સુરત: ફોર્ચ્યૂનર કારના ચાલકે યુવકને ટક્કર મારતા 30-40 ફૂટ ઢસડાયો, અકસ્માત સર્જનાર ફરાર

સુરત: ફોર્ચ્યૂનર કારના ચાલકે યુવકને ટક્કર મારતા 30-40 ફૂટ ઢસડાયો, અકસ્માત સર્જનાર ફરાર
સુરતમાં વધુ એક હીટ એન્ડ રનની ઘટના, એક્ટિવા ચાલક 30-40 ફૂટ ઢસડાયો

સુરતમાં વધુ એક Hit and Runની ઘટના, અતુલ વેકરિયા કેસના પડઘાં શમ્યા નથી ત્યાં વધુ એક નિર્દોષ સ્કૂટર ચાલક કાળમુખી લક્ઝૂરિયસ કારની ટક્કરે પીડિત

  • Share this:
સુરતમાં (Surat) અતુલ વેકરિયાની (Atul Vekariya) કારથી અકસ્માતમાં (Accident) એક મહિલાના મોતની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં વધુ એક લક્ઝુરિયસ કારે વધુ એક લક્ઝુરિયસ (Fortuner car) કારે એક યુવકને અડફેટે (Hit and Run) લેવાની ઘટના સામે આવી છે સેના સરથાણા વિસ્તારમાં અવધ વાઇસરોય બિલ્ડીંગ પાસે કાર ચાલકને અડફેટે લીધો હતો અને 30થી40 ફૂટ ઢસડી ને ફરાર થઈ ગયો હતો. જો કે ઘટનાને પગલે આસપાસના લોકો ના ટોળા એકઠા થઇ ગયા હતા અને લોકોએ કારચાલકને રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો પરંતુ તે ફરાર થઈ ગયો હતો જોકે આ અકસ્માતમાં યુવકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો અને સમગ્ર મામલે પરિવારજનોને પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના વેસુ વિસ્તારમાં અતુલ બેકરીના માલિક અતુલ વેકરીયા દ્વારા સર્જાયેલ અકસ્માતમાં એક યુવતી મોતને ભેટી હતી જોકે આ ઘટનાની શાહી હજુ સુકાઇ નથી ત્યાં વધુ એક લક્ઝુરિયસ કારે એક યુવકને અડફેટે લીધો હતો આ ઘટના બનવા પામી છે શહેરના સરથાણા વિસ્તારમાં કે જેમાં એક યુવક પોતાના બહેનના ઘરેથી પરત ફરી રહ્યો હતો ત્યારે તેને દારૂના નશામાં કાર ચાલકે અડફેટે લીધો હતો અને પહોંચી ગઈ ગંભીર ઇજા.આ કારની ટક્કરે યુવક થયો ઇજાગ્રસ્ત થયો


આ પણ વાંચો : સુરત : કિન્નરોએ રાત્રિ કર્ફ્યૂમાં કતારગામ ચેકપોસ્ટ માથે લીધી, શરમજનક દૃશ્યો સર્જાયા

સમગ્ર ઘટનાની વાત કરીએ તો શહેરના યોગી ચોક વિસ્તારમાં રહેતા સાગર નામના યુવક પોતાની બહેનના ઘરે થી મોપેડ પર યોગીચોક તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન બ્લેક કલરની લક્ઝુરિયસ કારે તેને અડફેટે લીધો હતો જેના પગલે યુવક 30 થી 40 ફૂટ અથડાયો હતો ઘટનાના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા જેના પગલે  બેફામ રીતે ગાડી હંકારી અડફેટે લેનાર કાર ચાલકને રોકવાનો પ્રયાસ કર્યો હતો જોકે તે  ફરાર થઈ ગયો હતો જોકે આ મામલે સ્થાનિકોએ કારચાલક નિમેષ બાબુ સાકરીયા હોવાનું જણાવ્યું હતું અને તે હંમેશા દારૂ પીધેલી હાલતમાં રસ્તા ઉપર ફરતો હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે કારચાલક સરથાણા વિસ્તારમાં આવેલા શાંતિ નગર સોસાયટી માં રહે છે હંમેશા મોડી રાત્રે વીટીનગર વિસ્તારની આસપાસ માં દારૂ પીધેલી હાલતમાં બેફામ રીતે ગાડી હકારતો કરતો હોય છે ઘણી વખત લોકો તેને ટકોર પણ કરતા હોય છે પરંતુ તે કોઈની વાત સાંભળતો નથી. જોકે યુવકના બંને નિકુંજ સવાણી એ સમગ્ર મામલે સરથાણા પોલીસ મથકમાં કારચાલકની મેસેજ કર્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો : સુરત : પોલીસનો AAPની મહિલા નગરસેવિકાઓ સાથે 'અભદ્ર' વ્યવહાર, Video થયો Viral

અકસ્માતની ઘટનામાં યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો તેને બંને હાથમાં ફેક્ચર અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને લઇને તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો બનાવ સંદર્ભે પોલીસે ગુનો દાખલ કરીને દારૂના નશામાં બેફામ રીતે કાર હંકારનાર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અતુલ વેકરીયા દ્વારા પણ આ જ પ્રકારે એક યુવતીને અડફેટે લીધી હતી.

જેમાં યુવતી મોતને ભેટી હતી જોકે આ ઘટના થોડા સમય બાદ આજે વધુ એક ઘટના સામે આવી છે આમ તો નશાની હાલતમાં ગાડી ચલાવું ગુનો બને છે તેમ છતાં પોલીસ આવા તત્વો સામે પોતાની ઢીલી નીતિ બતાવે છે જેના કારણે આ પ્રકારના લોકોને છૂટો દોર મળી જાય છે ત્યારે નશાની હાલતમાં ગાડી ચલાવનાર લોકો સામે પોલીસ સખ્તાઇ પૂર્વક કામગીરી કરે તે જરૂરી બન્યું છે
Published by:Jay Mishra
First published:March 31, 2021, 14:07 pm