સુરત: કોગ્રેસના કોર્પોરેટરોની માનવતા, ઘરબાર વગર રખડી રહેલા યુપીના પરિવારને વતન મોકલ્યો


Updated: May 18, 2020, 10:59 PM IST
સુરત: કોગ્રેસના કોર્પોરેટરોની માનવતા, ઘરબાર વગર રખડી રહેલા યુપીના પરિવારને વતન મોકલ્યો
કોર્પોરેટરની તસવીર

ભાડાના ઘરમાં તેમને આસપાસના લોકો એટલી હદે પરેશાન કરતા હતા જેથી તેઓ પગપાળા ઘર છોડીને નીકળી પડયા હતા. પરંતુ તેમની પાસે રહેવાની કોઇ વ્યવસ્થા ન હોવાથી તેઓ પોતાની એક વર્ષના બાળક સાથે પુણા વિસ્તારમાં આવી પહોચ્યા હતા.

  • Share this:
સુરતઃ હાલમાં સમગ્ર દેશ કોરોના મહામારીને (corona pandemic) કારણે પરેશાન છે. ત્યારે અનેક લોકો જે પોતાના કામકાજ અર્થે પરિવારથી દુર અન્ય રાજયમાં વસ્યા છે. જેમાં સુરત શહેરમાં (surat city) આ આકડો ખુબ વધારે છે. અનેક લોકો પોતાના વતન પહોચી ગયા છે. જયારે અનેક હજી પણ પોતાના વતન જવાની માંગ કરી રહ્યા છે. આવો જ એક ઉત્તર પ્રદેશનો પરિવાર અમરોલી વિલ્તારમાં રહેતો હતો.

ભાડાના ઘરમાં તેમને આસપાસના લોકો એટલી હદે પરેશાન કરતા હતા જેથી તેઓ પગપાળા ઘર છોડીને નીકળી પડયા હતા. પરંતુ તેમની પાસે રહેવાની કોઇ વ્યવસ્થા ન હોવાથી તેઓ પોતાની એક વર્ષના બાળક સાથે પુણા વિસ્તારમાં આવી પહોચ્યા હતા. જયા ભુખ્યા તરસ્યા તેઓ કોગ્રેસના કોર્પોરેટર વિજય પાન્સુરીયાના (Congress corporator Vijay Pansuria) સંપર્કમાં આવતા વિજયભાઇએ તેમના જમવાની વ્યવસ્થા કરી હતી. અટલું જ નહિ સાથે સાથી કોર્પોરેટર દિનેશ કાછડીયા સાથે મળીને અન્ય મીત્રની મદદથી યુપી જવાની વ્યવસ્થા કરી હતી અને તેમને શ્રમીક ટ્રેનમાં બેસાડી પોતાની સામાજીક જવાબદારી નીભાવી હતી.

આ પણ વાંચોઃ-અનોખી ઘટના : વીરપુરના ખેડૂતોએ કાળા તલ વાવ્યા અને ઉતર્યો સફેદ અને કાળા તલનો મિક્સ પાક!

ગઈકાલે બોપોરે 11કલાકે શિવાંજલી કોમ્પ્લેક્ષ, એ.કે. રોડ ખાતે એક દંપતી અને તેમનું આશરે 1 વર્ષનું બાળક સાથે પરિવાર બેઠું હતું. ત્યારે કોર્પોરેટર વિજય પાનસુરીયાએ મેં તેમને અહીં આ માસૂમ બાળક અને ઘરના સામાન સાથે આવવાનું કારણ પૂછ્યું. જવાબ આપતા પેહલા જ બહેન (શર્મિલાબેન)રડવા લાગી અને પોતાની આપવીતી કહી.

આ પણ વાંચોઃ-લોકડાઉન કહાની: પરિવારથી વિખૂટા પડેલા રાજસ્થાની બાળકનું પરિવાર સાથે થશે પુનઃ મિલન

આંખમાં આંસુ, દિલમાં દર્દ સાથે કહેતી રહી કે, "તેઓ અમરોલી વિસ્તારમાં રહે છે અને ત્યાંથી ચાલીને અહીં આવ્યા છે. તેમની બાજુમાં રહેતા લોકો તેમની સાથે ઝઘડો કરે છે અને તેમના પતિની સાથે મારઝૂડ કરે છે. મકાન માલિક પણ આવતા નથી એટલે અમે ઘર છોડવા મજબૂર બન્યા છીએ, અને અમે લોકોએ કાલ રાતનું કાંઈપણ ખાધું નથી, અમારે ઉત્તર પ્રદેશ અમારા ઘરે જવું છે." જેથી પહેલા વિજય ભાઇ અને દિનેશ ભાઇએ તેમની માટે ભોજનની વ્યવસ્થા કરી હતી. અને ઘરે જવાની વ્યવસ્થા કરી આપવા માટેનું આશ્વાસન આપ્યું.આ પણ વાંચોઃ-lockdown 4.0: અમદાવાદને બે ભાગમાં વહેચવામાં આવ્યું, કયા વિસ્તારમાં કેવી છૂટ?

વિજય પાનસુરીયાએ સાથી કોર્પોરેટર દિનેશભાઇ કાછડીયા, મિત્ર ભાવેશભાઈ ફિનવીયા, સંજયભાઈ માંગુકિયા અને લાલુભાઈની મદદથી તેમની યુપી જવા માટેની ફ્રી ટિકિટ, ઘરે પહોંચે ત્યાં સુધી ચાલી શકે ત્યાં સુધીનું જમવાનું, નાસ્તા, પાણી વગેરેની વ્યવસ્થા કરી આપી. આજે સોમવારે બોપોરે 4 વાગ્યાની ટ્રેનમાં તેમને તેમના વતન જવાની વ્યવસ્થા કરી આપી. આ દંપતીને મેં રૂપિયાની જરૂરિયાત અંગે પૂછ્યું તો તેમણે આર્થિક મદદ લેવાની ના પાડી અને ગરીબીમાં પણ પોતાની ખુદારી બતાવી... ટ્રેનમાં બેસી સુરજકુમાર વિજયભાઇને કોલ કરી આભાર માન્યો હતો.
First published: May 18, 2020, 10:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading