે કયાં જાય છે અને કોને-કોને મળે છે તેની પર વૉચ રાખતો હતો.

આ પણ વાંચો : કચ્છમાં પવનચક્કીમાં આગ લાગતા પાંખીયો નીચે પડ્યું

આ ઉપરાંત ફાલ્ગુની કંપનીના પૈસા બીજાને આપતી હોવાની આશંકાએ બેંક એકાઉન્ડ પણ શ્રીધરે સીઝ કરાવ્યું હતું. ચારિત્ર્ય અંગે શંકાના આધારે ગતરોજ પતિએ બપોરના અરસામાં 'આજ તેરા કિસ્સા હી ખતમ કર દુંગા' એમ કહી સ્ટીલ ખાંડણી વડે હુમલો કરી માથાના ભાગે સાતથી આઠ ઘા ઝીંકી દીધા હતા. 

વીડિયો જુઓ : અમદાવાદમાં એટીએમમાં લાગી આગ

પિતાએ માતા પર ઘાતક હુમલો કરતા લોહીલુહાણ માતાને જોઇને 15 વર્ષીય પુત્રીએ બૂમાબૂમ કરતા પડોશીઓ અને એપાર્ટમેન્ટના રહીશો દોડી આવ્યા હતા. લોકોનું ટોળું એકઠું થઇ જતા શ્રીધર ત્યાંથી ભાગી ગયો હતો. ઇજાગ્રસ્ત ફાલ્ગુનીને તુરંત જ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી અને ઘટનાની જાણ થતા અડાજણ પોલીસ તુરંત જ દોડી આવી હતી. આ ઘટના મામલે પત્નીની હત્યાના પ્રયાસમાં પોલીસે પતિ વિરુદ્ધ ગુનો નોંધી વધારે તપાસ શરૂ કરી છે.
First published: July 6, 2020, 12:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading