Home /News /south-gujarat /સ્કૂલોને તંત્રએ ફાયરની પાઠવી હતી નોટિસ, તો જ્ઞાનગંગા કેમ ચાલતી હતી ?

સ્કૂલોને તંત્રએ ફાયરની પાઠવી હતી નોટિસ, તો જ્ઞાનગંગા કેમ ચાલતી હતી ?

સુરતના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી જ્ઞાનગંગા વિદ્યાલય કોની મંજૂરીથી ચાલતી હતી?

સુરતના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી જ્ઞાનગંગા વિદ્યાલય કોની મંજૂરીથી ચાલતી હતી?

    કિર્તેશ પટેલ, સુરત : શહેરના ભટાર વિસ્તારમાં હિન્દી માધ્યમની જ્ઞાનગંગા વિદ્યાલયની પાસે આવેલી પ્લાસ્ટિક ફેક્ટરીમાં આગ લાગતાં સ્કૂલના બાળકોની જીવ પડીકે બંધાઈ ગયા હતા. જોકે, બાળકોને સમયસર રેસ્ક્યૂ કરાતાં મોટી જાનહાનિ થતી અટકી હતી. બીજી તરફ, એવી પણ માહિતી સામે આવી રહી છે કે જ્ઞાનગંગા વિદ્યાલય ગેરકાયદેસર ચાલી રહી હતી. આ સ્કૂલ આઝાદ નગર રોડ ખાતે આવેલા બાલ ક્રિષ્ના કોમ્પલેક્સના પ્રથમ માળે ચાલતી હતી. સ્કૂલ જે જગ્યાએ છે તે ઓદ્યોગિત વિસ્તાર છે.

    ઉલ્લેખનીય છે કે, એક મહિના પહેલા જ સુરતમાં જ તક્ષશિલા ક્લાસિસમાં લાગેલી આગના કારણે 22 ભૂલકાંઓના મોત થયા હતા. આ કરુણ ઘટના બાદ ફાયર સેફ્ટીને લઈ સુરત મહાનગરપાલિકા હરકતમાં આવી હતી અને મોટાપાયે સર્વે હાથ ધરી ફાયર સેફ્ટી ન ધરાવતી સ્કૂલોને નોટિસ પાઠવી હતી. તક્ષશિલા આગ દુર્ઘટના બાદ સુરતવાસીઓમાં પણ ફાયર સેફ્ટીને લઈ ઘણી જાગૃતતા આવી છે ત્યારે ફરી સ્કૂલની પાસે આગ લાગતાં વહીવટીતંત્રની કામગીરી પર સવાલો ઊટી રહ્યા છે.

    આ પણ વાંચો, સુરત : જ્ઞાનગંગા વિદ્યાલયની બાજુમાં આગ લાગી, 250 વિદ્યાર્થીઓને બચાવાયાં

    એવું કહેવાય છે કે, જ્ઞાનગંગા વિદ્યાલય ગેરકાયદેસર રીતે ચાલી રહી હતી. સ્કૂલ જે કોમ્પલેક્સમાં ચાલી રહી છે તે ઓદ્યોગિક વિસ્તાર છે તો શું આ હોસ્પિટલમાં પૂરતી ફાયર સેફ્ટીની સગવડ છે. શું આ સ્કૂલને કોર્પોરેશન દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી કે નહીં.

    આ ઘટના બાદ સ્થાનિકોમાં પણ રોષ વધુ ઉગ્ર બન્યો છે. લોકોનું કહેવું છે કે જો આ સ્કૂલને કેવી રીતે મંજૂરી આપવામાં આવી? જે-તે અધિકારીએ સ્કૂલને મંજૂરી આપવામાં આવી છે તેમની સામે કાર્યવાહી કરવાની પણ સ્થાનિકોએ માંગ કરી છે.

    આ પણ વાંચો, સુરતમાં મોટી દુર્ઘટના ટળી, મહિના પહેલા જ 22 માસૂમની થઇ હતી 'હત્યા'!
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Fire department, Fire tragedy, Surat Municipal corporation, સુરત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन