સુરત : બાળ તસ્કરીના મોટા નેટવર્કનો પર્દાફાશ, રાજસ્થાનથી લાવેલા 128 બાળકો છોડાવાયા

સુરત : બાળ તસ્કરીના મોટા નેટવર્કનો પર્દાફાશ, રાજસ્થાનથી લાવેલા 128 બાળકો છોડાવાયા
પોલીસે મુક્ત કરાવેલા બાળકો પાસેથી ચોંકાવનારી વિગતો જાણવા મળી

સુરતની સીતારામ સોસાયટીમાંથી 128 બાળકો છોડાવ્યા, રાજસ્થાનનું બાળ તસ્કરીનું નેટવર્ક

 • Share this:
  સુરત : સુરતમાં (Surat) આજે વહેલી પરોઢે સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યૂરોએ રાજસ્થાન દિલ્હીની આઈબીની મદદથી સુરત પોલીસને સાથે રાખી બાળ તસ્કરીના (Children Trafficking) વિશાળ નેટવર્કને (Network) ઝડપી પાડ્યું છે. સુરતની સીતારામ સોસાયટીમાં પડેલા દરોડામાં (Raid) 128 બાળકોને છોડાવવામાં આવ્યા છે. સુરતમાં વહેલી સવારે 5 વાગે પાડેલા દરોડામાં રૂમમાં ઘેટા બકરાની જેમ પૂરેલા બાળકો મળી આવ્યા છે. રાજસ્થામાંથી બાળકો વેચી મારવાના આ વિશાળ નેટવર્ક પર વજ્રઘાત કરતા એજન્સીઓએ બાળકોને મુક્ત કરાવ્યા છે.

  મામલો શું છે?  રાજસ્થાનમાં અને દિલ્હીથી અનેક જિલ્લાઓમાં બાળકોને મા બાપ દ્વારા મજબૂરીમાં અથવા તો જબરદસ્તી મજૂરી માટે બાળકો મોકલવામાં આવતા હતા. આ બાળકો રાજસ્થાનથી દલાલો મારફતે રાજ્યમાં સુરત સહીતની જગ્યાએ મજૂરી માટે લઈ આવવામાં આવતા હતા. આ કૌભાંડ સામે આવ્યા બાદ આજે રાજસ્થાન બાળ આયોગ દ્વારા સેન્ટ્રલ આઈ.બી. રાજસ્થાન આઈ.બીની ટીમ સાથે સુરતની પુણા પોલીસને સાથે રાખી અને આ નેટવર્ક પર પર્દાફાશ કરવામાં આવ્યો છે.

  આ પણ વાંચો :  અમદાવાદ : ફાયનાન્સનું કામ કરતા યુવકે આઠમાં માળેથી કૂદી આપઘાત કર્યો

  સસ્તી મજૂરીના કારણે લવાયા હતા

  રાજસ્થાન બાળ આયોગના સદસ્ય શૈલેન્દ્ર પંડ્યાએ જણાવ્યું કે, “ સસ્તી મજૂરીના કારણે  રાજસ્થાનના બાળકોને ગુજરાતમાં લાવવામાં આવતા હોવાનું જાણવા મળ્યું હતું. અમે આ કૌભાંડની જાણ થતા રેકી કરી હતી અને માનવ બચાવો આંદોલન, બાળ તસ્કરી બચાવો અભિયાનના અંતર્ગત કાર્યવાહી શરૂ કરૂ હતી. અમારી સરકાર આમા શામેલ હતા અને અમે 15 દિવસથી આ કામ કી રહ્યા હતા. આગામી દિવસોમાં અમે વધારે રેસ્ક્યૂ કરીશું.”

  બાળકોની સ્થિતિ ગંભીર હતી

  પંડ્યાએ વધુમાં જણાવ્યું કે બાળકો વહેલી સવારે ટિફિન લઈને નીકળી જતા. અમારી ટીમે રેકી કરી ત્યારે જાણવા મળ્યું હતું કે વહેલી સવારે બાળકોને લઈ જવામાં આવતા હતા. બાળકો સસ્તી મજૂરી કરી શોષણનો ભોગ બનતો હતો. અમે 'ઓપરેશન બાળ સ્વરાજ' અંતર્ગત આ બાળકોને રેસ્ક્યૂ કર્યુ છે. કેટલીક ગોપનીય જગ્યા છે. અલગ અલગ રાજ્યોમાં અમે બાળકોને લાવી અને તેમને મુખ્ય ધારાઓ સાથે જોડીશું.


  રાજસ્થાન બાળ આયોગના સદસ્ય શૈલેન્દ્ર પંડ્યાએ કહ્યું બાળકોને સસ્તી મજૂરી માટે સુરત લવાયા હતા આ પ્રથમ દરોડો છે.


  આ પણ વાંચો : અમદાવાદ : લગ્નનો ઇન્કાર કરનાર યુવતીની ફેક ID બનાવી બિભત્સ ગાળો આપી  મોટા ભાગના બાળકોની ઉંમર 10-16 વર્ષની ઉંમર

  બાળકોની ઉંમર ખૂબ ઓછી છે. આ બાળકો 10 વર્ષથી લઈને 16 વર્ષની ઉંમરના છે. સુરતના પુણા પોલીસના પોલીસ ઇન્સપેક્ટરે ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં જણાવ્યું કે 'દિલ્હીના NGOના બચપન બચાવો આંદોલનમાં અમને જોડાવાની સૂચના હતી. આ બાળકો ટેક્સટાઇલમાં મજૂરી કામ કરતા હતા. ગઈકાલે પોલિસ કમિશનરની સૂચનાથી અમે સુરત પોલીસના 60 જવાન 2 અધિકાર, તેમજ એન્ટિ હ્યુમન ટ્રાફિકીંગ રાજસ્થાનના પોલીસ ઇન્સ્પેક્ટરને સાથે માઇક્રો પ્લાનિંગ દ્વારા 128 બાળકોને મુક્ત કરાયા છે.

  આ પણ વાંચો : સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર, હવામાન વિભાગે 6 રાજ્યો માટે જાહેર કરી 'Red Warning'

  4 લોકોની ટીમ 13 ટીમ બોલાવી ક્યું ઘર ખખડાવું તે પણ નક્કી હતી

  પુણા પોલીસના પી.આઈ.એ જણાવ્યું હતું કે 'અમે ખૂબ માઇક્રો પ્લાનિંગ કર્યુ હતું. 4-4 જણાની 13 ટીમ બનાવાઈ હતી. પ્રત્યેક ટીમમાં જવાનો, તેની સાથે બચપન બચાવો એનજીઓના કાર્યકરો, મહિલા પોલીસ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, કાઉન્સીલરોને સાથે રાખીને કાઉન્સેલિંગ કરી અને પ્રેમથી લઈ આવ્યા છે.
  Published by:Jay Mishra
  First published:December 29, 2019, 09:07 am

  ટૉપ ન્યૂઝ