સુરત : મહિલાને તેની જ બેંકનો સહકર્મી I love U અને merry meનાં મેસેજ કરી કરતો હતો પરેશાન, થઇ ધરપકડ


Updated: September 30, 2020, 12:11 PM IST
સુરત : મહિલાને તેની જ બેંકનો સહકર્મી I love U અને merry meનાં મેસેજ કરી કરતો હતો પરેશાન, થઇ ધરપકડ
પ્રતિકાત્મક તસવીર

મહિલાની ફરિયાદ આધારે બેન્ક કાર્મચારીની ધરપકડ કરી છે.  

  • Share this:
સુરતની BOB બેન્કમાં કામ કરતી મહિલાને અન્ય સહકર્મચારી દ્વારા  I LOVE U ના મેસેજ કરી હેરાનગતિ કરવામાં આવતી હતી. જોકે, આ મહિલા દ્વારા મેનેજમેન્ટમાં ફરિયાદ કરતા આ કર્મચારીની અન્ય બ્રાન્ચમાં બદલી કરી નાખવામાં આવી હતી. છતાંય આ કર્મચારી મહિલા કર્મચારીને મેસેજ કરી હેરાન કરતા આખરે મહિલાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મેસજ કરનાર સામે મહિલાની ફરિયાદ આધારે બેન્ક કાર્મચારીની ધરપકડ કરી છે.

સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી અને BOB  બેન્ક સિનિયર મેનેજર તરીકે કામ કરતી મહિલા જયારે મુખ્ય શાખામાં કામ કરતી હતી ત્યારે તેના મોબાઇલ પર એક મેસેજ આવ્યો હતો. જેમાં આઇ લવ યુ, પ્લીઝ મેરી મી. લખ્યું હતું. જોકે, તે સમયે આ મહિલા કકર્મચારી આ મેસેજ ને ગણકાર્યો ન હતો. અને કોઈ રિપલાય નહિ આપતા થોડા  દિવસ બાદ તારીખ  19-7-20ના રોજ ફરી એજ મેસજ આવ્યો હતો. જોકે, આ વખતે મેસેજમાં  મેસેજ કરનારે પોતાનું નામ બી.રામુ હોવાનું જણાવી વોટ્સ અપ પર મેસેજ કરવા જણાવ્યું હતું.

આ પણ વાંચો - રાજકોટની આ યુવતી છે ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીની ડાઈહાર્ટ ફેન, જાણો કેમ

જોકે, આ મહિલા કર્મચારી દ્વારા આ મામલે  બેંકના ઓથોરિટીમાં ફરિયાદ કરતા માલૂમ પડ્યું હતુંકે, બી.રામુ તેમની જ બેંકનો સેક્શન-1 સેલ્સ ઓફિસર છે.  ઓથોરિટીએ તેને મહિલા કર્મચારીને સમજાવવી મેસજ કરનારને ઠપકો આપવા કહ્યું હતું. જોકે મહિલા એ આ મેસેજ કરનારને ઠપકો આપ્યા બાદ તેને પોતાની બદલી અન્ય બ્રાન્ચમાં કરાવી લીધી હતી. પણ આ રોમિયો  બી.રામુ ઉર્ફે રામુ જનાર્દન બિડીડી આ મહિલા કર્મચારીને સતત ફોન કરી અને મેસેજ કરી હેરાન કરતો હતો.

આ પણ જુઓ - 
જેને લઈને આ મહિલા કર્મચારીએ આ મેસેજ કરનારા બેન્ક કર્મચારી વિરુદ્ધ અલબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી મેસેજ કરનાર બેન્ક કર્મચારી ધરપકડ પણ કરી છે.
Published by: Kaushal Pancholi
First published: September 30, 2020, 12:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading