સુરત : આજે ધોરણ 10નું પરિણામ આવતા શાળા સાથે વિધાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે એના પણ ઘણાં વિદ્યાર્થીઓ સામે આવ્યાં છે જે શાળાની ફી ભરી શકતા ન હતાં. પરંતુ શાળાની મદદથી આજે સારા ટકા લાવીને ઉતિર્ણ થયા છે.
આપણે વાત કરી રહ્યાં છીએ સુરતનાં વ્રજ ભરતભાઇ કેવડિયાની. આ વિદ્યાર્થીને એક કાને સંભળાતુ નથી. વિદ્યાર્થીનાં પિતા સુરતમાં રત્નકલાકાર તરીકે કામ કરે છે. આ પરિવાર પોતાનો મહિનાનો ખર્ચ માત્ર 10 હજારમાં નીભાવે છે. ચાર સભ્યોનો આ પરિવાર એક નાનકડા રૂમમાં રહે છે. પરંતુ વ્રજ ભણવામાં પહેલાથી જ હોશિયાર રહ્યો છે. ત્યારે આશાદીપ શાળાએ આ વિદ્યાર્થીને પ્રવેશ આપીને તેની ફી માફ કરી હતી. આ સાથે શાળાનાં શિક્ષકોએ પણ વિદ્યાર્થી પર સારૂં ધ્યાન આપ્યું હતું. તેની અભ્યાસ અર્થેના તમામ પ્રશ્નોના હલ આપતા હતાં. જેથી આજે આવેલા ધોરણ 10માં વ્રજે એ1 ગ્રેડ લાવ્યો છે.
શાળામાં પ્રવેશ પહેલા જ બાળકને પ્રોત્સાહન મળે તે માટે કહેવામાં આવ્યું હતું કે તને પ્રવેશ અમે આપીશું પરંતુ તારે સારી રીતે ભણવાનું છે. આજે પરિણામ આવતા આ વિધાર્થી એ-1 ગ્રેડ સાથે પાસ થઈને પરિવારની સાથે સાથે શાળાનું પણ નામ રોશન કર્યું છે. વિદ્યાર્થીએ એ 1 ગ્રેડ પરિણામ લાવીને શાળાને ગુરુ દક્ષિણા આપી પોતાની ફરજ અદા કરી છે.
આ પણ જુઓ -
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર