સુરતના હરમીત દેસાઇએ કોમન વેલ્થ ચેમ્પિયનશિપમાં 2 ગોલ્ડ, 1 બ્રોન્ઝ જીત્યો

News18 Gujarati
Updated: July 22, 2019, 8:39 PM IST
સુરતના હરમીત દેસાઇએ કોમન વેલ્થ ચેમ્પિયનશિપમાં 2 ગોલ્ડ, 1 બ્રોન્ઝ જીત્યો
હરમીત દેસાઇની તસવીર

હરમીત દેસાઇએ બે ગોલ્ડ અને એક બ્રોન્જ જીત્યો છે. કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં હરમીત દેસાઇએ સિંગલમાં ગોલ્ડ, મિક્સ ડબલમાં બ્રોન્ઝ અને ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેળવ્યો છે.

  • Share this:
પ્રજ્ઞેશ વ્યાસ, સુરતઃ મૂળ સુરતના હરમીત દેસાઇએ કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળ્યો છે. ટેબલ ટેનિસમાં બે ગોલ્ડ જીતીનેમ હરમીત દેસાઇએ ભારતનું નામ રોશન કર્યું છે.

હરમીત દેસાઇએ બે ગોલ્ડ અને એક બ્રોન્જ જીત્યો છે. કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં હરમીત દેસાઇએ સિંગલમાં ગોલ્ડ, મિક્સ ડબલમાં બ્રોન્ઝ અને ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેળવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા ઓસ્ટ્રેલિયામાં ગોલ્ડ કોસ્ટ ખાતે રમાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય પુરુષ ટેબલ ટેનિસમાં ગુજરાતના હરમીત દેસાઇ અને જી. સાથિયાનની જોડીએ નાઇજીરિયાને 3-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

હરમીત દેસાઇની વાત કરીએ તો તેઓ 15 વર્ષની ઉંમરે સ્વીડન ગયા અને ત્યાંથી આતરરાષ્ટ્રીય તાલીમ મળવવાની શરૂઆત કરી હતી. હરમીત રમવાની સાથે સાથે ફિઝિકલ ફિટનેસ ઉપર ખાસ ધ્યાન આપે છે.

આ પણ વાંચોઃ-સુરત અગ્નિકાંડઃ ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં 4275 પાનાની ચાર્જશીટ રજૂ કરી

રોજ ફિટનેસ ઉપર ત્રણથી ચાર કલાક કામ કરે છે. હરમીત ખેલ જતગતમાંરફાલ નડાલ તેમના આદર્શ છે. બોલિવૂડમાં શાહરુખ ખાન અને રાજકારણમાં નરેન્દ્ર મોદી તેમના મનપસંદ વ્યક્તિઓ છે.
First published: July 22, 2019, 8:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading